આના કારણે થઈ ‘ખટ્ટા-મીઠ્ઠા’ના ફેમસ એકટર રણજીત ચૌધરીની મોત, ભાઈએ કર્યો ખુલાસો.

આના કારણે થઈ ‘ખટ્ટા-મીઠ્ઠા’ના ફેમસ એકટર રણજીત ચૌધરીની મોત, ભાઈએ કર્યો ખુલાસો.

‘ખટ્ટા-મીઠ્ઠા’ અને ‘ખુબસુરત’ જેવી ફિલ્મોમાં જોવા મળેલ એકટર રણજીત ચૌધરી હવે આ દુનિયામાં નથી રહ્યા. તે સમયે તેમની મૃત્યુના કારણની જાણકારી નહોતી મળી. હવે એક ઇન્ટરવ્યુમાં રણજીતના ભાઈએ તેમની મૃત્યુના કારણનું રહસ્ય ખોલી દીધું છે.

image source

‘ખટ્ટા-મીઠ્ઠા’ અને ‘ખુબસુરત’ જેવી ફિલ્મોમાં જોવા મળેલ એક્ટર રણજીત ચૌધરી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે ૧૫ એપ્રિલના રોજ ૬૫ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. રણજીતની બહેનએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના મૃત્યુની જાણકારી આપી હતી. પરંતુ તે સમયે તેમની મૃત્યુના કારણની કોઈ ખબર પડી હતી નહી. હવે એક ઇન્ટરવ્યુમાં રણજીતના ભાઈ Quasar એ ભાઈના મોતના કારણ પરથી પરદો ઉઠાવ્યો છે.

Quasar એ કહ્યું કે, ‘સોમવાર રાતના સમયે બ્રીચ કેંડી હોસ્પિટલમાં અમે લોકોએ રણજીતને એડમીટ કર્યા હતા, તેમને એકાએક જ પેટમાં તકલીફ થઈ ગઈ હતી. મંગળવારના રોજ ઓપરેશન થયું, પરંતુ સર્જરી તેમના માટે યોગ્ય સાબિત થઈ નહી અને બુધવારના તેમની મૃત્યુ થઈ ગઈ.’ તેઓ આગળ કહે છે કે, ‘સર્જરી પછી કદાચ જ રણજીતએ કોઈની સાથે વાત કરી હોય. મને નથી લાગતું કે સર્જરી પછી તેઓ ઉઠ્યા પણ. અંતિમ સંસ્કારને લઈને અમને ચિંતા હતી પરંતુ ચંદનવાડીના બધા લોકોએ સહયોગ આપ્યો.’

image source

Quasarએ ભાઈ રણજીતની સુની વિદાઈને લઈને દુઃખ પ્રગટ કર્યું. તેઓ કહે છે કે, ‘લોકડાઉનના લીધે કોઇપણ તેમને અંતિમ વિદાઈ આપવા આવી શક્યા નહી. અમે પાંચ થી દસ વ્યક્તિઓ જ હતા. આટલા સારા એક્ટરને લોકો વગર જ અલવિદા કહેવું પડ્યું. હું પોતે તેમના લેખનનો ફેન હતો.’

અધૂરું રહી ગયું રણજીતનું આ સપનું.:

image source

Quasar એ રણજીતના અધૂરા સપના વિષે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, રણજીત કોઈ ફિલ્મ આઈડિયાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને રીલીઝ કરવા ઈચ્છતા હતા. એક ફિલ્મના ચાર થી છ ભાગમાં સિરીઝની જેમ રીલીઝ કરવી તેમના માટે એક પડકાર હતો. તેમણે પોતાના કરિયરની શરુઆતના દિવસોમાં માલગુડી ટીમની સાથે સમય વિતાવતા હતા અને લેખન તેમની અંદરની પ્રતિભા હતી.

રણજીત ઘણા સમય પહેલા પોતાની પત્ની માલિનીથી અલગ થઈ ગયા હતા. તેમને એક દીકરો અવિષય પણ છે. લોકડાઉનના કારણે તે લોકો રણજીતને છેલ્લીવાર જોઈ પણ શક્યા નહી.