સાબુદાણા મેંગો ખીર – સાબુદાણા ની ખીચડી અને મોરિયો તો ખાઈ એ છે તો ચાલો કંઇક નવું ટ્રાય કરીએ..

સાબુદાણા મેંગો ખીર

દોસ્તો કેમ છો! મજામાં છો ને હવે ઉપવાસ આવી રહ્યા છે તો સાબુદાણા ની ખીચડી અને મોરિયો તો ખાઈ એ છે તો ચાલો કંઇક નવું ટ્રાય કરીએ..

મારે આજે અગિયારસ હતી એટલે મેં તો ઘરમાં બધાને અગિયારસ કરાવી દીધી.ફરાળ પણ બધું બનાવ્યું.પણ જોડે કંઇક ગળ્યું બનાવા નું મન થયું તો મે આજે સાબુદાણા ની જે આપને કાંજી બનાવતા હોય એ છે એને જ થોડુંક ટવીસ્ટ કરી ને નવો લૂક આપ્યો છે અને એની ખીર બનાવી.. ઘરમાં રહેલી વસ્તુ માંથી જ ફટાફટ બની જાય એવી ખીર.

દોસ્તો ખીર એટલે કે આપની ટ્રેડિશનલ ડિશ જે નાના મોટા સૌ ને ભાવે …અને ફટાફટ રેડી પણ થઈ જાય…તો તમે પણ આં ખીર જરૂર થી ટ્રાય કરજો….

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૧ વાડકી સાબુદાણા
  • ૧/૨ વાડકીખાંડ
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ ચમચીકાજુ બદામની કતરણ
  • ૧ મેંગો
  • ૨ ચમચીમિલ્ક પાઉડર

સ્ટેપ ૧

સૌ પ્રથમ દૂધ ને તપેલીમાં ઊકળવા મૂકો. સાબુદાણા ને ધોઈ ને ૩ કલાક પલાળી ને રાખવા.

સ્ટેપ ૨

દૂધ ઉકળે એટલે તેમાં મિલ્ક પાઉડર એડ કરો.

સ્ટેપ ૩

દૂધ ને ૫ થી ૧૦ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં સાબુદાણા એડ કરો..

સ્ટેપ ૪

સાબુદાણા એકદમ ટ્રાન્સપર દેખાય ત્યાં સુધી દૂધ ઉકાળો,હવે તેમાં ઈલાયચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લો.

સ્ટેપ ૫

ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. ખીર ઠંડી થાય એટલે તેને એક ગ્લાસ માં સર્વ કરી લો.

સ્ટેપ ૬

હવે તેની ઉપર મેંગો અને કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરો.

નોધ

તમે કેસરનો પણ ઉપયોગ કરી શકો છો અને મેંગો ની જગ્યા એ બીજું કોઈ ફ્રૂટ પણ લઈ શકાય..

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.