સીમકાર્ડ વપરાતા હશો પણ તેના વિષે આ માહિતી તમે ક્યારેય નહિ જાણતા હોવ…

શુ તમે જાણો છો કે સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો કેમ હોય છે?

એકબીજા સાથે વાત કરવા માટે મોબાઈલનો ઉપયોગ આજકાલ બધા જ કરી રહ્યા છે. મોબાઈલ વિના હવે દરેક વ્યક્તિ પોતાની જાતને અધુરો સમજે છે પણ મોબાઇલની અંદર નાખવાના સીમનું એક અલગ જ મહત્વ છે. જો કોઈ મોબાઇલની અંદર સિમ કાર્ડ ન હોય તો મોબાઈલ ફક્ત મ્યુઝિક સાંભળવાનું સાધન બનીને રહી જાય છે.

image source

તમે એ વાત પર ધ્યાન આપ્યું જ હશે કે મોબાઈલમાં જે સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તેનો એક ખૂણો કપાયેલો હોય છે પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એ ખૂણો કેમ કપાયેલો હોય છે. જો તમને ના ખબર હોય તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કયા કારણોસર સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે.

image source

સિમ કાર્ડ વગર મોબાઈલ કોઈ કામનો નથી રહેતો. સિમ કાર્ડ મોબાઈલનું એક મહત્વપૂર્ણ અંગ છે.સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે એનું કારણ બહુ જ સરળ છે.તમે બધાએ સિમ કાર્ડ તો જોયું જ હશે પણ શું તમે જાણો છો કે સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો કેમ હોય છે? તો ચાલો જાણી લઈએ.શરૂઆતમાં જ્યારે મોબાઈલ ફોન આવ્યા ત્યારે સિમ કાર્ડ લંબચોરસ હતા આપના એટીએમ કાર્ડ જેવા. વાત જાણે એમ છે કે જ્યારે મોબાઇલની શોધ થઈ એ સમયે મોબાઇલમાંથી સિમ કાઢી લેવાની સુવિધા નહોતી.

image source

જો તમે એકવાર કોઈ મોબાઈલ ખરીદી લીધો તો પછી તમારે એની સાથે આવેલા નંબરનો જ ઉપયોગ કરવો પડતો હતો. પણ પછીથી એમા સુધારો કરવામાં આવ્યો અને એવા સિમની શોધ થઈ જેને તમે ગમે તે ફોનમાં નાખીને ઉપયોગ કરી શકો છો.પણ એ બધા જ સિમ કાર્ડ ચારે બાજુથી એક સરખા હતા તો લોકોને એ વાત સમજવામાં ઘણી તકલીફ થવા લાગી કે સિમ કઈ બાજુથી મોબાઈલમાં નાખવું જોઈએ, ઘણી વાર ખોટી રીતે સિમ નાખી દેવાથી મોબાઈલમાં ઘણી તકલીફ થવા લાગી.

image source

બસ લોકોની આ તકલીફને દૂર કરવા માટે સિમ કાર્ડ બનાવતી કંપનીઓએ સિમ કાર્ડના એક ખૂણાને કાપી નાખ્યો જેથી લોકોને એ ખબર પડે કે સિમ કઈ બાજુથી મોબાઈલમાં લગાવવાનું છે. સિમ કાર્ડનો ખૂણો ફક્ત લોકોની સુવિધા માટે જ કાપવામાં આવે છે. બસ આ જ કારણ છે જેના લીડ સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે. જેથી કરીને હવે ભૂલ થવાની કોઈ શકયતા જ ન રહી કેમ કે સિમ કાર્ડને હવે ફક્ત એક જ બાજુથી લગાવી શકાતું હતું.

image source

હવે તો ઇ-સિમ આવી ગયા છે અને જો બધું જ બરાબર રહેશે તો જલ્દી જ મોબાઇલમાંથી ફિઝિકલ સિમ કાર્ડ ચાલ્યા જશે અને તમારો મોબાઈલ બની જશે સિમ વગર નો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.