આ રીતે 3 વખત વડાપ્રધાન બનતા બનતા રહી ગયા હતા પ્રણવ મુખરજી, જાણો રાજકીય સફર વિશે…

પ્રણવ મુખર્જી ભારતના રાજકીય નેતાઓમાંથી આ એક નેતાનું નામ એવું છે જેમને વિરોધ પક્ષના નેતાઓ પણ સન્માન આપે છે. તેમને પ્રણવદાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના જીવનમાં ત્રણ વખત એવી તક આવી કે જ્યારે તેઓ વડાપ્રધાન બનશે તે લગભગ નક્કી જ હતું. તેઓ આ પદ માટે કાબેલ પણ હતા. પરંતુ ત્રણેય વખત વડાપ્રધાન બનતાં તેઓ જરાક માટે ચૂકી ગયા.

image source

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાજકારણમાં આવ્યા તે પહેલા ક્લાર્ક, પત્રકાર અને ટીચર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમની પાસે ઇતિહાસ, રાજનૈતિક અર્થશાસ્ત્ર, અને કાયદાની ડીગ્રીઓ હતી. તેમણે તેમના કામની શરૂઆત ક્લાર્ક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ ટીચર હતા અને 1969માં તેમના પિતાની જેમ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમને 2008માં પદ્મવિભૂષણ અને 2019 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ચાલો આજે તમને જણાવીએ કે પ્રણવદાના જીવનમાં કયા એવા ક્ષણ આવ્યા જ્યારે તેઓ વડાપ્રધાન બનવાની તક ચૂકી ગયા.

image source

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પ્રણવ મુખરજીની રાજકીય મુદ્દાઓ પરની સમજણના કાયલ હતા. તેમના આગ્રહ પર તેઓ રાજ્યસભાના રસ્તે સંસદ પહોંચ્યા. તેમને કદી નેટ માં બીજા નંબરના નેતા નો દરજ્જો આપવામાં આવ્યો. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન તરીકે પ્રણવ મુખરજીનું નામ જ ચર્ચામાં હતું પરંતુ પાર્ટીએ રાજીવ ગાંધી ની પસંદગી કરી 1984માં લોકસભાની ચૂંટણીઓ થઈ અને કોંગ્રેસે 414 બેઠક જીતી. જો કે કેબિનેટમાં પ્રણવ મુખર્જીને સ્થાન પણ ન મળ્યું. આ અંગે તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, જ્યારે તેમને ખબર પડી કે તેઓ કેબિનેટ નો ભાગ નથી તો તે દંગ રહી ગયા પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી લીધી અને પત્ની સાથે બેસી શપથ ગ્રહણ સમારોહ પણ જોયો.

image source

આ પછીના બે વર્ષ સુધી રાજીવ ગાંધી સાથે તેનું સમાધાન ન થયું. તેમણે બંગાળમાં 1986માં રાષ્ટ્રવાદી સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરી. જોકે ત્રણ વર્ષ પછી રાજીવ ગાંધી સાથે તેમનું સમાધાન થયું અને પાર્ટી કોંગ્રેસમાં ભળી.

image source

બીજી વખત પ્રણવદા સાથે આવું થયું 1991માં જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ. ચૂંટણી બાદ કોંગ્રેસ ફરી સત્તામાં આવી હતી. ત્યારે એવું લાગતું હતું કે પ્રણવદા ની સરખામણીમાં બીજો કોઈ ચહેરો વડાપ્રધાન પદનો દાવેદાર નથી. પરંતુ આ મોકો પણ તેમના હાથમાંથી નીકળી ગયો અને નરસિંહરાવ વડાપ્રધાન બન્યા, તે સમયે પ્રણવદા ને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા.

image source

વર્ષ 2004માં પણ આવું જ થયું કોંગ્રેસને 145 અને ભાજપને 138 બેઠક મળી સરકાર બનાવવા માટે કોંગ્રેસને સ્થાનિક પાર્ટી સાથે હાથ મિલાવવો પડ્યો. તે સમયે સોનિયા ગાંધી પાસે વડાપ્રધાન બનવાની તક હતી. પરંતુ તેમણે વડાપ્રધાન ન બનવાનું નક્કી કર્યું અને વડાપ્રધાન તરીકે નામ જાહેર કર્યું મનમોહન સિંહનું.. તે સમયે પણ ચર્ચા હતી કે પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનશે.

image source

2012 સુધી મુખર્જી મનમોહન સિંહની કેબિનેટમાં નંબર 2 નેતા રહ્યા. પ્રણવદાએ 2004 થી 06 સુધી રક્ષા, 2006 થી 09 સુધી વિદેશ અને 2009થી 12 સુધી નાણા મંત્રાલય સંભાળ્યું. તેમની ભૂમિકા યુપીએ સરકાર માટે હંમેશા સંકટમોચન ની રહી છે. વર્ષ 2012માં તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા. તેમને 70 ટકા વોટ મળ્યા હતા. આ તકે તેમણે કહ્યું હતું કે મને વડાપ્રધાન ન બનવાનો કોઈ રંજ નથી મનમોહનસિંઘ આ પદ માટે યોગ્ય વ્યક્તિ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span