સાસુ-વહુનો ઝઘડો, આ પૂરી ઘટના વાંચીને તમે પણ છૂટી જશે ધ્રુજારી અને લાલચી વહુ પર આવશે જોરદાર ગુસ્સો

દુનિયામાં કોઇપણ એવું ઘર નહીં હોય જ્યાં સાસુ-વહુના ઝઘડા ન થતાં હોય..પરંતુ દરેક ઘરમાં એ ઝઘડાનું કારણ અલગ અલગ હોઇ શકે છે. અજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં સાસુ-વહુના ઝઘડાનું પરિણામ અત્યંત ડરામણું આવ્યુકે જે ક્યારેય કલ્પ્યુ ન હોય. આ ઘટના મુંબઈના ચેમ્બૂરની એક કોલોનીની છે. સંપત્તિની લાલચના કારણે મુંબઈમાં એક ૩૨ વર્ષીય વહુએ પોતાની ૭૦ વર્ષીય સાસુની હત્યા કરી હતી.

image source

જે રીતે વહુએ પોતાની સાસુની હત્યા કરી હતી તે જોતા તમામના રુંવાડા ઊભા થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ઝઘડો થતા જ વહુએ પોતાની સાસુને ક્રિકેટ બેટ વડે માર માર્યો હતો અને પછી મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળું દબાવી હત્યા કરી હતી.

image source

મૃતક મહિલાની ઓળખ કરવામાં આવી રહી છે. સોમવાર (૧૩ જુલાઈ)એ સાંજે મહિલાને ગંભીર ઈજાના કારણે રાજાવાડી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેમના પરિવારે દાવો કર્યો હતો કે તેઓ બાથરૂમમાં પડી જવાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે મહિલાના શરીર પર લગભગ ૧૪ ઈજાના નિશાન અને તેમના ગળા પર વાયરના નિશાન જોતા હોસ્પિટલના સ્ટાફને શંકા થઈ હતી. તેમણે આ મામલે પોલીસને સૂચના આપી હતી. જે પછી પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

image source

પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલા ભીખ માગતી અને ઘરમાં ગમે ત્યાં પૈસા છુપાવી દેતી હતી અને વહુ આ અંગે પૂછતી રહેતી, જેના કારણે તેમની વચ્ચે લડાઈ થતી હતી. આરોપી વહુ પાસેથી મૃતક સાસુના ઘરેણાં પણ મળી આવ્યા હતા. મૃતક મહિલાના પતિનું અમુક વર્ષો અગાઉ નિધન થયું હતું. આ દંપતિને કોઈ સંતાન ના હોવાના કારણે તેમણે પોતાના પતિના ભાઈના દીકરાને દત્તક લીધો હતો.

image source

તેમની પાસે ૪ ફ્લેટ હતા, ૨ ચેમ્બુરમાં અને ૨ વર્લીમાં. મહિલાએ ૩ ફ્લેટ ભાડે આપી રાખ્યા હતા અને એક ફ્લેટમાં દીકરા અને વહુ સાથે રહેતી હતી. ભાડે આપેલા ફ્લેટથી કમાણી થતી હોવા છતાં મૃતક મહિલા શહેરના ઘાટકોપર સ્થિત એક જૈન મંદિર બહાર ભીખ માગતી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી વહુએ પોતાનો ગુનો કબૂલ્યો નહોતો. તેની નાની દીકરીએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે,

image source

તેની માતા અને દાદીએ વચ્ચે સવારે લડાઈ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને તેની સાસુ અંગે થયેલા ઝઘડા દરમિયાન વહુએ ગુસ્સામાં ક્રિકેટ બેટ વડે સાસુની ધોલાઈ કરી હતી. આટલે ના અટકતા તાર વડે ગળું દબાવ્યું પરંતુ તે તૂટી ગયો. જે પછી આરોપી અંજનાએ મોબાઈલ ચાર્જરના કેબલથી સાસુનું ગળું દબાવ્યું અને તેમની હત્યા કરી હતી. આરોપી મહિલાએ કહ્યું કે, તે વારંવાર થતા ઝઘડાથી ત્રાસી ગઈ હતી અને ઈચ્છતી હતી કે તમામ ચાર ફ્લેટ તેના નામે થઈ જાય તેથી તેણે સાસુની હત્યા કરી હતી.માત્ર સંપત્તિ માટે કોઇ સ્ત્રી આટલી બધી નિર્દય કેવી રીતે બની શકે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span