ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પણ ભક્તિને થશે કોરોનાની અસર, નહિં કરી શકો આ રીતની પૂજા

ધાર્મિક ગણાતો આપણો દેશ આ વર્ષે અનેક ધાર્મિક વ્યવસ્થાઓમાં બદલાવનો સામનો કરવા જઈ રહ્યો છે. એવું પ્રથમ વખત હશે, જ્યારે શ્રાવણ મહિનામાં પણ જુના વર્ષો જેવો ઉત્સવ અને આનંદ જોવા નહિ મળે. કોરોનાને કારણે દેશના અનેક ધાર્મિક સ્થળો પર વિવિધ પ્રકારના નીતિનિયમો અને પ્રતિબંધ જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે હવે જયારે ૨૧ જુલાઈથી શ્રાવણ માસ શરુ થવા જઈ રહ્યો છે, ત્યારે પણ મંદિરોના સંચાલકો દ્વારા આ નીતિનિયમોનું પાલન કરાવાય એ જરૂરી બની રહ્યું છે. એવા સમયે દરેક મંદિરમાં હવે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને ફરજીયાત પણે માસ્ક પહેરવું એ આવશ્યક કરવામાં આવ્યું છે. જો કે આ બધા વચ્ચે ચાલુ વર્ષે મંદિરોમાં શિવજીની પ્રતિમા પર દૂધ અને બીલી પત્ર ચઢાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

IMAGE SOURCE

માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત

IMAGE SOURCE

જુલાઈ મહિનામાં હવે શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે, ત્યારે દરેક મંદિરમાં સરકારી માર્ગદર્શનનું પાલન થાય એ જોવાનું કામ તંત્ર દ્વારા હાથ ધરાયું છે. ૨૧ જુલાઈથી શરુ થતા શ્રાવણ માસને ધ્યાનમાં લઈને કોરોના વાયરસની સુરક્ષા વ્યવસ્થા સચવાય એ ઉદ્દેશ્યથી ખાસ કરીને શિવ મંદિરોમાં પુજારી અને ટ્રસ્ટીઓ દ્વારા સરકારી ગાઈડલાઈન્સ પાળવામાં આવે એ જરૂરી છે. જો કે મંદિરોમાં પહેલેથી જ આ સૂચનો આપી દેવામાં આવ્યા છે. મંદિરોમાં પણ આવનારા દરેક ભક્તે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સોમવારના દિવસે ૧ લાખ સુધી ભક્તો આવતા હોય છે

IMAGE SOURCE

આ અંગે વધુમાં લાલબાગ સ્થિત કાશીવિશ્વનાથ મંદિર યજ્ઞશાળાના આચાર્ય જયવદન ભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. સામાન્ય દિવસો કરતા પણ શ્રાવણ માસમાં સોમવારના દિવસે ૫૦ હાજરથી લઈને ૧ લાખ સુધીના શિવ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. જો કે ચાલુ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા દૂધ અને બીલી ચઢાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા સમયે ભક્તોએ મંદિરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઇઝ ટનલમાંથી પસાર થઇને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ મંદિરમાં દર્શન કરવાના રહેશે.

લકુલેશજીના મંદિરમાં વિશેષ સુવિધા ઉભી કરાઈ

IMAGE SOURCE

ભગવાનના વિવિધ મંદિરમાંથી લકુલેશજીના મંદિરમાં વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે આ અંગે મંદિરના ટ્રસ્ટી મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ગેટ પાસે ભક્તોનું થર્મલ (તાપમાન) ચેકિંગ કરવામાં આવ્યા પછી જ ભક્તોને અંદર પ્રવેશ આપવામાં આવશે. ભક્તોએ મંદિરમાં સેનેટાઈઝ ટનલ દ્વારા પ્રવેશ કરવાનો રહેશે. જો કે મંદિર પરિસરમાં નિયમો પાળવાના રહેશે અને એક સમયે ૫ ભક્તો જ દર્શન કરી શકશે.

આ અંગે લોકોના મત આ પ્રમાણે છે

આ બાબતે હિન્દુ જાગરણ મંચના નિરજ જૈને કહ્યું છે કે, “દર વર્ષે શહેરમાં શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળતી હોય છે. જો કે ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા નીકળશે. જ્યારે યાત્રામાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાશે.”

IMAGE SOURCE

સ્થાનિક કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, “મંદિરોમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ દર્શન કરવાના રહેશે .મંદિરમાં હાથ ધોવા માટે સાબુ અને પાણી કે સેનેટાઇઝરની વ્યવસ્થા ઊભી કરાશે. જ્યારે ચઢાવા અંગે નિર્ણય લેવાશે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span