એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક પીપાવાવ કોર્પોરેશન લિમિટેડમાં ભયાનક આગ, જાણો કેટલુ થયુ નુકસાન!

ગુજરાતના પીપાવાવ ખાતે આવેલા એશિયાના સૌથી વિશાળ સોલર પાર્ક ધરાવતી પીપાવાવ કેર્પોરેશન લિમિટેડ કંપનીમાં ગઈ કાલે સાંજે સાત વાગ્યે શોર્ટ સર્કિટના કારણે અજચાનક ભયંકર આગ લાગી હતી અને થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંટ્રોલ રૂમ અને લાઈટ પેનલો તેમજ સ્વીચ યાર્ડમાં પણ આગ લાગી હોવાથી ટ્રાન્સફોર્મર પણ આગની લપેટમાં આવી ગયાં હતાં અને આમ આગ આખાએ પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. આ આગથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો છે.

Image Source

સોલર પાર્કમાં આગ ડામવાની કોઈ સુવિધા નહીં હોવાથી તાત્કાલીક આગ ઓલવવાનું કામ શરૂ કરી નહોતું શકાયું અને આમ બે કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધીના વિસ્તારોથી જોઈ શકાતી હતી. આ વિશાળ સોલર પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગના કારણે તેની આસપાસના પ્લાન્ટમાં પણ ટ્રીપિંગ આવ્યું હતું જેના કારણે તાત્કાલીગ પ્લાન્ટ બંધ કરવાની જરૂર પડી હતી. ચારણકા સોલર પાર્ક પાંચ મેગાવાટનો બનેલો છે. આ આખાએ પ્લાન્ટમાં આગ લાગવાથી અહીંની પેનલો તેમજ સ્વીચ યાર્ડને ભારે નુકસાન થયું છે અને આ પ્લાન્ટને ફરીથી ચાલું કરતાં લગભઘ દોઢથી બે મહિનાનો સમય લાગી શકે છે. અને તેનો વધારા  નો બોજો જીપીસીબી પ્લાન્ટ પર આવશે અને જીપીસીબી પ્લાન્ટે રોજનું વધારાનું ત્રણ લાખનું નુકસાન ભોગવવું પડશે.

Image Source

ફાયર ફાઇટરની સુવિધાનો અભાવ

આ સોલર પ્લાન્ટ માત્ર દેશનો જ નહીં પણ એશિયાનો સૌથી મોટ સોલર પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના હજાર કર્મચારીઓને રોજગારી મળે છે તેમ છતાં અહીં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવો એ એક મોટો પ્રશ્ન છે. જેનો અર્થ એ પણ થઈ શકે કે અહીંના કર્મચારીઓ સતત જોખમ વચ્ચે કામ કરી રહ્યા છે.

Image Source

તપાસમાં ઇન્ટરનલ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનો અંદાજો

હિતેશ પટેલ કે જેઓ ચારણકા સોલર પાર્કના જીપીસીએલના ઇન્ચાર્જ છે તેમના જણાવ્યા પ્રમાણે, જીપીપીસીમાં લાગેલી આગ પાછળ ઇન્ટરનલ શોર્ટ સર્કિટ જવાબદાર હોય તેવું માનવામાં આવી રહ્યું છે બીજી બાજુ ફાયર ટેન્ડરની સુવિધા પણ સોલર પાર્કમાં નહીં હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલબની ગયો હતો. હવે તેમણે ફાયર ટેન્ડર બાબતે રજુઆત કરી છે. તમને જણાવી દઈએ કે આ આગથી કંપનીને એક કરોડ રૂપિયા જેટલું નુકસાન થવનો અંદાજો લગાવાઈ રહ્યો છે.

Image Source

હાલ સમગ્ર દેશની વિવિધ ફેક્ટરીઓ કે પછી એકમોમાં આગ લાગવાની ઘટનાઓ એક પછી એક બની રહી છે. જેમાં કર્મચારીઓના જીવ પણ હોમાયા હોવાના સમાચાર મળ્યા છે. અને કેટલીક જગ્યાએ તો ફાયર સેફ્ટીની વ્યવસ્થા જ નહીં હોવાની વાત સામે આવી હતી. જે વિષે તંત્રએ કડક થવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.