VIDEO: વિદેશની ધરતી પર હોટલમાં અંદર પ્રવેશતા વેંત જ પ્રિતી ઝિન્ટા સાથે એવું બન્યું કે જેવું જીવનમાં ક્યારેય ન્હોતું બન્યું

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે ફિલ્મો અને ભારતથી દૂર હોય, પરંતુ વિદેશમાં હોવા છતાં તે હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. પ્રીતિ તેની જીવન જીવવાની સ્ટાઈલ અને રોજિંદા જીવન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે તેના ચાહકો સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હાલમાં જડ પ્રીતિ ઝિન્ટાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દુબઈની હોટલના ગેટ પર ઉભેલી જોવા મળી રહી છે. ત્યારબાદ જેવી જ તે ગેટમાંથી હોટલમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે કે તરત જ તેમનું આખું શરીર સેનેટાઈઝ થઈ જાય છે.

image source

આ પછી પ્રીતિ હોટલની અંદર આવે છે. પ્રિતિએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું- હોટલ પહોંચ્યા પછી મારી સાથે સૌથી મનોરંજક વાત બની હતી કે હું હોટલના ગેટ પાસે પહોંચતાની સાથે જ સેનિટાઇઝિંગ સ્પ્રે હતો, જેમાથી મને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરવામાં આવી હતી. આ ઘટનાએ મને સ્ટાર વોર્સની યાદ અપાવી દીધી. આ જોવાના અને મજા આવવાના ચક્કરમાં ફ્લાઇટનો થાક ભૂલાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિ ઝિન્ટાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો શેર થયાના થોડા કલાકોમાં જ વીડિયો 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો હતો. સાથે જ આ વીડિયો પર હજારથી વધુ ટિપ્પણીઓ મળી હતી. પરંતુ હજુ આ વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે.

image source

એટલે વ્યૂ અને કોમેન્ટોનો વરસાદ થવાની સંભાવના છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું – મેમ, તમારો જવાબ નથી. તે જ સમયે બીજાએ લખ્યું કે શાનદાર મેમ. હવે લોકો અવનવી ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રિતી ગેટ પાસેથી પ્રવેશે છે અને ઘટના બને છે. તેમજ બીજી એક ખાસ વાત નોંધવા જેવી છે કે પ્રિતી આ સમગ્ર ઘટનાનો આનંદ લઈ રહી છે અને તેના મોઢા પર સ્માઈલ અવિરત રહેતી જોવા મળી રહી છે.

image source

પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મ ‘દિલ સે’ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. દિલ સેમાં તેની ભૂમિકા માટે પ્રીતિ ઝિન્ટાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. હિન્દી સિનેમા સિવાય પ્રીતિ ઝિન્ટાએ તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

image source

તેની કારકિર્દી દરમિયાન અભિનેત્રીએ ‘સોલ્જર’, ‘ક્યા કહેના’, ‘ચોરી-ચોરી ચૂપકે ચૂપકે’, ‘દિલ ચાહતા હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘કલ હો ના હો’, ‘ફર્ઝ’, ‘વીર ઝારા’ જેવી અનેક ફિલ્મોમાં કામ કરીને બધાનુ દિલ જીતી લીધું હતું. ‘સલામ નમસ્તે’, ‘કભી અલવિદા ના કહેના’ અને ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી એ પણ ફેન્સને આજે દિલમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span