રિયા ચક્રવર્તી વિશે થયો ચોંકાવનારો ખુલાસો, 28 દિવસ સુધી જેલમાં કરવું પડ્યું આ કામ, જમવાનું પણ જેલનું અને સાથે…

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ પ્રેક્યોર કરવાના આરોપમાં NCBએ રિયાને જેલ ભેગી કરી દીધી હતી. બોલિવૂડ એક્ટ્રેસ રિયા જેલમાં એક મહિનો રહી અને હવે જામિન પર તે બહાર આવી છે. ભાયખલા જેલની બહાર રિયાને આવવા માટે ઘણુ એડીચોટીનુ જોર લગાવવુ પડ્યું. રિયા જેલની બહાર આવી પરંતુ શોવિકને હજુ જેલમાં જ રહેવુ પડશે. ત્યારે બધાને એ જાણવામાં રસ છે કે આખરે રિયાએ એક મહિનો જેલમાં શું કામ કર્યું અને શું એમનું રુટિન હતું. રિયાના વકીલ સતિષ માનશિંદેએ જણાવ્યું છે કે રિયાએ જેલમાં પોતાનો સમય કેવી રીતે પસાર કર્યો.

રિયાને બંગાળની વાઘણ તરીકે ગણાવી

image source

વકીલે કહ્યું કે એક મહિના માટે જેલમાં રિયાનું શું રૂટિન હતું અને તે જેલમાં શું કરતી હતી. એક ટીવી સાથેની વાતચીતમાં સતિષ માનશિંદે રિયાને બંગાળની વાઘણ તરીકે ગણાવી હતી. માનશિંદેનું કહેવું છે કે, જેલમાં રહીને રિયાએ પોતાને ખૂબ જ સકારાત્મક રાખવાનો પ્રયત્ન કર્યો છે અને હવે બહાર આવ્યા બાદ તે પોતાની છબી ઠીક કરવા માટે લડશે. આ વાતચીતમાં રિયાના વકીલે કહ્યું કે હું આટલા વર્ષો પછી એક ક્લાઈંટને જોવા માટે વ્યક્તિગત રીતે જેલમાં ગયો હતો, કારણ કે તપાસ એજન્સીઓ તેની પાછળ પડી હતી અને તેને પરેશાન કરવામાં આવી રહી હતી.

જેલમાં કેદીઓને યોગ શીખવતી હતી

image source

વકીલે કહ્યું કે, હું તે જોવા માંગતો હતો કે તે જેલની અંદર કેવી રીતે રહેતી હતી. તે જેલની અંદર સારી રીતે જીવે છે તે જોવું મારા માટે આનંદકારક હતું. તેણે જેલમાં પોતાની સારી સંભાળ રાખી છે. માનશિંદેએ આગળ જણાવ્યું કે તે જેલના કેદીઓ માટે યોગના વર્ગ ચલાવતી હતી. તે જેલમાં કેદીઓને યોગ શીખવતી હતી. તેણે જેલ પ્રમાણે પોતાને સારી રીતે એક્જેસ કરી લીધી હતી. કોરોના રોગચાળાને લીધે તેને ઘરનું ખાવાનું મળી શક્યું નહીં. તેથી તેણે જેલનું જ ખાવાનું મળતું હતું. તે સામાન્ય મહિલાની જેમ કેદીઓ સાથે રહેતી હતી.

બુધવારે સંભળાવ્યો નિર્ણય

image soucre

બુધવારે મુંબઇ હાઇ કોર્ટે કુલ 5 લોકોની જામિન અરજી પર નિર્ણય સંભળાવ્યો. રિયા, દિપેશ અને મિરાન્ડાને જામિન પર છોડ્યા છે. હાઇકોર્ટે જામિન તો આપી પરંતુ તેનો પાસપોર્ટ જમા કરી લેશે. જેથી તે દેશની બહાર ન જઇ શકે. શહેરની બહાર જવા માટે પણ તેણે પોલિસની પરમિશન લેવી પડશે.

ક્યારે થઈ હતી ધરપકડ

image source

રિયા ચક્રવર્તીને એનસીબીએ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. રિયાની ધરપકડ બાદ તેની સાથે કડક રીતે પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા તો ઘણા દિવસો સુધી સીબીઆઇએ પૂછપરછ કરી હતી. બાહમાં એનસીબી આવી તો અચાનક એક્શન વધી ગયા હતા. રિયા ચક્રવર્તીને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. રિયાએ તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. સાથે જ તેને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવુ પડશે. તમને જણાવી દઈએ કે, એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ લાવવાનો અને વેચવાનો આરોપ છે.

આ કારણે થઈ જેલભેગી

image source

રિયા અને તેના ભાઈ શૌવિકની ઘણી ડ્રગ્સ ચેટ પણ સામે આવી ચૂકી હતી. સેમ્યુઅલ મિરાન્ડાની સાથે પણ રિયાની ડ્રગ્સ ચેટનો ખુલાસો થયો હતો. આ તમામ ચેટ્સ સામે આવ્યા બાદ રિયા, સેમ્યુઅલ, શૌવિકની એનસીબીએ ધરપકડ કરી હતી. રિયા અને શૌવિક સામે એનસીબીને ગંભીર પુરાવા મળતા તેમની ધરપકડ કરી ભાયખલા જેલમાં બંધ કરી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span