પતિ પરમેશ્વર આને કહેવાય, પતિએ પોતાના જીવની પરવા કર્યા વગર પત્નીને આ રીતે બચાવી લીધી મોતના મુખમાંથી

પતિને હંમેશા પત્નીનો રક્ષક માનવામાં આવ્યો છે અને પતિ પત્નીનું રક્ષણ કરતા પણ હોય છે. પણ તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં બનેલી ઘટના જાણી તમને આ પતિ પર ભારે માન ઉપજશે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે અહીં એક વ્યક્તિ પોતાની પત્નીને મોતના મોઢામાંથી બચાવ્યા બાદ ભારે ચર્ચામાં છે. આ વ્યક્તિની પત્ની પર શાર્કે હૂમલો કરી દીધો હતો. ત્યારે જ તે પોતાના સર્ફ બોર્ડ પરથી શાર્ક પર કૂદી પડ્યો અને શાર્કને મુક્કા મારવા લાગ્યો, જ્યાં સુધી શાર્ક તેની પત્નીને છોડી ન જતી રહી ત્યાં સુધી પતિએ તે શાર્કને મુક્કા મારે રાખ્યા.

image source

વાસ્તવમાં 35 વર્ષની શાનટેલ ડોલ, ન્યૂ સાઉથ વેલ્સમાં પોર્ટ મેકવોરીમાં આવેલા શેલી બીચ પર સર્ફિંગ કરી રહી હતી, ત્યાં જ શાર્કે તેમના પર હૂમલો કરી દીધો. અને તે જોઈને તેમના પતિ કે જે તેણી સાથે જ સર્ફ કરી રહ્યા હતા તેઓ પોતાના સર્ફ બોર્ડ પરથી સીધા જ શાર્ક પર કૂદી પડ્યા અને શાર્કને ત્યાં સુધી મુક્કા મારતા રહ્યા જ્યાં સુધી શાર્કની પકડ ઢીલી ન થઈ. અને ત્યાર બાદ તેઓ પત્નીને કિનારા પર લઈ આવ્યા. ત્યાર બાદ તેમની પત્નીને એયર એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તેણીના જમણા પગ પર ઉંડો ઘા થઈ ગયો છે.

image source

પોર્ટ મેકવોરી ન્યૂઝ દ્વરા જાણવા મળ્યું કે ડૉયલ પર એક શાર્કના બચ્ચાએ હૂમલો કર્યો હતો, જેની લંબાઈ આશરે ત્રણ મીટર એટલે કે 10 ફૂટની હતી. સર્ફ લાઇફ સેવિંગ એનએસડબલ્યુના પ્રમુખ સ્ટીવન પરીયર્સે શાનટેલના પતિ, કે જેમનું નામ મિડિયામાં માર્ક રેપલે જણાવવામા આવી રહ્યું છે તેમના વખાણ કર્યા છે.

Aussie man Mark Rapley attacks white shark to save his wife - P.M. ...
image source

સ્ટીવન પીયર્સે સિડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું હતું, ‘આ પ્રેમી પોતાના સર્ફ બોર્ડ પરથી શાર્ક પર કૂદી પડ્યો અને પોતાની પત્નીને શાર્કની જબરસ્ત પકડમાંથી છોડાવી અને તેને બીચ પર લઈ આવ્યો. માર્કે એક હીરો જેવું કામ કર્યું છે.’

image source

એમ્બ્યુલન્સ એનએસડબલ્યુના ઇન્સ્પેક્ટર એડ્રયૂ બેવર્લીએ જણાવ્યું કે ડોક્ટરોના પહેંચતા પહેલાં બીચ પર હાજર લોકોએ શાનટેલને ફર્સ્ટ એઇડ આપી હતી. તેમણે જણાવ્યું કે ત્યાં હાજર લોકોએ જે રીતે ઘાયલ સ્ત્રીની મદદ કરી છે તે ખરેખર વખાણવા લાયક છે. તેમણે ઉત્તમ કામ કર્યું છે. સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે હાલના મહિનાઓમાં તે સમુદ્ર કાંઠાની નજીક આ શાર્ક ત્રીજો હૂમલો કરી ચૂકી છે.

image source

શાનટેલને ન્યૂકૈસલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેણીની સ્થિતિ સ્થિર છે. આ ઘટનામાં જે રીતે પતિએ પત્નીને શાર્કના મોઢામાંથી બચાવી છે તે ખરેખર અદ્ભુત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.