ભિખારીના ચમકી ગયા રાતોરાત નસીબ, મહિલાએ આપ્યું સ્ક્રેચ કાર્ડ અને નિકળ્યા એટલા બધા રૂપિયા કે રાતોરાત બની ગયા કરોડપતિ

ફ્રાન્સના ચાર બેઘર ભિખારીને જ્યારે ખબર પડી કે તેઓને દાનમાં મળી આવેલા સ્ક્રેચકાર્ડમાંથી 43 લાખનો જેકપોટ હાથ લાગ્યો છે ત્યારે તેમના તો હોંશ જ ઉડી ગયા. કોઈની ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય બદલાશે. કેટલીકવાર રોડપતિ રાતોરાત અબજોપતિ બની શકે છે, અને એક અબજોપતિ એક જ રાતમાં રોડપતિ બની શકે છે. લોકો આ બધાને ભાગ્યની રમત ગણે છે.

image source

દુનિયામાં પણ આવી ઘટનાઓ બને છે. આવી જ એક ઘટના ફ્રાન્સના એક શહેરમાં બની છે. મિત્રો સાથે વાત કર્યા પછી એક મહિલા એક લોટરીની દુકાન પર આવી અને સ્ક્રેચકાર્ડ ખરીદ્યું. તેણે આ સ્ક્રેચકાર્ડ બહાર બેઠેલા 4 ભિખારીઓને આપ્યું. પાછળથી તેને ખબર પડી કે તેની પાસે 50 હજાર યુરો (લગભગ 43 લાખ રૂપિયા) નો જેકપોટ છે, ત્યારબાદ તેના હોશ ઉડી ગયા હતા.આ શહેરમાં રહેતા ચાર ભિખારીઓનું નસીબ રાતોરાત પલ્ટી ગયું અને તેઓ કરોડપતિ બન્યા.

image source

ચારે ભિખારી ભીખ માંગતા હતા ત્યારે એક અજાણી વ્યક્તિએ આવીને તેમને સ્ક્રેચ કાર્ડ આપ્યું. જ્યારે આ ભિખારીઓએ સ્ક્રેચ કાર્ડ સ્ક્રેચ કરીને જોયું તો , તેમને આશ્ચર્ય થયું. આ સ્ક્રેચ કાર્ડ પર લોટરી હતી, તે રકમ વાંચ્યા પછી તે વિશ્વાસ કરી શકયા નહીં. ચારે ભિખારી એક જ ક્ષણમાં કરોડપતિ બની ગયા.

કોઈ સિક્કા મળ્યાં નથી

image source

સામાન્ય રીતે લોકો કંઈક ખાવાનું અથવા સિક્કા ભીખમાં આપે, પરંતુ તે સ્ત્રી બહાર ગઈ અને તેણે ભિખારીઓને સ્ક્રેચકાર્ડ આપ્યું. ચારેયને પછી લાગ્યું કે તેમના હાથમાં જેકપોટ આવી ગયો છે. પહેલા તેને લાગ્યું કે તેણે 50 હજાર યુરો જીતી લીધા છે પરંતુ પાછળથી જ્યારે તેઓને ખબર પડી કે તેનો બમણો હિસ્સો જીતી ગયા છે, ત્યારે તેમણે હોશ ગુમાવી દીધો હતો.

image source

ચારેયે સરખા પૈસા વહેંચ્યા. ફ્રેન્ચ લોટરી ઓપરેટર એફડીજેએ મંગળવારે કહ્યું કે એક વ્યક્તિએ ચાર ભિખારીને સ્ક્રેચ કાર્ડ દાનમાં આપ્યું છે. જેની અંદર ચારેયને 50,000 થી વધુ યુરો અથવા 43 લાખ રૂપિયાની ઇનામ રકમ મળી છે. ચારે ભિક્ષુઓ ફ્રાન્સના બ્રેસ્ટમાં લોટરીની દુકાનની બહાર ભીખ માંગીને બેઠા હતા. તેવામાં, એક વ્યક્તિએ એક યુરોનું સ્ક્રેચ કાર્ડ ખરીદ્યું અને આ ભિખારીને દાન કર્યુ અને તેનું નસીબ ખુલી ગયું. ચાર ભિખારીઓએ લોટરીના પૈસાને ચાર ભાગમાં વહેંચી દીધા છે અને શહેર છોડવાનું પણ નક્કી કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.