શિક્ષણમંત્રીની જાહેરાત: ગુજરાતમાં આ તારીખથી સ્કૂલો ખૂલશે, આ ખાસ રીતે બાળકોને આપવામાં આવશે પ્રવેશ

દેશમાં તબક્કાવાર અનલોક ચાલુ થયા બાદ હવે શાળાઓને અનલોક કરવાનો સમય નજીક આવી ગયો છે અને શિક્ષણ કાર્ય પણ હવે તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામા આવી રહ્યો છે. મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 23મી નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવશે તે બાબતે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી.

image source

કેબિનેટ મિટિંગ બાદ રાજ્ય સરકારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. આવનારી 23મી નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ તેમજ કોલેજો શરૂ કરવામા આવી રહી છે. જો કે પ્રી પ્રાઇમરી તેમજ ધોરણ 1થી 8ની શાળાઓ વિષે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી તેનો નિર્ણય થોડા સમય પછી કરવામા આવશે. સરકાર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બધી જ ઉંમરના શિક્ષકોએ શાળામાં હાજર રહેવું ફરજિયાત રહેશે.

રાજ્યમાં શાળાઓ ખોલવા બાબતે આ મહત્ત્વની વાતો જાણી લો

image source

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 23મી નવેમ્બરથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શરૂ કરવામાં આવી રહી છે.

આ નિર્ણય પ્રમાણે ધોરણ 9થી ધોરણ 12ના વર્ગોને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે શરૂ કવરામા આવશે.

image source

આ ઉપરાંત કોલેજો પણ શરૂ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે જેમાં વિવિધ ગ્રેજ્ટુએટ્સ, એન્જિનિયરિંગ, આઈટીઆઈ, મેડિકલ તેમજ પેરામેડિકલ, અને પોલિટેકનિકો પણ શરૂ કરી દેવામા આવશે.

જો શાળા કે કોલેજોમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશે તો તેમની ગેરહાજરી ગણવામાં આવશે નહીં.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ શાળા તેમજ કોલેજોમાં ત્યારે જ પ્રવેશ કરી શકશે જ્યારે તેમના માતાપિતા કે વાલી તરફથી તેમને લેખીત મંજૂરી આપવામા આવી હોય.

આ દરમિયાન ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.

image source

દિવાળી વેકેશન બાદ 23મી નવેમ્બરથી ગુજરાતની માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામા આવશે.

માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ 9થી 12 ધોરણો ભારત સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી SOP માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

બીજી બાજુ પ્રિ-પ્રાઇમરી તેમજ ધોરણ 1થી 8ના શાળા શિક્ષણ બાબતે હજુ સુધી કોઈ જ નીર્ણય લેવામાં આવ્યો નથી. પણ આ અનુભવના આધારે તે અંગે નિર્ણય લેવામાં આવશે.

image source

એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ પાસે ઓડ-ઇવનનો પણ વિકલ્પ છે. જેમ કે જે શાળામાં ધોરણ 9 અને 10 છે ત્યાં સોમ, બુધ, અને શુક્રવારે 9મા ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે બોલાવી શકાય છે જ્યારે, મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવી શકાય છે.

આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ 11 અને 12 માટે પણ ઓડ ઇવનના ધોરણે વર્ગો શરૂ થઈ શકે છે.

કોલેજ તેમજ યુનિવર્સિટિમાં પહેલા તબક્કે મેડિકલ, પેરામેડિકલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. અને જે લોકો ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરી રહ્યા હોય તેમના ફાઇનલ ઇયર એટલે કે કોલેજના છેલ્લા વર્ષ માટે જ ક્લાસ શરૂ કરવામા આવશે. આ નિયમ એજિનિયરિંગ, પોલિટેકનિક અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે.

ઉપર જણાવ્યું તેમ શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના વાલી પાસે વાલીની સંમપત્તિનું એક ફોર્મ ભરાવવાનું રહેશે અને તેમની લેખિત સંમતિ મેળવવાની રહેશે.

જો કે શાળા તેમજ કોલેજોમાં પહેલાં જેવો માહોલ જોવા નહીં મળે. એટલે કે સવારની પ્રાર્થના કે રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓના ટોળા એકઠા થવા દેવામાં નહી આવે.

બીજી બાજુ મધ્યાહન ભોજનની સબસિડી લાગતા વળગતા બાળકના વાલીના ખાતામાં ડિસેમ્બર મહિના સુધી જમા કરાતી રહેશે.

આ અનલોક દરમિયાન જો કોઈ પણ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો શાળાના આચાર્યએ તે બાળક વિષે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવાની રહેશે અને એ ધ્યાન રાખવાનું રહેશે કે વિદ્યાર્થીને યોગ્ય સારવાર મળી રહે.

image source

શાળા – કોલેજમાં શિક્ષકોની હાજરી ફરજિયાત રહેશે. અને શાળા તેમજ કોલેજમાં પ્રવેશ કરતી વખતે વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનીંગ પણ કરવું ફજિયાત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.