ધો. 9થી 12નો અભ્યાસક્રમ ઘટાડવાની સાથે 10-12ની પરીક્ષાની તારીખો પણ થઈ જાહેર

કોરોના મહામારીને પગલે રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થાય તે અંગે ભારે અનિશ્ચિતતાઓ છે, શાળાઓ ક્યારે શરૂ થાય તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં હવે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

image source

કોરોનાને પગલે સ્કૂલોમાં કલાસરૂમ શિક્ષણ શક્ય ન બનતા વિદ્યાર્થીઓ પણ ભણતરનો ભાર ન પડે તે માટે સીબીએસઈ દ્વારા ધો.9થી12ના એકેડમિક કરિક્યુલમમાં 30 ટકા સુધી ઘટાડાની જાહેરાત કરાઈ છે ત્યારે ગુજરાત સરકાર પણ આ જ દિશામાં નિર્ણય કરશે. ગુજરાત બોર્ડમાં પણ એનસીઈઆરટીનો અભ્યાસક્રમ લાગુ હોવાથી એ જ પેટર્ન પ્રમાણે સીલેબસ ઘટી શકે છે.

image source

કોરોનાના લઇને સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જેને લઇને સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધી હતી. કોરોના સંક્રમણ વચ્ચે સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. શાળાઓને આગામી સમયમાં શિક્ષણ બોર્ડ સૂચન કરશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ અંતે સીબીએસઈ દ્વારા આજે વિધવત રીતે નોટિફિકેશન કરીને તમામ સીબીએસસઈ સ્કૂલોને ધો.9 થી 12માં સીલેબસ ઘટાડા સાથે રિવાઈઝડ સીલેબસની સૂચના આપી છે. સીબીએસઈમાં ધો.9 થી 12માં 30 ટકા સુધી સીલેબસ ઘટાડવામા આવ્યો છે.

30 ટકા અભ્યાસક્રમમાં કાપ મુદ્દે શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન

image source

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ અને પરીક્ષા અંગે જણાવતા કહ્યું કે, ધોરણ 9થી 12માં 30 ટકા કોર્સમાં કાપ મુકવામાં આવ્યો છે. વિષયોના નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાયું છે કે માધ્યમિક બોર્ડમાં પ્રકરણની ઉપયોગીતાના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર 70 ટકા અભ્યાસક્રમ પર ધ્યાન આપે. અભ્યાસક્રમમાં ઘટાડો એક વર્ષ સુધી લાગુ રહેશે. વધુમાં તેમણે કહ્યું કે, ધોરણ 9ની પરીક્ષા જૂન 2021માં લેવાશે અને ધોરણ 10-12ની પરીક્ષા મે 2021એ લેવાશે.

image source

સરકાર દ્વારા ધીમે ધીમે સરકાર લૉકડાઉનમાંથી અલગ અલગ ક્ષેત્રોને છૂટ આપી રહી છે. પરંતુ સૌથી મોટો શિક્ષણ ક્ષેત્રનેલઈને અનેક મતમતાંતર જોવા મળે છે.આ સાથે જ આજે શિક્ષણમંત્રીએ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય તો કોરોનાના સંક્રમણમાં વધારો થવાનો ડર વધે છે. ત્યાં સોશિયલ ડિસ્ટંસિંગ કેવી રીતે જાળવવું તે અગત્યનો સવાલ છે. જોકે હવે અનલૉક 5માં 15 ઓક્ટોબરથી શિક્ષણક્ષેત્રે કેટલીક છૂટછાટો આપવામાં આવશે. જોકે આ અંગે રાજ્ય સરકારો નિર્ણય લેશે.

અનલોક 5ની શિક્ષણક્ષેત્રને લઇને ગાઇડલાઇન

image source

– રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.

– જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.

image source

– ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.

image source

– 15 ઓકટોબરથી વિજ્ઞાન અને ટેક્નોલોજી શાખાના PhD અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ જેમના માટે લેબ વર્ક અને પ્રયોગો જરૂરી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવશે.