જાણો એક એવા રેલવે સ્ટેશન વિશે, જેમાં ટિકિટ લેશો મહારાષ્ટ્રમાંથી અને બેસશો ગુજરાતમાંથી…

યુરોપ ખંડમાં ઘણા બધા નાના-નાના દેશ આવેલા છે. તેમાંના કેટલાક દેશોની સરહદ પર એવું બનતુ હોય છે કે ઘરનું આંગણું એક દેશમાં હોય તો ઘરનો પાછળનો ભાગ બીજા દેશમાં હોય. જો બોર્ડર પર હોટેલ આવેલી હોય તો હોટેલના રૂમનો ટીવી વાળો ભાગ બીજા દેશમાં આવેલો હોય તો બેડવાળો ભાગ બીજા દેશમાં આવેલો હોય છે.

image source

આપણા ભારતમાં પણ આ જ પ્રકારનું રાજ્યોની સરહદ પર વહેંચાયેલું એક રેલ્વે સ્ટેશન આવેલું છે. આપણા બધા માટે ટ્રેનનની સફર હંમેશા આકર્ષક અને રોમાંચક રહેતી હોય છે. તમે પણ જીવનમાં કેટલીકવાર ટ્રેનની મુસાફરી કરીજ હશે. તમે સ્ટેશન પરથી ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પરથી ટ્રેન પકડી હશે. પણ શું તમે જાણો છો કે દેશમાં એક સ્ટેશન એવું પણ આવેલું છે જ્યાં એક રાજ્યમાંથી ટીકીટ ખરીદીને બીજા રાજ્યથી ટ્રેન પકડવી પડે છે. હા, આ ખાસ સ્ટેશનનું નામ છે નવાપુર જ્યાં ટ્રેનનું એન્જિન કોઈ એક રાજ્યમાં હોય છે તો તેના ગાર્ડનો ડબ્બો કોઈ બીજા રાજ્યમાં હોય છે.

image source

કેન્દ્રિય રેલ મંત્રી પિયુષ ગોયલે પોતે જ ટ્વીટ કરીને આની જાણકારી શેર કરી હતી. રેલ મંત્રીએ ટ્વીટ કરતા લખ્યું છે કે શું તમે જાણો છો કે દેશમાં એક એવું રેલ્વે સ્ટેશન પણ આવેલું છે જે એક સાથે બે રાજ્યોમાં સ્થિત છે ? સૂરત-ભુસાવલ લાઈન પર આવેલું નવાપુરનું આ સ્ટેશન છે, જ્યાં સ્ટેશનની વચ્ચોવચ બે રાજ્યોની બોર્ડર પડે છે.

માટે જ આ સ્ટેશનનો અરધો ભાગ ગુજરાતમાં તો બાકી અરધો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે. આ એકલું એવું રેલ્વે સ્ટેશન છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો અંતર્ગત આવે છે. અહીં રેલ્વે સ્ટેશનના એક છેડા પર ગુજરાત રાજ્યનું બોર્ડ લાગેલું છે તો બીજા છેડા પર મહારાષ્ટ્રનું બોર્ડ લાગેલું છે. સૌથી અનોખી વાત એ છે કે અહીં ટિકિટ કાઉંટર મહારાષ્ટ્રમાં પડે છે, જ્યારે સ્ટેશન માસ્ટર ગુજરાતની સીમામા બેસે છે. ટ્રેનમાં ચડવા માટે ગુજરાતવાળા ભાગમાં જવું પડે છે.

image source

સ્ટેશન પર એક બેંચ એવી પણ છે, જેનો અરધો ભાગ મહારાષ્ટ્રમાં તો અરધો ભાગ ગુજરાત હેઠળ આવે છે. જેના કારણે આ સ્ટેશનની બેંચ પર બેસનારા વ્યક્તિએ એ ધ્યાન આપવું પડે છે કે તેઓ કયા જ્યમાં બેઠા છે. માત્ર એટલું જ નહીં પણ આ સ્ટેશન પર ચાર અલગ અલગ ભાષાઓ એટલે કે હિંદી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં અનાઉંસમેન્ટ કરવામાં આવે છે, જેથી કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોથી આવનારા મુસાફરો તેને સમજી શકે.

વિભાજન પહેલાં જ બની ગયું હતું આ સ્ટેશન

image source

વાસ્તવમાં નવાપુર મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાનો એક તાલુકો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજન પહેલાં જ આ સ્ટેશન બની ગયું હતું અને વિભાજન બાદ આ સ્ટેશનમાં કોઈ જ પરિવર્તન નથી કરવામાં આવ્યું તેને પરિણામે આ સ્ટેશન બન્ને રાજ્યમાં આવે છે.

સોશિયલ મડિયા પર પહેલાં પણ વાયરલ થઈ ગયું છે આ સ્ટેશન

image source

થોડા સમય પહેલા આ સ્ટેશનની એક બેન્ચની તસ્વીર વાયરલ થઈ હતી, જેમાં બેંચને વચ્ચે સફેદ લાઈનથી વહેંચવામાં આવી છે. બેંચના એક ભાગ પર ગુજરાત લખ્યું હતું તો બીજા ભાગ પર મહારાષ્ટ્ર લખ્યું હતું. આ તસ્વીરને જોઈને ઘણા બધા લોકોએ રમૂજ પણ કરી હતી.

image source

એક ટ્વિટર યુઝરે આ વિષે મઝાક કરતા લખ્યુ હતું કે એક ભાગમાં બેસીને દારૂ પી શકીએ છીએ, પણ બીજા ભાગમાં બેસીને તેમ નથી કરી શકતાં, કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે જ્યારે મહારાષ્ટ્રમાં દારૂ પર કોઈ જ પ્રતિબંધ નથી. આમ જોવા જઈએ તો આ વાત ખોટી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span