વાંચો દુનિયાની એ રહસ્યમયી ઘાટી વિશે, જેનું લોકેશન નથી મળતુ ક્યાંય, જે જાય છે શોધવા એ થઇ જાય છે ગાયબ

આ વિશ્વના અનેક સ્થાનો એવા છે જે રહસ્યોથી ભરપૂર છે. અને જેના વિષે મોટાભાગના લોકો જાણતા નથી. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક સ્થાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે એવું કહેવાય છે કે આ સ્થાન હજુ કોઈ શોધી જ નથી શક્યું. જો કે એવું કહેવાય છે કે આ સ્થાન અરુણાચલ પ્રદેશ અને તિબ્બત વચ્ચે ક્યાંક છે. પરંતુ તેનું ચોક્કસ લોકેશન કોઈ નથી આપી શક્યું.

image source

આ રહસ્યમયી સ્થાનને ” શાંગરી લા ” ખાડી ના અણ્ણમથી ઓળખવામાં આવે છે. આ ખાડીને વાયુમંડળના ફોર્થ ડાયમેંશન એટલે કે સમયથી પ્રભાવિત જગ્યાઓ પૈકી એક ગણવામાં આવે છે. અને તેના વિષે એવું પણ કહેવાય છે કે ત્યાં સમય થંભી જાય છે અને તે આગળ નથી ચાલતો. તેનો મતલબ એમ થયો કે ત્યાં જે ઉંમરનો માણસ જાય તે વર્ષો બાદ પણ એ જ ઉંમરનો રહે.

image source

પ્રખ્યાત લેખક અરુણ શર્માએ પોતાના પુસ્તક ” તિબ્બત કી વો રહસ્યમય ઘાટી ” માં આ ” શાંગરી લા ” નો ઉલ્લેખ કર્યો છે. જે અનુસાર યુતસુંગ નામના એક લામાએ તેમને કહ્યું હતું કે ” શાંગરી લા ” ખાડીમાં કાળનો પ્રભાવ નગણ્ય છે અને ત્યાં મન, પ્રાણ અને વિચાર કરવાની શક્તિઓ ખાસ સીમાઓ સુધી વધી જાય છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, જો આ સ્થાન પર એટલે કે ” શાંગરી લા ” ખાડી પર કોઈ વસ્તુ કે માણસ અજાણતા પણ પહોંચી જાય તો તે આ દુનિયામાં પરત ફરી નથી શકતો.

image source

જો કે યુતસુંગના કહેવા મુજબ તે પોતે આ ” શાંગરી લા ” ખાડીમાં જઈને પરત આવી ચુક્યા છે. અને તેનો દાવો હતો કે ત્યાં સુરજ કે ચંદ્ર કઈં નથી. અને ચારેબાજુએ રહસ્યમયી પ્રકાશ ફેલાયેલો હતો. તિબ્બતી ભાષાના એક પુસ્તક ” કાલ વિજ્ઞાન ” માં પણ આ રહસ્યમયી ખાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ પુસ્તક આજે પણ તિબ્બતના તવાંગ મઠની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.

image source

દુનિયાભરમાંથી અનેક લોકો આ રહસ્યમયી ખાંડીને શોધવા માટેના નિષ્ફળ પ્રયાસો કરી ચુક્યા છે. કહેવાય છે કે જે લોકો આ ખાડીને શોધવા નીકળેલા તે પૈકી કેટલાક લોકો હંમેશા માટે ગાયબ પણ થઇ ચુક્યા છે. એવું પણ કહેવાય છે કે ચીનની સેનાએ પણ આ ખાડીને શોધવા બહુ મહેનત કરી હતી પરંતુ તેમને પણ સફળતા નહોતી મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.