સુશાંત સાથેનો ફોટો શેર કર્યો આ અભિનેત્રીએ, અને કહ્યું…આ વાક્ય વાંચીને તમે પણ સુશાંતને યાદ કરીને રડી પડશો

સંજના સાંઘીએ સુશાંત સિંહ રાજપૂત સાથેની મનપસંદ તસ્વીરોને શેર કરી, અને કહ્યા એ તસવીરના રહસ્યો

હાલમાં જ્યારે સુશાંત સિંહના આત્મહત્યાને પગલે આખાય બોલીવુડમાં નેપોટીઝમ અને આઉટસાઈડરની બહેસ ચરમ પર છે, ત્યારે સંજના સાંધીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં એમને લખ્યું છે કે, ‘આ દ્રશ્ય મારું ફેવરેટ છે’. આ દ્રશ્યને શૂટ કરવામાં મને સૌથી વધારે મજા આવી હતી, અને આ દ્રશ્ય બધાયને ઘણું પસંદ આવ્યું છે. જ્યારે પણ હું આ તસ્વીરને જોઉં છું તો મને કઈક શાંત અને સારું લાગે છે.

દિલ બેચારાના ગીત પણ લોન્ચ કરાયા

image source

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર લોન્ચ થયા પછી હવે ધીરે ધીરે ફિલ્મના ગીતો પણ ઓનલાઈન મુકવામાં આવી રહ્યા છે. આવા સમયે ફિલ્મના ટાઈટલ ગીતને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ ગીત પર દર્શકોની સકારાત્મક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આ સાથે જ ફિલ્મના અન્ય ગીતો પણ લોકોને પસંદ પડી રહ્યા છે. આ દરમિયાન સંજના સાંઘીએ ફિલ્મના સેટ પરની એક તસ્વીર શેર કરી છે, જેમાં એ સુશાંત સાથે જોવા મળી રહી છે. આ તસ્વીર દિલ બેચાર ફિલ્મના ટ્રેલરના અંતિમ દ્રશ્યમાં પણ છે. આ દ્રશ્યમાં સુશાંત સાંજના સાથે વાતો કરતા નજરે પડી રહ્યા છે.

તારે ગીન ગીન ગીતની લીરીક્સ પણ શેર કરી

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi | Kizie Basu (@sanjanasanghi96) on

આ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એમણે ‘તારે ગીન ગીન’ ગીતની લીરીક્સ પણ શેર કરી છે. સંજના સાંઘીએ આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે આ દ્રશ્ય મારું ફેવરેટ છે. આ દ્રશ્યને ફિલ્માવતી વખતે મને ખુબ જ મજા પડી હતી. ટ્રેલરમાં પણ આ દ્રશ્ય આપ સૌને પણ સૌથી વધારે ગમ્યું છે. જ્યારે પણ હું આ તસ્વીરને જોઉં છું મારું મન આનંદિત થઇ જાય છે. મને નથી ખબર કે આવું કેમ છે.

૨૪ જુલાઈ ૨૦૨૦ના રોજ ફિલ્મ રિલીજ થશે

image source

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આવનારી ફિલ્મ દિલ બેચારા એ વર્ષ ૨૦૧૪માં આવેલી હોલીવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ’ની સત્તાવર હિન્દી રીમેક છે. આ ફિલ્મ ૨૪ જુલાઈ ૨૦૨૦ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ડીઝની હોટસ્ટાર પર રિલીજ થવા જઈ રહી છે.

image source

આ ફિલ્મની સાથે જ સંજના સાંઘી જે મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મ જગતમાં ડેબ્યુ કરી રહી છે. આ પહેલા સંજના સાંઘી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. જો કે મુખ્ય અભિનેત્રી તરીકે આ એમની પહેલી ફિલ્મ છે. ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડાએ પણ આ ટ્રેલર લોન્ચ સમયે એક ખાસ નોટ શેર કરીને સુશાંત સિંહને યાદ કર્યા હતા.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમની ચર્ચાઓ

image source

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જુન ૨૦૨૦ના દિવસે એમના પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મ હત્યા કરી હતી. જો કે એમની આત્મહત્યા પછી બોલીવુડ ઇન્ડસ્ટ્રીને લઈને આખાય દેશમાં નેપોટીઝમ અને બહારથી આવેલા એટલે આઉટસાઈડર્સ વચ્ચેની બહેસબાજી જોરો પર છે. આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારા એ ૨૪ જુલાઈના દિવસે ઓટીટી માધ્યમથી ડીઝની હોટસ્ટાર પર પ્રસારિત થવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span