ચોમસાના વિદાય વખતે પણ ખાબક્યો કચ્છ-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, વીજળી પડવાથી થયા લોકોના મોત અને ફરીથી કરાઇ આગાહી

આમ તો હાલમાં સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં આ વર્ષે વરસાદ હજુ બંધ થવાનું નામ નથી લેતો. ખેડૂતો પણ હવે તો કંટાળી ગયા છે, કારણ કે તેને આ વધારાના વરસાદના કારણે પાકમાં પારાવાર નુકસાન થયું છે. ત્યારે હવે ફરીથી વરસાદ અને વીજળીના કારણે મોતના સમાચાર આવતા ચકચાર મચી ગઈ છે. લાંબા વિરામ બાદ વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

image source

આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો થયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ ધોમમાર વરસાદના પગલે એક કલાકમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રવિવારે બપોરે બાદ માળિયા મિયાણાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજમાં પણ વીજળી પડવાથી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરૂ થયેલા વરસાદથી વાતાવરણ દરામણું બની ગયું હતું આ દરમિયાન માળીયા મિયાણા મંદરકી ગામે વીજળી પડતા સવિતાબેન હરિભાઈ અગેચણિયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.તો.વાવડી ગામમાં એક મકાનનીં છત અને રંગપર ગામમાં એક મંદિરમાં વીજળી પડી જાનહાની થઇ ન હતી. સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છમાં પણ આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

image source

ત્યારબાદ તો વાત કરીએ તો કચ્છના લખપત, પાનધ્રો, માતાના મઢ, દયાપર, મિઢિયારી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના તેરા, બીટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના નેત્રા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. પછી જો ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વહેલી સવારથી અસહ્ય ગરમી તેમજ બફારા બાદ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

image source

ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં 3.5થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં અંદાજે 1.5 ઇંચ પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી સહિતના ખેત પેદાશોને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મૂકાયો છે તેવું લાગી રહ્યું છે. રવિવારે વહેલા પરોઢિયે અને બપોર બાદ ફરીવાર મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

image soucre

અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના શાક માર્કેટ વિસ્તાર, રવાપર રોડ, માધાપર વિસ્તાર, નેહરુગેટ ચોક, પરાબજાર ગાંધી ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 29 મીમી અને ટંકારામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જો કે, અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો. વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના સાબારકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સર્જાઈ હતી.

જૂલાઈ મહિનામાં પણ આવ્યો હતો મોતનો રિપોર્ટ

image soucre

જૂલાઈમાં રિપોર્ટ આવ્યો હતો કે ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદથી 26 લોકોના મોત થયા હતા. તેમજ 110 પશુઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 4ના મોત થયા છે. ગાંધીનગરમાં 2ના મોત થયા છે. વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. રાજયના 5 સ્ટેટ હાઇવે અને 124 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓલપાડમાં 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.