પરિવારજનોંને પણ ગર્વ છે આ રેલ્વે જવાન પર, કે જેમને બાળકી માટે ચાલતી ટ્રેનમાં પહોંચાડ્યુ હતુ દૂધ, જાણો આ આખા મામલા વિશે

ત્રણ દિવસ ભૂખી બાળકી માટે રેલ્વેનો જવાન દૂધ આપવા દોડ્યો ચાલતી ટ્રેનની પાછળ – રેલ્વેમંત્રી દ્વારા થઈ પ્રશંસા – જાણો શું છે આખો મામલો
આજે જ્યારે દેશ એક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે માણસાઈના વિવિધ રંગો જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોરોના વોરિયર્સમાં ગણાતી એવી પોલીસનો એક અલગ જ ચહેરો આ દરમિયાન જોવામાં આવ્યો છે.

image source

લોકડાઉન દરમિયાન પોલીસે પોતાની ફરજ ઉપરાંત પણ ઘણા બધા સદકાર્ય સમાજ માટે કર્યા છે. ભુખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરી છે તો વળી લોકડાઉનને સફળ બનાવવા માટે લોકો પર સતત જાપતો પણ રાખ્યો છે.
લોકડાઉન દરમિયાન સૌથી વધારે પીડા શ્રમિક વર્ગે ભોગવી છે અને તેવા શ્રમિક કે જેઓ પોતાના વતનથી દૂર બીજા રાજ્યોમાં મજૂરી કરી રહ્યા છે તેઓએ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે લોકડાઉન દરમિયાન કેટલાએ દિવસ મુશ્કેલીમાં વિતાવ્યા અને ત્યાર બાદ પોતાના વતન જવાની વાટ પકડી હતી. કેટલાક પગપાળા જવા નીકળ્યા તો કેટલાક ટ્રક ભાડે કરીને નીકળ્યા. જોકે ત્યાર બાદ વિવિધ રાજ્યોની સરકાર દ્વારા પણ તેમને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કવરામાં આવી.

image source

તાજેતરમાં મજૂરોને પોતાના વતન પાછા મોલકવા માટે ઘણી બધી શ્રમિક ટ્રેનો ઉપાડવામાં આવી છે. અને તેને લગતી જ એક રસપ્રદ અને સુંદર ઘટના હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. ભોપાલ રેલ્વે મંડળનો એક આરપીએફ કોન્સ્ટેબલ કે જેમનું નામ ઇંદર યાદવ છે તે ટ્રેનમાં સવાર મજૂર માતાપિતાની બાળકી માટે દૂધની બોટલ ચાલતી ટ્રેને પહોંચાડતો જતો હોય તેવી વિડિયો વાયરલ થઈ રહી છે.

image source

ઇંદર યાદવના આ માનવતા ભર્યા કૃત્ય માટે ખુદ રેલ્વે મંત્રીએ તેની પ્રશંસા કરી છે અને તેને સમ્માનિત પણ કરવામાં આવ્યો છે. જો કે ઇંદર જણાવે છે કે તેમણે જે કંઈ પણ કર્યું તે કોઈની પ્રશંસા પામવા માટે નહોતું કર્યું પણ માત્ર માનવતા દાખવવા અને પોતાની ફરજ નિભાવવા માટે જ કર્યું હતું.
વિડિયો વાયરલ થયા બાદ રેલ્વે મંત્રી પીયુષ ગોયલે જવાનની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને સમ્માન આપવાની જાહેરાત પણ કરી હતી તો વળી પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોનના જીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે કોન્સ્ટેબલને પાંચ હજાર રૂપિયાનું રોકડનું ઇનામ અને પ્રશંસા પત્ર પણ આપ્યો હતો.

ઘટનાક્રમ કંઈક આ રીતે ઘટ્યો હતો

image source

31મેના રોજ જ્યારે રેલ્વે સ્ટેશન પર શ્રમિક સ્પેશિયલ ટ્રેન આવી ત્યારે તેમાં સવાર મહિલા મુસાફર સાફિયા હાશમીએ બાળકી માટે દૂધની માંગ કરી અને આ જવાને પોતાના ફરજના ભાગરૂપે તેણીને દૂધનું પેકેટ લાવી આપ્યું. પણ અહીં થયું હતુ એવું કે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. પણ પેલી બાળકી દૂધ વગર વલખા ન મારે તે માટે યાદવે ચાલુ ટ્રેન પાછળ દોડીને તેને દૂધની બોટલ આપી હતી. અને આવું કરતી વખતે યાદવના મનમાં તેવી કોઈ જ ભાવના નહોતી કે તેઓ કંઈક ખાસ કરી રહ્યા છે.

આ ટ્રેન 31મે ના રોજ 8.45 વાગ્યાની બેલગામ કર્ણાટકથી ગોરખપુર જવા નીકળી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી સાફિયા હાશમીની ત્રણ મહિનાની દીકરી ત્રણ દિવસથી ભૂખી હતી. આ ત્રણ દિવસ બાળકીને તેના માતાપિતા પાણીમાં બિસ્કીટ પલાળી પલાળીને ખવડાવી રહ્યા હતા. તેઓ દરેક સ્ટેશન પર દૂધની તપાસ કરતાં પણ ક્યાંય તેમને દૂધ ન મળતું. છેવટે ભોપાલ ટ્રેન આવી પહોંચી અને આરપીએફ જવાન યાદવે તેમને દૂધની વ્યવસ્થા કરી આપી. પણ દૂધનું પેકેટ હાથમાં આવે ત્યાં તો ટ્રેન પણ દોડતી થઈ ગઈ હતી પછી ટ્રેનની પાછળ દોડીને યાદવે તેમને દૂધનું પેકેટ આપ્યું.

પણ આ આખી ઘટના રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. અને ધીમે ધીમે તે વિડિયો સમગ્ર સોશિયલ મિડિયા પર 2 જૂન સુધીમાં વયારલ થઈ ગયો. અને લોકો યાદવની પ્રશંસા કરવા લાગ્યા. ત્રીજી જૂને રેલ્વે મંત્રીના જોવામાં આ વિડિયો આવ્યો અને તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી તે વિડિયો શેર કર્યો અને તેની પ્રશંસા કરી. આ ઉપરાંત રેલ્વે મંત્રાલય, ડીઆરએમ, જીએમ તેમજ દેશની જાણીતી સાઇટ પર પણ વિડિયો શેર થયો. ત્યાર બાદ 4થી જૂને તેમને રોકડ ઇનામ અને પ્રશંસા પત્ર આપવાની જાહેરાત કરવામાં આવી. અને 5મી જૂને ભોપાલ રેલ્વે મંડળ પહોંચેલા પશ્ચિમ મધ્ય રેલ્વેના જીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે આરપીએફ કોન્સ્ટેબલ ઇંદર સિંહને પાંચ હજાર રૂપિયાનુ રોકડ ઇનામ અને પ્રશંસા પત્રથી સમ્માનિત કર્યા.

પરિવાર જનોને પણ ગર્વ છે આ રેલ્વે જવાન પર

image source

ઇંદર જણાવે છે કે તેમની પોતાની બે પુત્રીઓ છે, માટે જ જ્યારે મહિલા યાત્રિએ પેતાની દીકરી માટે દૂધની માંગણી કરી તો હું તેમની પીડા તરત જ સમજી ગયો. મારું આ કાયમી કામ છે અને મને તે કામ કરતાં ખુબ આનંદ મળે છે. જ્યારે આ વિડિયો બધે વાયરલ થયો અને મારી પત્ની અને માતાએ પણ તે જોયો ત્યારે તેમને મારા પર ખૂબ ગર્વ થયો. તેમની સાત વર્ષિય દિકરી આરાધ્યાએ પણ પિતાને કહી દીધું કે તેણીને તેમના પર ગર્વ છે. યાદવ આ બાબતને પોતાના જીવનની સૌથી મોટી સિદ્ધિ માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.