રાધે માની એન્ટ્રી થઈ બિગ બોસમાં, ફી મામલે સૌથી ટોચ પર, વસૂલી લીધી તગડી ફી, આંકડો ખુબ ચોંકાવનારો

બિગ બોસના ફેન્સને ફાઈનલી શોની જાહેરાત પછી શાંતિ થઈ હતી. ત્યારે હાલમાં જ બિગ બોસ 14 શોના નવા પ્રોમો વીડિયોથી લોકોને વધારે રસ પડવા લાગ્યો છે. આ નવા પ્રોમો વીડિયોમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી આધ્યાત્મિક ગુરુ રાધે માં ‘બિગ બોસ 14’ ના ઘરે પ્રવેશ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં રાધે મા લાલ ડ્રેસમાં સજીધજીને આવી રહી છે અને સાથે જ હાથમાં ત્રિશૂળ પણ રાખ્યું છે. ભારતીય ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ અને ટીઆરપી મામલે ટોપમાં રહેતો રિયાલિટી શો બિગ બોસ 14ની નવી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાનના શોને લઇને ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

રાધે માં શોનો ભાગ બનવા માટે તગડી ફી લીધી

image source

દર વખતની જેમ આ શો માટે ઘણા મોટા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આધ્યાત્મિક ગુરુ રાધે માંનું નામ પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો માટે રાધેમાં સૌથી વધુ ફી વસુલનારી સ્પર્ધક બની છે. એક વેબસાઇટના અહેવાલ અનુસાર, રાધે માં શોનો ભાગ બનવા માટે તગડી ફી લઈ રહી છે. રિપોર્ટ અનુસાર, તેમને દર અઠવાડિયે આશરે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે, બિગ બોસ 14ના નિર્માતાઓએ રાધે માંની ફી અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

એન્ટ્રીની સાથે બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા છે.

image source

પોતાના દેખાવ અને નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી રાધે માંના દેશભરમાં મોટી સંખ્યામાં ભક્તો છે. હાલમાં જે વીડિયો બિગ બોસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રાધે માંની સાથે તેમના કેટલાક ભક્તો પણ જોવા મળી રહ્યા છે. એન્ટ્રીની સાથે બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘આ શનિવારે બિગ બોસના મકાનમાં કોની કૃપા વરસશે? બિગ બોસ 14 ગ્રાન્ડ પ્રીમિયર, 3 ઓક્ટોબર શનિવારે રાત્રે 9 વાગ્યે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાધે માં આ શોમાં શું કરશે અને દર્શકોનો ઉત્સાહ કેવો જોવા મળશે.

રાધે મા પર આવી વેબ સિરીઝ

image source

પોતાને માતા દુર્ગાનો અવતાર ગણાવતી વિવાદીત ગોડ મધર રાધે મા એક વાર ફરી ચર્ચામાં છે. રાધે મા ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહી છે. રાધે મા વેબસિરિઝ ‘રાહ દે મા’ એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં જ વેબસિરિઝ ‘રાહ દે મા’નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. આ સિરિઝ દ્વારા રાધે માના ભક્તોની સ્ટોરી વ્યક્ત કરવામાં આવશે. આ વેબ સિરિઝમાં રાધે મા પોતાના જ પાત્રમાં જોવા મળશે.

image source

આ સીરીઝની ખાસિયત એ છે કે આ મારફતે રાધે મા પોતાના રિયલ ભૂમિકા પ્લે કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેમની ભક્તોની વાર્તા જોવા મળશે.આ વેબ સિરિઝમાં તે ભક્તો જોવા મળશે જે દરેક સમયે તેની સાથે રહે છે. વેબ સિરિઝના પ્રોડ્યુસર રમન હાંડા છે. શૉનું શૂટિંગ રાધે માના ભવ્ય બંગલામાં થયું છે. મીડિયા સૂત્રોના મતે છેલ્લા કેટલાય સમયથી રાધે માના વિવાદ સામે આવ્યા હતા જેથી પોતાની છબિ સુધારવાનો આ પ્રયાસ છે. વેબસીરીઝનું શૂટિંગ રાધેમા બંગલામાં કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span