આનંદો: ભારતમાં PUBG કરી શકે છે કમબેક, જાણો કોની સાથે હોસ્ટ કરશે કંપની

ભારતમાં PUBG પાછું આવી શકે છે, હવે PUBG ગેમને માઈક્રોસોફ્ટ કલાઉડની સાથે હોસ્ટ કરી શકે છે કંપની.

જો આપ PUBG લવર્સ છો તો આપના માટે એક ખુશખબરીના સમાચાર આવ્યા છે. પોપ્યુલર મોબાઈલ ગેમ PUBG જલ્દી જ ભારતમાં જલ્દી જ કમબેક કરી શકે છે. PUBG મોબાઈલ ગેમ ભારત દેશમાં પાછા આવવા માટે માઈક્રોસોફ્ટ કંપની સાથે વાતચીત કરી રહી છે. PUBG મોબાઈલ ગેમ હવે ભારતમાં માઈક્રોસોફ્ટ કંપનીના કલાઉડ પ્લેટફોર્મ પરથી હોસ્ટ કરવામાં આવશે PUBGની પેરેન્ટ કંપની દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

image source

ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા સાયબર સિક્યોરીટીને અને દેશની સંપ્રભુતા પર ખતરો વધતો જતો હોવાના લીધે PUBG ગેમ એપને બેન કરી દેવામાં આવી હતી. તે સમયે પણ PUBGએ જાહેરાત કરી હતી કે, PUBG મોબાઈલ ગેમ એપ ભારતમાં કમબેક કરશે.

image source

સાઉથ કોરિયા દેશની કંપની ક્રાફ્ટન ઇક જેઓ PUBG કંપનીના ઓનર છે. તેઓ PUBG મોબાઈલના અધિકાર ધરાવે છે. તેમણે એક ડીલની જાહેરાત કરી છે. PUBG કંપનીએ આ ડીલ અમેરિકન ટેકનોલોજીની કંપનીની સાથે કરી છે હવે PUBG પ્રોડક્ટને ડાયરેક્ટ ક્રાફટન અને તેની સબ્સિડીયરી કંપનીના માધ્યમથી ઓપરેટ કરવામાં આવશે જેને માઈક્રોસોફ્ટ કંપનીની કલાઉડ સર્વિસ પરથી હોસ્ટ કરવામાં આવશે.

image source

મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, દિવાળીના તહેવાર પહેલા PUBG મોબાઈલ ગેમ કમબેક કરી શકે છે. PUBG મોબાઈલ ગેમ કંપની દિવાળીના તહેવાર પહેલા જ ભારત દેશમાં PUBG ગેમના માર્કેટિંગ કેમ્પેઈન કરવાનું શરુ કરી શકે છે. આ ઉપરાંત ભારત દેશમાં ભવિષ્ય માટેની કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી શકે છે.

image source

કેટલાક સમય પહેલા જ PUBG મોબાઈલ ગેમ એપની ભારતમાં પોતાની બધી જ સર્વિસને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. જયારે PUBG મોબાઈલ ગેમ એપ પોતાની સર્વિસની બંધ કરવાની જાહેરાત કરી રહી હતી ત્યારે કંપનીએ જણાવ્યું હતું કે, યુઝર્સના ડેટાની સુરક્ષાએ જ કંપનીની પ્રાથમિકતા રહે છે. PUBG મોબાઈલ ગેમ એપ કંપનીએ કહ્યું હતું કે, તે પહેલેથી જ ભારત દેશમાં લાગુ કરવામાં આવેલ ડેટા અને સુરક્ષાના નિયમોનું પાલન કરે છે.

image source

જો કે, PUBG મોબાઈલ ગેમ હવે ફરીથી ભારત દેશમાં કમબેક કરી શકે છે. ત્યારે ભારત દેશના PUBG ગેમના પ્લેયર્સ માટે ઘણી મોટી ખુશખબરી છે તેમ છતાં આ વખતે PUBG ગેમ પ્લેયર્સએ વિશેષ ધ્યાન રાખવું રહેશે. PUBG ગેમ એપના પ્લેયર્સ હવે ફરીથી ભારત દેશમાં પણ જોવા મળી શકશે. ત્યારે હવે PUBG ગેમ માઈક્રોસોફ્ટ કંપનીના માધ્યમથી ભારતમાં કમબેક કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.