રિયલ હીરો: વિદ્યાર્થીનીઓને સ્કૂલે જવા નહોતી સાયકલ, તો સોનુ સુદે આખા ગામની દીકરીઓ માટે મોકલાવી દીધી સાયકલો

આપણા સમાજમાં અમુક એવા માણસો પણ રહે છે જેઓ ફક્ત પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે જ કામ નથી કરતા પરંતુ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને યથાશક્તિ મદદ કરવાનું કામ પણ કરે છે. અને આવા કામ કરીને તેઓના મનને જે સંતોષ મળે છે તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

image source

આવો જ કપરો સમય લોકડાઉનનો હતો. ત્યારે લોકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા ગરીબ પરિવારોની વ્હારે અનેક લોકો આવ્યા હતા જેમાં એક બૉલીવુડ એકટર સોનુ સુદ પણ હતો. એ સમયમાં ગરીબો અને બીજા રાજયમાં ફસાયેલા મજૂરોને સોનુ સુદે જે રીતે મદદ કરી હતી તે ખરેખર સરાહનીય હતી. હજુ પણ સોનુ સુદની એ સેવાભાવના ચાલુ જ છે અને તાજેતરમાં જ તેણે સ્કૂલમાં ભણવા માટે જતી વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીમાં મદદ કરવાની જાહેરાત કરી હતી. શું હતો એ કિસ્સો આવો જાણીએ.

તાજેતરમાં જ સંતોષ ચૌહાણ નામના એક ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટ સંદેશમાં સોનુ સુદને ટેગ કરી જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં એવી હજારો.વિદ્યાર્થીનીઓ હશે જેને 5 માં ધોરણ બાદ મજબૂરીને લઈને ફરજીયાત અભ્યાસ છોડી દેવો પડે છે.

image source

સંતોષ ચૌહાણે લખ્યું કે સોનુ સુદ જી, અમારા ગામમાં એવી 35 વિદ્યાર્થીનીઓ છે જેને ભણવા માટે 8 થી 15 કિલોમીટર સુધી જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડે છે અને આ 35 વિદ્યાર્થીનીઓ પૈકી અમુક પાસે જ સાયકલ છે. વળી, આ વિસ્તાર નક્સલ પ્રભાવિત હોવાથી વિદ્યાર્થીનીઓના પરિવારજનો તેઓને ભયના કારણે આગળ અભ્યાસ કરવા નહીં દે, જો તમે આ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાવી શકો તો તેમનું ભવિષ્ય સુધરી જાય.

image source

સંતોષ ચૌહાણની આ માંગણીને સોનુ સુદે ધ્યાને લીધી અને ભરોસો અપાવ્યો કે તે દરેક વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટ આપશે. આ બાબતે સોનુ સુદે સંતોષની ટ્વિટને મેંશન રીપ્લાય કરતા જણાવ્યું કે ” ગામની દરેક છોકરી પાસે સાયકલ હશે અને દરેક છોકરી ભણશે. તમે તેમના પરિવારજનોને કહી દેજો કે સાયકલ પહોંચી રહી છે, બસચા તૈયાર કરીને રાખે.. ”

image source

ઉલ્લેખનીય છે કે સોનુ સુદ ફિલ્મોમાં વિલન ભલે હોય પણ રિયલ લાઈફમાં હીરો સાબિત થઈને રહ્યો છે. અનેક લોકોને તે માનવતાવાદી કાર્યો માટે મદદ કરી રહ્યો છે.

image source

આ લખનારનું અંગત મંતવ્ય એમ પણ છે કે અમુક બૉલીવુડ એક્ટરો જેઓ ચમચાગિરી અને સ્ટેજ પર ઉછળકૂદ કરવામાંથી નવરા નથી થતા તેઓએ સોનુ સુદમાંથી બોધપાઠ લેવો જોઈએ.