દીકરાની સ્કૂલ બેગ ખરીદવા માટે ગરીબ પિતા પાસે ન હતા પૈસા, આમ તેનુ ભણવાનુ ના બગડે એ માટે કર્યો આવો જુગાડ, જોઇ લો તસવીરોમાં

સ્કુલ જવું એ દરેક બાળકનો અધિકાર છે, કારણ કે દરેક વ્યક્તિનું ભવિષ્ય એના ભણતર પરથી નક્કી થાય છે. કહેવાય છે કે જે બાળકો શાળામાં નથી જઈ શકતા એમનું ભવિષ્ય અંધકારમાં રહી જાય છે. સામાન્ય લોકો તરીકે આપણે પણ એવું જાણીએ છીએ કે બાળકોને શાળામાં મોકલવા જ જોઈએ. જો કે ઘણા બાળકો પૈસાના અભાવે સ્કુલોમાં જઈ શકતા નથી.

સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા થઇ

image source

ઘણી વાર એવું થાય કે અમુક ગરીબ બાળકો પાસે સ્કુલ ડ્રેસ, પુસ્તકો, પગરખા અને બેગ વગેરે ખરીદવા માટે પૈસા પણ હોતા નથી. જો કે તાજેતરમાં જ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માતા-પિતાએ એમના બાળકને કોઈ પણ સ્થિતિમાં ભણાવવાનો નિર્ણય લઇ લીધો હતો. જો કે સ્થિતિ એવી હતી કે ન તો બાળક પાસે સ્કુલ બેગ હતી, કે ન માતાપિતા પાસે એ ખરીદવા માટે પૈસા હતા.

image source

જો કે આજની સ્થિતિમાં તો બાળકો પણ સ્કુલ બેગ વિના શાળાઓમાં જઈ શકતા નથી. આ સ્થિતિમાં એક ગરીબ પરિવારે બાળકનું ભણતર બચાવવા માટે જે કર્યું હતું એની હવે સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

શિક્ષકે સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી

image source

આ આખોય મામલો કંબોડિયાનો છે, અહીના એક શિક્ષકે સોશિયલ મીડિયામાં આ બાળક અને એની સ્કુલ બેગની તસ્વીરો ખેંચી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીરો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ સ્ટોરી પોસ્ટ કરતા શિક્ષકે લખ્યું હતું કે ઘણી વખત જીવનમાં એવો સમય પણ આવે છે,

image source

જયારે ગરીબ સ્થિતિમાં જીવતા માતાપિતા એમની શાળા માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકવા માટે અસમર્થ હોય છે. આ પ્રકારના લોકો બાળકને ભણાવવા ઈચ્છે તો છે પણ એમની પાસે સ્કૂલ બેગ, પેન્સિલો, રબર, પાણીની બોટલ વગેરે વસ્તુઓ ખરીદવા માટે પૂરતા પૈસા નથી હોતા. એવામાં આ લોકો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દેતા હોય છે. પણ તમારે એવું કરવું જોઈએ નહિ ઉલટાનું કેંગના પિતાની જેમ એક નવો જ વિકલ્પ શોધી કાઢવો જોઈએ

સામાન્ય બેગની કિંમત પણ 30000 રિએલ

image source

આપને જણાવી દઈએ કે કંબોડિયાની સ્કુલમાં 5 વર્ષનો કેંગ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કેંગના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં જ્યારે એક દિવસ તે સ્કુલમાં ગયો તો દરેક વિદ્યાર્થીની નજર એની તરફ જ મંડાયેલી હતી. ગરીબીના કારણે કેંગના માતાપિતા એને બેગ અપાવી શકવા સક્ષમ ન હતા. કારણ કે કંબોડિયામાં એક સામાન્ય બેગની કિંમત પણ 30000 રિએલ એટલે કે લગભગ 488 રૂપિયામાં મળે છે. આમ છતાં એના પિતા કેંગનું ભણતર ખરબ કરવા નોહતા માંગતા એટલે એમણે રફિયા શબ્દમાળા દ્વારા કેંગ માટે ઘરે જ એક સ્કૂલ બેગ તૈયાર કરી. આપને જાણીને આનંદ થશે કે કેંગની આ ઘરેલું બેગ બજારની ફેન્સી બેગ કરતા પણ વધારે સુંદર લાગી રહી છે. કારણ કે એમાં પિતાનો પ્રેમ અને સર્જનાત્મકતા રહેલી છે. હવે એમનો પુત્ર શાળામાં ખુશીથી અને સારી રીતે અભ્યાસ કરી શકશે.

૬૦ કરોડ બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી શકતા નથી

image source

સોશિયલ મીડિયામાં જ્યારે કેંગની આ તસ્વીરો વાયરલ થવા લાગી, તો અનેક લોકોએ પણ કેંગના પિતાની પ્રસંશા કરી હતી. એક અભ્યાસ પ્રમાણે વિશ્વના ૬૦ કરોડથી વધારે બાળકો પ્રાથમિક શાળા પણ પૂર્ણ કરી શકતા નથી. કારણ કે આવા અનેક પ્રકારો છે જેમના પરિવારના લોકો પણ આર્થિક સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમ છતાં તેઓ બાળકોને શાળાઓમાં મોકલવા જેટલું કમાઈ શકતા નથી. આ સ્થિતિને જોતા આપણે પણ આવા લકોને મદદ કરવી જોઈએ અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૈસાની મદદ કરવા કરતા શાળામાં ઉપયોગી સામગ્રીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી અનેક નિર્દોષ લોકોનું ભાવિષ્ટ સુધરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.