લોકડાઉનમાં ગરીબો માટે મસીહા બન્યો આ હૈદરાબાદી, શરૂ કર્યું Rice ATM

કોરોના મહામારી બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ઘણા લોકની નોકરી જતી રહી છે. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું કપરુ થયું છે. ઘણા લોકોને બે ટાઈમનું ભોજન મેળવવામાં પણ ફાંફા થઈ રહ્યા છે.

image source

જોકે આ દરમિયાન અનેક બીનસરકારી અને સરકારી સંગઠનો તેમજ નેકદિલ વ્યક્તિઓ જમીન પર ઉતરી આવ્યા હતાં. જેમાંથી એક છે હૈદરાબાદના Ramu Dosapati, જેણે ગરીબ અને અસહાય લોકોની મદદ માટે ‘રાઈસ એટીએમ’ની શરુઆત કરી હતી. જે તેમને ખાવા-પીવાની જરુરી ચીજો ઉપલબ્ધ કરાવે છે.

રાઈસ ATM 24/7 ખુલુ રહે છે

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રામુ દોસપાટીનું Rice ATM ચોવીસ કલાક ખુલ્લું રહે છે. જો કોઈ પાસે ખાવા માટે કશું જ ન હોય તો એલબી નગર સ્થિત તેના ઘરે જઈને કરિયાણું અને આખી કિટ લઈ શકે છે.

અત્યાર સુધીમાં 15000 લોકોને મળી ચુકી છે મદદ

તમને જમાવી દઈએ કે રામુ છેલ્લા 170 દિવસોથી જરુરિયાતમંદ લોકોને કરિયાણું આપી રહ્યાં છે. તેમના ઘરની સામે રહેલી કરિયાણા સ્ટોર પર ચોખા લેવા માટે મહિલાઓ અને પુરુષોની લાઈનો લાગે છે. તેઓ અત્યાર સુધીમાં પોતાના ઘરના 5 લાખ રુપિયા ખર્ચીને આશરે 15 હજાર લોકોની મદદ કરી ચૂક્યા છે. પ્રશંસનીય વાત તો એ છે કે, તેના આ નેક કામમાં ઘણાં લોકોએ સાથ આપ્યો હતો.

કેવી રીતે આવ્યો આ વિચાર?

image source

એક રિપોર્ટ અનુસાર, રામુએ એક સિક્યોરિટી ગાર્ડને ભૂખ્યા મજૂરોની મદદ માટે 2 હજાર રુપિયા ખર્ચતા જોયો હતો. જેથી તેને અહેસાસ થયો કે, જ્યારે 6 હજાર રુપિયાથી ઓછું કમાનાર ચોકીદાર મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી શકે છે તો શું દર મહિને એક લાખ કમાનાર એચઆર મેનેજરે માત્ર પોતાના ઘરમાં જ બેસીને પરિવાર વિશે વિચારવું જોઈએ? નોંધનીય છે કે, રામુ MBA ગ્રેજ્યુએટ છે અને સોફ્ટવેર ફર્મમાં HR મેનેજર છે.

વિયેતનામમાં પણ છે રાઈસ ATM

image source

વિયેતનામમાં લોકડાઉનમાં બેરોજગાર અને ગરીબોને મફત ચોખા આપવા માટે એક બિઝનેસમેને 24/7 ચાલુ રહે તેવું ‘રાઈસ ATM’ બનાવીને મૂક્યું હતું. દેશના મુખ્ય શહેરોમાં આ એટીએમમાંથી લોકો ચોખા લઇને ઘરે લઇ જાય છે. રાઈસ એટીએમ મશીન એક વ્યક્તિને દોઢ કિલો ચોખા આપે છે. વિયેતનામની રહેવાસીએ મશીન વિશે કહ્યું કે, મારા પતિએ લોકડાઉનને લીધે નોકરી ગુમાવી છે. આ રાઈસ એટીએમ ઘણું મદદરૂપ છે. એક દિવસમાં આ મશીન જેટલા ચોખા આપે છે તેમાંથી મારા ૩ બાળકોના પરિવારનું પેટ ભરાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span