શિલ્પાને મળેલ ભેટની કિંમત જાણીને આંખો થઇ જશે ચાર…

શિલ્પા શેટ્ટી
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ હાલમાં જ ૮ જુનના રોજ મનાવવામાં આવ્યો હતો. શિલ્પા શેટ્ટી કુંદ્રાનો જન્મ ૮ જુન, ૧૯૭૫માં મેંગલુરુમાં થયો છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાએ બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ હાલમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા પોતાની ફેમીલી લાઈફની મજા માણી રહી છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની જોડીને બોલીવુડની પરફેક્ટ કપલ માનવામાં આવે છે. રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીને ગીફ્ટ આપીને હંમેશા પોતાનો પ્રેમ જતાવતાં જોવા મળે છે. રાજ કુંદ્રા અત્યાર સુધીમાં શિલ્પા શેટ્ટીને મોંઘી કારથી લઈને કીમતી હીરાની વીટી અને ફ્લેટ પણ ગીફ્ટ તરીકે આપ્યા છે.

image source

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરવા દરમિયાન એક ડાયમંડ રીંગ ગીફ્ટ કરી છે. રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને ગીફ્ટ કરેલ ડાયમંડ રીંગની કીમત અંદાજીત ૩ કરોડ રૂપિયાની છે.

image source

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટી કુંદ્રાને મેરેજની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે દુબઈમાં આવેલ પ્રસિદ્ધ બુર્ઝ ખલીફામાં એક એપાર્ટમેન્ટ ગીફ્ટ તરીકે આપ્યો છે. બુર્ઝ ખલીફા વિશ્વની મોઘી ઈમારતો માંથી એક છે. બુર્ઝ ખલીફામાં રાજ કુંદ્રા દ્વારા શિલ્પા શેટ્ટીને ગીફ્ટ કરવામાં આવેલ એક એપાર્ટમેન્ટની કીમત ૫૦ કરોડ રૂપિયા છે.

image source

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને એક બ્લુ કલરની લેમ્બોર્ગીની કાર ગીફ્ટ કરી છે. આ લેમ્બોર્ગીની કારની કીમત અંદાજીત ૩ થી ૫ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

image source

શિલ્પા શેટ્ટી કુંદ્રાને મુંબઈમાં એક સી- ફેસિંગ વિલા પતિ રાજ કુંદ્રા દ્વારા ગીફ્ટ કરવામાં આવ્યો છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાના આ વિલાનું નામ ‘કિનારા’ રાખવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટી કુંદ્રા અત્યારે પોતાના પરિવારની સાથે ‘કિનારા’ વિલામાં રહે છે. રાજ કુંદ્રા વર્ષ ૨૦૧૨માં નોઈડાની સુપરનોવા બિલ્ડીંગમાં ૩ હજાર સ્ક્વેર ફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટને રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટી કુંદ્રાને ગીફ્ટમાં આપ્યો છે.

એટલું જ નહી રાજ કુંદ્રાએ શિલ્પાને સેન્ટ્રલ લંડનમાં ૭ કરોડ રૂપિયાનો એક ફ્લેટ પણ ગીફ્ટ કર્યો છે. રાજ દ્વારા આપવામાં આવેલ આ ફ્લેટને શિલ્પા શેટ્ટી કુંદ્રાએ જાતે જ ડીઝાઇન કર્યો છે. ઉપરાંત લંડનમાં આવેલ વેયરબ્રિજની સામેની તરફ એક શાનદાર બંગલો પણ ગીફ્ટમાં આપ્યો છે. રાજ-શિલ્પાના આ બંગલાનું નામ ‘રાજમહેલ’ રાખવામાં આવ્યું છે.

image source

શિલ્પા શેટ્ટીના ફિલ્મ કરિયરની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીએ વર્ષ ૧૯૯૩માં રીલીઝ થયેલ ફિલ્મ ‘બાજીગર’થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી શિલ્પાએ ‘મેં અનાડી તુ ખિલાડી’, ‘છોટે સરકાર’, ‘હિમત’. ‘ઔજાર’, ‘આઝાદ’, ‘ધડકન’, ‘જંગ’, ‘ઇન્ડીયન’ જેવી ફિલ્મોમાં શિલ્પાએ કામ કર્યું છે. જોવા જેવી વાત છે કે, શિલ્પા શેટ્ટીએ લગ્ન પછી પોતાનું પારિવારિક જીવન માણી રહી છે અને હવે જલ્દી જ શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં ફરી જોવા મળી શકે છે.

image source

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. ત્યાર પછી શિલ્પાના દીકરાનો જન્મ વર્ષ ૨૦૧૨માં થયો જયારે આ વર્ષ એટલે કે ફેબ્રુઆરી, ૨૦૨૦માં શિલ્પા શેટ્ટી કુંદ્રા સેરોગસીની મદદથી ફરીથી એક દીકરીની માં બની છે. શિલ્પાની આ દીકરીનું નામ ‘સમીશા’ રાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.