શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: ક્યાંક સ્પાર્કથી મહિલાના વાળ સળગ્યા, તો બીજી બાજુ બે અટેન્ડન્ટ ઠારવાનો પ્રયાસ કરતા PPE કીટમાં લાગી આગ

કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં જાણે કે એક પછી એક વિપરીત પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા હોસ્પીટલમાં ઓચિંતા લાગેલી આગના કારણે મોટો અગ્નિકાંડ સર્જાયો છે. આ ઘટના પ્રમાણે ICU વોર્ડમાં ઇલેક્ટ્રિક સ્પાર્કમાં મહિલાના વાળમાં લાગેલી આગને ઓલવવા જતા બે એટેન્ડન્ટની PPE કીટમાં પણ આગ લાગી ગઈ હતી. આ આગ સળગતા બંને ભાગ્યા હતા જેને લઈને હોસ્પીટલના બેડમાં આગ ભડકી ઉઠી હતી. જે ઓક્સીજન સીલીન્ડરના સંપર્કમાં આવતા વધુ વિકરાળ બની હતી. ઓક્સિજનની આગ વિકરાળ બનતા દર્દીઓ ભડથું થયા અને હોસ્પીટલમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના દરમિયાન ફાયરના જવાનોએ કોરોનાની પરવા કર્યા વગર જ ૪૦ જેટલા દર્દીઓનો જીવ બચાવ્યો હતો. જો કે આ ઘટના પછી આ તમામને ક્વોરન્ટીન પણ કરવામાં આવ્યા છે.

એટેન્ડન્ટની PPE કીટમાં પણ આગ લાગી ગઈ

image source

નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પીટલમાં કોવીડ સારવાર માટે કોરોના સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જો કે અહી ગત રોજ ઓચિંતા રાત્રીના ૩ અને ૩૦ વાગ્યાના સમયમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ સમયે ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ના બેડ નંબર 8ની મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. આ આગથી થયેલા સ્પાર્કમાં દર્દીઓની સારવાર માટે રહેલા એટેન્ડન્ટની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટમાં પણ આગ લાગી ગઈ હતી.

આઈસીયુમાં રહેલા તમામ દર્દીના મોત નિપજ્યા

image source

આ આગને અન્ય બે એટેન્ડન્ટ દ્વારા બુજાવવા જતા એમની કીટ પણ સળગી ઉઠી હતી અને આ કીટમાં આગ લગતા તેઓ બંને ભાગ્યા હતા. પણ આગ પ્રસરતી ગઈ અને જોતજોતામાં આગે આખાય ICU વોર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો. આ સમયે ICUમાં ૮ દર્દીઓ અને તેમની સાથે મેડિકલ સ્ટાફ પણ હાજર હતો. આ અગ્નિકાંડમાં આઈસીયુમાં રહેલા તમામ દર્દીના મોત નિપજ્યા છે.

મોડી રાત્રે લાગેલી આગમાં ૮ લોકોના મોત નીપજ્યા

image source

આપને જણાવી દઈએ કે શ્રેય હોસ્પીટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં ૮ લોકોના મોત નીપજ્યા હતા. આ આગ કેવી રીતે લાગી તેની માહિતી મીડિયા સુત્રો પાસેથી મળી શકી હતી. જેમાં હોસ્પીટલમાં રાત્રે ICU વોર્ડમાં આઠ જેટલા દર્દીઓ તેમજ બે સ્વાસ્થ્ય કર્મચારી PPE કીટ પહેરીને હાજર હતા. આવા સમયે રાત્રીને ૩:૩૦ આસપાસ ૮ નંબરના બેડ પાસે કોઈ કારણસર થયેલ શોર્ટ સર્કિટના કારણે મહિલાના વાળમાં આગ લાગી ગઈ હતી. જેને બુઝાવવા પ્રયત્ન કરતા સ્વાસ્થ્ય કર્મીઓની PPE કીટમાં પણ આગ લાગી હતી. આ આગ લગતા જ બચવા માટે તેઓ જેમ તેમ કરીને બહારની તરફ દોડયા હતા.

ઓક્સીજનના સંપર્કમાં આગ બની હતી વિકરાળ

image source

જો કે PPE કીટમાં લાગેલી આગ સીધી બેડ અને ત્યારબાદ ઓક્સીજન સીલીન્ડર સુધી પહોચી ગઈ હતી. જેના કારણે ઓક્સીજન સીલીન્ડર આગની લપેટમાં આવતા આખાય વોર્ડમાં આગ લાગી હતી. વોર્ડમાં આગ લાગવાથી દર્દીઓ પણ આગની ચપેટમાં આવ્યા હતા. ત્યારબાદ દર્દીઓની ચીસો હોસ્પીટલમાં ગુંજી ઉઠી હતી. આ ઘટનામાં સ્વાસ્થ્ય કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

ફાયર ટીમે જીવની પરવા કર્યા સિવાય ૪૦ જીવ બચાવ્યા

image source

શ્રેય હોસ્પીટલના ICUમાં દાખલ દર્દીઓને આ અગે ભરખી લીધા છે. આવા સમયે આગમાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે ફાયર ટીમના જવાનોએ પોતાના જીવની પણ પરવા કર્યા સિવાય બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ દરમિયાન ફાયરની ટીમે હોસ્પીટલમાં જઈને ૪૦ કોરોના દર્દીઓને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડનો સ્ટાફ સીધો કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યો છે. પરિણામે એમને પણ હવે નિર્ધારિત સમય માટે ક્વોરન્ટીન રાખવામાં આવ્યા છે.

ફાયર સ્ટાફ દર્દીઓના સીધા સપર્કમાં આવવાથી ક્વોરન્ટીન કરાયો

image source

અમદાવાદ શહેરના ફાયર બ્રિગેડ ટીમના એડીશનલ ચીફ રાજેશ ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે રાતે અમે જયારે હોસ્પિટલ પહોચ્યા ત્યાં સુધીમાં ICUમાં આગ લાગેલી હતી અને આખોય વોર્ડ બળીને ખાખ થઇ ચુક્યો હતો. તો બીજી બાજુ હોસ્પીટલના બીજા માળમાં જે ૪૦ દર્દીઓ હતા ત્યાં ધુમાડો છવાયેલો હતો. જેમાં કેટલાક દર્દી તો ઓક્સીજન સાથે હતા. કોરોનાના દર્દીઓ અહી દાખલ હોવાની જાણ છતાં અમારી ટીમના ૪૦ જવાનોએ અંદર જઈને પહેલા તમમાં જીવતા લોકોને બચાવી અન્ય હોસ્પીટલમાં ખસેડ્યા હતા. અહીના દર્દીઓને SVPમાં મોકલવામાં આવ્યા છે, અમારો સ્ટાફ પણ હવે કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો છે અને તેમને હોસ્પિટલ સુધી લઇ ગયા હોવાથી અમે પણ હવે પુરતી તપાસ અને ટેસ્ટ ન થાય ત્યાં સુધી નિર્ધારિત સમય માટે ક્વોરન્ટીન છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span