રગડા પેટીશ – આ ફેમસ સ્ટ્રીટ ફૂડ હવે બનશે પરફેક્ટ તમારા રસોડે જ તો ચાલો ફટાફટ શીખી લો…

રગડા પેટીશ :

ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર અને ગુજરતમાં સ્ટ્રીટ ફુડ તરીકે બહુજ જાણીતા એવા ભેળ, પાણીપૂરી, રગડો હજુ પણ લોકોના એટલા જ હોટ ફેવરીટ છે. રેસ્ટોરંટમાં ફાસ્ટ ફુડ તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓએ ભેળ, પાણીપુરી અને રગડાના સ્ટોલ હોય છે. હવે દરેક ઘરમાં પણ ગૃહિણીઓ અવાર નવાર બનાવતા હોય છે. નાસ્તામાં કે ડીનરમાં લઇ શકાય છે. બાળકો સાથે ઘરના દરેક લોકોને પણ ખાવા પસંદ પડે છે. આ બધી વાનગીઓ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે.

રગડા પેટીશ ચાટ ની જેમ મસાલેદાર હોય છે. જે એકવાર ટેસ્ટ કર્યા પછી વારંવાર ખાવાની ઇચ્છા થાય છે. રગડામાં મસાલેદાર સફેદ વટાણાની ગ્રેવી અને બટેટાની મસાલેદાર પેટીશ ખૂબજ સરસ સ્વાદ આપે છે. તેને સર્વ કરતી વખતે તેમાં ઉમેરવામાં આવતી ખટ્ટીમીઠી ચટણી, લસણની ફ્લેવર ફુલ ચટણી, બેસનની સેવ, બારીક કાપેલી ઓનિયન, કોથમરી વગેરેનો સ્વાદ લાજવાબ છે.

જો તમે ચટણી વગેરેનું પ્રી પ્રેપરેશન કરેલું હોય તો રગડા પેટીશ બનાવવી ખુબજ સરળ બની જાય છે. ઘરમાં જ ચટપટો નાસ્તો જલ્દી તૈયાર થઈ જાય છે.

તો આજે હું અહીં ટેસ્ટી તેમજ હેલ્ધી એવા રગડા પેટીશની રેસિપિ આપી રહી છું. તેને ફોલો કરીને તમે પણ સ્ટ્રીટ ફુડ ઘરમાં બનાવજો.

રગડા પેટીશ બનાવવા માટેની સામગ્રી :

 • 250 ગ્રામ સૂકા સફેદ વટાણા
 • 4-5 મિડિયમ સાઈઝ્ના બટેટા
 • 1 નાનુ બાઊલ બેસનની સેવ
 • 3 બારીક સમારેલી ઓનિયન
 • ½ કપ મીઠી લિક્વીડ ચટણી
 • ¾ ગ્રીન ચટણી
 • ½ કપ લસણની લાલ ચટણી –ખાંડેલી
 • કોથમરી જરુર મુજબ

સૌ પ્રથમ 7-8 કલાક, 250 ગ્રામ સૂકા સફેદ વટાણા બરાબર 2-3 વાર પાણીથી ધોઇને હુફળા પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ વટાણામાં થોડી હળદર અને મીઠું ઉમેરી, જરુર મુજબ પાણી ઉમેરી, તેને 4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરી લ્યો. કૂકર બરાબર ઠરી જાય પછી જ ખોલો, જેથી વટાણા જોઇએ તેવા બફાઇ જાય.

4-5 મિડિયમ સાઈઝના બટેટા ધોઈને, વધારે પાણી ચડી ના જાય એ રીતે 3 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો. બફાઇ જાય એટલે છાલ કાઢી મેશ કરી લ્યો. લસણ અને લાલ મરચાની ખાંડેલી ચટણી જરુર મુજબ લઈ તેમાં પાણી ઉમેરી થોડી રેડી શકાય તેવી પાતળી બનાવી લ્યો.

પેટીશ બનાવવા માટેની સામગ્રી :

 • બાફીને મેશ કરેલા બટેટા
 • 1 ½ ટી સ્પુન આદુ મરચા લસણની પેસ્ટ
 • સોલ્ટ જરુર મુજબ
 • લાલ મરચુ પાવડર
 • 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
 • 3 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ
 • પિંચ સુગર
 • 1 ટી સ્પુન લેમન જ્યુસ

પેટીશ બનાવવાની રીત:

એક બાઉલમાં બાફેલા, છાલ કાઢેલા બટેટા લઈ મેશ કરી લ્યો.

હવે તેમાં 1 ½ ટી સ્પુન આદુ મરચા લસણની પેસ્ટ, સોલ્ટ જરુર મુજબ, લાલ મરચુ પાવડર, 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, 3 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ, પિંચ સુગર અને 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી બરાબર મિક્ષ કરી તેને 10 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ હથેળીઓ ઓઇલથી ગ્રીસ કરી તેમાંથી બોલ્સ બનાવી ચપટા કરી તેને પેટીશનો શેઇપ આપો. તેમાંથી 14 પેટીશ બનશે.

તમે તમારી મનગમતી સાઈઝ્ની પેટીશ બનાવો. બનાવીને થોડી વાર બાજુએ રાખો.

સર્વ કરવા સમયે તેને શેલો ફ્રાય કરવાની છે. કેમેકે ગરમ સર્વ કરવાની છે.

રગડો બનવવા માટેની સામગ્રી :

 • બાફેલા સફેદ વટાણા
 • 1 ટેબલ સ્પૂન ઓઇલ
 • ½ ટી સ્પુન આખુ જીરુ
 • 1 સુકુ લાલ મરચુ
 • પિંચ હિંગ
 • 1 ½ ટેબલ સ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • ½ ટી સ્પુન હળદર પાવડર
 • 1 ½ ટેબલસ્પુન ધણાજીરુ પાવડર
 • ¾ કપ પાણી
 • જરુર મુજબ સોલ્ટ – કેમકે વટાણા બાફવામાં સોલ્ટ ઉમેરેલ છે.
 • પિંચ ગરમ મસાલો
 • 1 ટેબલ સ્પુન આમલીનો પલ્પ
 • ½ ટેબલ સ્પૂન ગોળ
 • 1 ટેઅબ્લ સ્પુન લસણની લિકવિડ બનાવેલી ચટણી
 • ½ લેમનનો જ્યુસ
 • 1 ટી સ્પુન બારીક કાપેલી કોથમરી

રગડો બનવવાની રીત:

બાફેલા સફેદ વટાણાને કુકરમાં જ મેશર વડે અધકચરા મેશ કરી લ્યો. એક બાજુ રાખો.

ત્યારબાદ એક પેનમાં 1 ટેબલ સ્પુન ઓઇલ મૂકો. તેમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ મૂકી ગરમ કરો.

હવે તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ અને 1 સુકુ લાલ મરચુ ઉમેરી સાંતળો.ત્યારબાદ તેમાં પિંચ હિંગ ઉમેરો.

હવે તેમાં 1 ½ ટેબલ સ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરી કલર ચેંજ થાય ત્યાં સુધી સાંતળી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટેબલસ્પુન ધણાજીરુ પાવડર ઉમેરી મિક્ષ કરી 30 સેકંડ સાંતળો.

હવે તેમાં ¾ કપ પાણી ઉમેરી 1 મિનિટ કૂક કરો.

તેમાંથી ઓઇલ છૂટું પડતું દેખાય એટલે તેમાં મેશ કરેલા વટાણા તેમાં ઉમેરી દ્યો.

વટાણા વધારે આખા દેખાતા હોય તો મેશર વડે ફરી થોડા મેશ કરી રગડા જેવા બનાવો.

હવે તેમાં જરુર મુજબ સોલ્ટ –( કેમકે વટાણા બાફવામાં સોલ્ટ ઉમેરેલ છે), પિંચ ગરમ મસાલો, 1 ટેબલ સ્પુન આમલીનો પલ્પ, ½ ટેબલ સ્પૂન ગોળ, 1 ટેબલ સ્પુન લસણ ની લિકવિડ બનાવેલી ચટણી અને ½ લેમનનો જ્યુસ ઉમેરી મિક્ષ કરો.

બધું બરાબર મિક્ષ કરી લ્યો. જો વધારે ઘટ્ટ લાગતું હોય તો, તેમાં થોડું પાણી ઉમેરેને રગડા જેવી કસેસટંસી થાય તેટલું પાણી ઉમેરી મિડિયમ ફ્લૈમ પર થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

હવે તેમાં 1 ટી સ્પુન કોથમરી ઉમેરી ફ્લૈમ બંધ કરો.

રગડા પેટીશ માટેનો ગરમા ગરમ રગડો રેડી છે.

પેટીશ શેલો ફ્રાય કરવાની રીત :

એક નોન સ્ટીક તવામાં શેલો ફ્રાય કરવા માટે જરુર મુજબ થોડું જ ઓઇલ લઈ ગરમ કરો. હવે તેમાં બનાવેલી 3 થી 4 પેટીશ એક સાથે શેલો ફ્રાય કરવા માટે મૂકો.

ફ્લૈમ મિડિયમ સ્લો રાખો.

હવે નીચેની એક બાજુ પેટીશ શેલો ફ્રાય થઈ ગોલ્ડન કલરની થઈ જાય એટલે તેને બીજી બાકીની બાજુ ફેરવીને શેલો ફ્રાય કરો.

બીજી બાજુ પણ ગોલ્ડન કલરની ફ્રાય થઈ જાય એટલે તેને પ્લેટમાં ટ્રાંસફર કરો.

આ રીતે બધી પેટીશ ગોલ્ડન શેલો ફ્રાય કરો.

ફ્લૈમ ઓફ કરી ગરમ તવામાં જ બધી પેટીશ ફરી રાખી દ્યો. જેથી પેટીશ પણ ગરમા ગરમ સર્વ કરી શકાય.

(તવાને ગેસ પરથી નીચે ઉતારી લ્યો. જેથી પેટીશ ઓવર કૂક ના થઈ જાય ).

હવે ગરમા ગરમ રગડો અને પેટીશ સર્વ કરવા માટે રેડી છે.

સર્વ કરવાની રીત :

એક સર્વિંગ બાઉલ લઈ તેમાં સૌ પ્રથમ 2 મોટા ચમચા જેટલો ગરમ રગડો મૂકો. ત્યારબાદ તેમાં 2 ગરમ પેટીશ મૂકો.

ફરી પેટીશ પર 3 ચમચા જેટલો રગડો મૂકો.

હવે તેના પર તમારા સ્વાદ મુજબ લાલ લસણની થોડી ઢીલી ચટણી અને કોથમરી મરચાની ગ્રીન ચટણી સ્પુન વડે મૂકો.

હવે તેના પર બારીક સમારેલી થોડી કોથમરી અને બારીક કાપેલા ઓનિયનના પીસ મૂકો.

હવે તેના પર 1 ટેબલ સ્પુન જેટલી થોડી લિકવીડ મીઠી ચટણી ઉમેરો. (પિકચરમાં બાતવેલ છે).

તેના પર ફરી ½ ટી સ્પુન જેટલી લાલ લસણની ચટણી મૂકી ગરમા ગરમ સર્વ કરો.

બધાને આ ચટપટી તેમજ ટેન્ગી રગડા પેટીશ ખૂબજ ભાવશે. બાળકોને આ ટેસ્ટ ખૂબજ ભાવશે.

બનાવવામાં ખૂબજ સરળ એવી આ રગડા પેટીશ તમે પણ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.