વારેઘડી ફોન ગરમ થઇ જાય છે, અપનાવી લો આ સ્માર્ટ ટિપ્સ

ઘણીવાર તમે નોટિસ કર્યું હશે કે સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં રહેવાના કારણે તમારો સ્માર્ટફોન ગરમ થઇ જાય છે. આ માટે તમારે હેરાન થવાની જરૂર નથી. તે માટે તમે નાની વાતોનું ધ્યાન રાખીને તેને ક્યોર કરી શકો છો. જેમકે તમે ફોનને ચાર્જિંગમાં રાખ્યો હોય તો તેનો ઉપયોગ ન કરો, તેમાંના એપ્સ બંધ કરી લો અને સાથે જ ફોનમાં હેવી ગેમ્સ ડાઉનલોડ કરવાનું પણ ટાળો. તે તમારા કામને સરળ બનાવે છે, ફોન વારેઘડી હેન્ગ થતો અટકાવે છે અને સાથે જ તે ગરમ પણ થતો નથી.

image source

જાણી લો સ્માર્ટફોન ગરમ થતો અટકાવવો હોય તો કઇ વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે….

અનેક એપ્સનો ઉપયોગ ટાળો

image source

શક્ય છે કે સુવિધા માટે તમે સ્માર્ટફોનમાં એક સાથે અનેક એપ્સનો ઉપયોગ કરી રહ્યા હોવ. આ તમારી ભૂલ છે. તેનાથી તમારા ફોનની બેટરી પણ વધારે વપરાય છે અને તે વધારે લોડેડ રહેવાના કારણે ઝડપથી ગરમ થઇ જાય છે. જરૂરી હોય તે જ એપ્સને ડાઉનલોડ કરો અને ફોનને સેફ રાખો.

Wi-fi ઑફ કરી દો

image source

જ્યારે પણ તમે તમારા ફોનમાં વાઈ-ફાઈનો ઉપયોગ નથી કરી રહ્યા તો ઑફ કરી દો. જો તે કારણ વિના ચાલુ રહે છે તો પણ ફોન જલદી ગરમ થઈ જાય છે.

ભારે કવર્સ

image source

અનેક યૂઝર્સ માને છે કે ફોનને પ્રોટેક્ટ કરવા માટે તેની પર કવર હોવું જરૂરી છે. જ્યારે પણ ફોનનું કવર પસંદ કરો છો ત્યારે ધ્યાન રાખી લો કે તે લાઇટ વેટનું હોય. તે તમારા ફોનને ગરમ થતો અટકાવે છે.

જાણો બેટરીની લાઇફ

image source

સ્માર્ટફોનની લાઇફ તેની બેટરી હોય છે. જ્યારે તમે ફોન ખરીદો છો ત્યારે જાણી લેવું કે તમારે ક્યારે તેની બેટરી બદલાવવી પડશે. જ્યારે લાગે કે બેટરી જૂની થઇ ગઇ છે તો તરત જ તેને બદલી દો. જૂની બેટરીનો યૂઝ પણ ઓવરહીટિંગનું કારણ બની શકે છે તે યાદ રાખો. આ જ કારણ છે કે ફોન ક્યારેક વધારે ગરમ થાય છે અને તેમાં બ્લાસ્ટ થાય છે.

ચાર્જિંગ સમયે ફોનનો યૂઝ

image source

આપણામાંથી અનેક લોકોને આદત હોય છે કે તેઓ 24 કલાક ફોન પર લાગ્યા રહે છે. જ્યારે ફોન ચાર્જિંગમાં લાગેલો હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરવાનું તેઓ બંધ કરતા નથી. આ કારણે ફોન ઓવરહીટની સમસ્યાનો સામનો કરી શકે છે. તો હવેથી તમારી આ આદત પણ બદલી દો.

હેવી ગેમ્સ

image source

શક્ય છે કે તમે તમારા સ્માર્ટફોનમાં ટાઇમ પાસ માટે કે બાળકોના માટે કેટલીક ગેમ્સ ડાઉનલોડ કરી રાખી હોય. જો તમે હેવી ગેમ્સ ડાઉનલોડ કરો છો તો તમારા ફોન પર લોડ પડે છે અને ફોન કોઇપણ સર્ફિંગમાં પણ તરત જ ગરમ થઇ જાય છે. જો આવું થતું રહેતું હોય તો તમારા ફોનમાંથી આવી ગેમ્સ તરત જ ડિલિટ કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span