શરદપૂર્ણિમાના દિવસે આ મંત્રથી કરો મા લક્ષ્‍‍મીની આરાધના, તમારા ઘરમાં થશે ધનની વર્ષા

આજે શરદપૂર્ણિમા છે. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.આ દિવસે ચંદ્રની સાથે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર જાપ અને ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો કયા મંત્ર અને ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. શરદ પૂનમની રાત કોઇ મામુલી રાત નથી. પરંતુ આ રાત્રીના અપ્રતિમ સૌંદર્યનું વર્ણન કવિ પણ પોતાની કવિતામાં કરવાથી પોતાને રોકી શકતા નથી. વરસાદ પછી નિરભ્રમાં ચંદાની ચાંદની જોતા જ બને છે કે મા લક્ષ્‍મી પણ આ રાત્રીએ ધનની વર્ષા કરવાથી ખુદને રોકી શકતી નથી.શરદપૂર્ણિમાને મા લક્ષ્‍મીના જન્મદિનના રૂપમાં મનાવવામાં આવે છે. ચારે તરફ વિખરાયેલી ચાંદનીમાં અમૃત વર્ષા થાય છે.

દિપાવલી પહેલા મા લક્ષ્‍મીનું સ્વાગત કરવાનો આ વિશેષ અવસર

image source

માન્યતા છે કે દિપાવલી પહેલા મા લક્ષ્‍મીનું સ્વાગત કરવાનો આ વિશેષ અવસર છે. એવું કહેવામાં આવે છે કે શરદ પૂનમની રાત્રીએ કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો તમારા ઘરમાં ધનની વર્ષા કરી દે છે.શરદ પૂનમની ચાંદની રાતમાં અમૃત વર્ષા થાય છે. આ દિવસે ચોખાની ખીર બનાવીને પાત્ર પર જાળીવાળુ કપડુ ઢાંકીને તે પાત્ર રાતે ખુલ્લા આકાશમાં અગાસી પર મુકવું, દૂધ, ચોખા (પૌંવા) અને ખડી સાકર ત્રણેય મા લક્ષ્‍મીને પ્રિય છે. બીજે દિવસે સવારે સ્નાન કર્યા બાદ ખીરને મા લક્ષ્‍મીના પ્રસાદના રૂપમાં પરિવારના બધા સદસ્યોને વહેંચવું. આ દૂધ પૌવા ખાવાથી સ્વાસ્થ્ય રૂપી સંપદા અને આરોગ્યરૂપી વરદાન પ્રાપ્ત થાય છે. સાથોસાથ ઘરમાં ધનની ઉણપ પણ દૂર થાય છે.

ષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરવા જોઇએ

image source

મા લક્ષ્‍મીના જન્મદિનના રૂપે શરદ પૂર્ણિમાનો આ તહેવાર મનાવવામાં આવે છે. આ રાત્રે જાગરણ કરીને મા લક્ષ્‍મીનું ધ્યાન ધરવું જોઇએ. આ રાતને કોજાગરા પણ કહેવામાં આવે છે. રાત્રે મા લક્ષ્‍મીનું ધ્યાન કરતાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરવા જોઇએ.દિપાવલી પહેલા શરદ પૂર્ણિમાને મા લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે વિશેષ આયોજનના રૂપમાં જોવામાં આવે છે. પૂર્ણિમાની સવારે સ્નાન કરીને તુલસી પર દીપક પ્રગટાવવો અને સાથે સિંદુર પણ ચઢાવવું જોઇએ. તે સિવાય તુલસીને સફેદ મિષ્ટાનનો ભોગ પણ ધરવો જોઇએ. આમ કરવાથી મા લક્ષ્‍મીના વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તુલસીને પ્રસન્ન કરવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્‍મી સ્વત: પ્રસન્ન થાય છે.

મા લક્ષ્‍મીનો આ દિવસે જન્મદિન માનવામાં આવે છે

image source

મા લક્ષ્‍મીનો આ દિવસે જન્મદિન માનવામાં આવે છે. એવામાં માતાને ભેટના રૂપમાં તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. તેમાં માખણ, દહીં, પાન, પતાસા વગેરે પ્રમુખ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે સાંજે પૂજામાં મા લક્ષ્‍મીને આ બધી વસ્તુઓનો ભોગ ધરવો જોઇએ અને પછી તેને પ્રસાદના રૂપમાં વહેંચવો જોઇએ. આમ કરવાથી પરિવાર પર મા લક્ષ્‍મીની અનહદ કૃપા વરસશે. આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.

આ મંત્રનો જાપ કરો

image source

– ॐ चं चंद्रमस्यै नम:

– दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।

नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।

– ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।- ॐ ऐं क्लीं सोमाय नम:।

– ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।

શરદ પૂનમને લઈને પ્રચલિત માન્યતાઓ

શરદ પૂનમને લઇને એક અન્ય માન્યતા અનુસાર આ રાત ધનના લક્ષ્મીએ આકાશમાં વિચરણ કરતાં કહ્યું હતું કે ‘કો જાગ્રતિ’. સંસ્કૃતમાં ‘કો જાગ્રતિ’ નો અર્થ છે ‘કોણ જાગે છે’. માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમના દિવસે અને રાત્રે જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે. આ માન્યતાને કારણે જ શરદ પૂનમને ‘કોજાગર પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે.

ઓડિશામાં શરદ પૂનમને ‘કુમાર પૂનમ’ કહેવામાં આવે છે

શરદ પૂનમના દિવસે કુવારી છોકરીઓ પણ સારો વર પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે. ખાસકરીને ઓડિશામાં શરદ પૂનમને ‘કુમાર પૂનમ’ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સાંજે ચાંદ નિકળ્યા બાદ વ્રત ખોલે છે.

શરદ પૂનમની આ રાતને ‘મહારાસ’ અથવા ‘રાસ પૂર્ણિમા’ કહેવામાં આવે છે

image source

શરદ પૂનમને લઇને શ્રીમદ્દ ભાગવતગીતામાં લખ્યુ છે કે આ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની આ રાતને ‘મહારાસ’ અથવા ‘રાસ પૂર્ણિમા’ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ નાચતાં રહ્યા, જેને મહારાસ કહેવામાં આવે છે. આ મહારાસને લઇને કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી શરદ પૂનમની રાતને ભગવાન બ્રહ્માની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી. બ્રહ્માજીની એક રાત મનુષ્યોની કરોડો રાત સમાન હોય છે.

કોજાગરી પૂર્ણિમા

આ પૂનમને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીજીનો જન્મ થયો હતો. એટલા માટે શરદ પૂનમના દિવસે ભારતના કેટલાય ભાગમાં માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખવી

image source

શરદ પૂનમની આ માન્યતાઓ ઉપરાંત રાત્રે બનાવવામાં આવતી ખીર સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ રાત્રે બનાવવામાં આવતી ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં લાભ થાય છે.