સારા અને શ્રદ્ધા સામે NCB આ મોટી ભૂલ કરી બેઠી, એવું તો શું થયું? કે સુધારવા છેક અભિનેત્રીના ઘરે જવું પડ્યું

સુશાંત કેસમાં જ્યારથી જ ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે ત્યારથી જ બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઝડપથી તેની તપાસ આગળ ધપાવી રહ્યું છે. હાલમાં એનસીબીની ટીમે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ વગેરે મોટા મોટા સ્ટાર્સની પૂછપરછ કરી છે. સાથે જ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એ વચ્ચે જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એનસીબીથી થઈ ગઈ મોટી ભૂલ

image source

આ ચેંકિગ સમયે એનસીબીથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. એનસીબીએ શનિવારે પૂછપરછના ક્રમમાં બે અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના મોબાઇલ કબજે કર્યા હતા, પરંતુ મોબાઇલ જપ્ત કર્યા બાદ આ બંને અભિનેત્રીઓની સાઈન લેવાનું ભૂલાઈ ગયું હતું. આ ભૂલ સુધારવા માટે આ બંને અભિનેત્રીઓના ઘરે પહોંચીને બંનેની સહી લીધી હતી.

એનસીબી એક્શન મોડમાં

image source

એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના મામલે એ કેટેગરીમાં બોલિવૂડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી હતી. આ બધા લોકોના ખુલાસા એક વોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ થયા હતા. તે બધા ચેટમાં ડ્રગ્સની માંગ કરતાં હતા અથવા તો પૂછતા હતા. એનસીબીએ આ ચારેયની પૂછપરછ કરી હતી. એજન્સીએ તપાસના આદેશને આગળ વધારવા માટે તેમના મોબાઇલ પણ કબજે કર્યા હતા. પરંતુ તે તેમાં સાઈન કરાવવાનું ભૂલી ગયા.

સહી લેવાનું ભૂલી જતાં ઘરે ધક્કો થયો

image source

એક અહેવાલ મુજબ પૂછપરછ અને નિવેદનો રેકોર્ડ કરવા દરમિયાન એનસીબીએ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના મોબાઇલ કબજે કર્યા હતા પરંતુ તેની સહી લેવાનું ભૂલી ગયા હતા. આ પછી એનસીબીની એક ટીમ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના ઘરે ગઈ હતી અને સહી લઈ આવી હતી. આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપિકા, સારા, શ્રદ્ધા અને રકુલપ્રીતના એક સરખા જ નિવેદનો આપ્યાં છે અને એનસીબી હવે બીજી વખત પણ પૂછપરછ માટે સમન્સ મોકલશે એવું કહેવામાં આવી રહ્યું છે.

બેંક ખાતાની વિગતોની પણ થશે તપાસ

image source

આ સાથે જ એનસીબી આ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ અને સારા અલી ખાનના નાણાકીય રેકોર્ડની પણ તપાસ કરશે. આ તમામ અભિનેત્રીઓના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. એનસીબીએ આ અભિનેત્રીઓના છેલ્લા ત્રણ ક્રેડિટ કાર્ડની વિગતો ચકાસી લીધી છે. ડ્રગ્સથી સંબંધિત કોઈને કોઈ ચુકવણી કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અભિનેતા પણ રડારમાં, નવી ટીમોને મુંબઈ બોલાવી

image source

હાલમાં મળતા નવા અહેવાલો અનુસાર બોલિવૂડ અભિનેત્રીઓ પછી એ-લિસ્ટ એક્ટર્સ એનસીબી રડાર પર છે. ટીમ સતત આ કલાકારો સામેના પુરાવા શોધી રહી છે પ્રથમ ઇનપુટ અને પુરાવા શોધી રહી છે. પુરાવા મળતાની સાથે જ તેના પર કડક કાર્યવાહી શરૂ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડસ્ટ્રીના 3 મોટા કલાકારો એનસીબીના નિશાના પર છે અને તેમના ફોનને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. એનસીબીએ આ કેસની તપાસ માટે અમદાવાદ, ઈન્દોર, ચેન્નાઈ અને બેંગલુરુથી વધારાની ટીમો બોલાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span