પ્રેમાંધ-કામાંધ માતાએ દીકરાની કરી આ દૂર્દશા, પૂરી કહાની વાંચીને છૂટી જશે તમારી પણ ધ્રુજારી

પ્રેમિ સાથે કામાંધ થયેલી માતાએ દીકરાની કરી કાળજુ કંપાવી નાખે તેવી દશા

જ્યારે સંતાન માતાપિતાના દુશ્મન બને અને તેના દ્વારા માતાપિતાની દૂર્દશા થાય ત્યારે લોકો તેને કળિયુગ આવ્યો તેવું કહેતા હોય છે. પણ જ્યારે જનેતા જ સંતાનની દુશ્મન બને ત્યારે તેને હળહળતો કળિયુગ જ કહેવાય. માતાનું પાલવ બાળક માટે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે. પણ તે જીવ આપનારી, રક્ષણ આપનારી માતા જ્યારે ભક્ષક બની જાય ત્યારે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

image source

આ કરુણ અને માનવતાને ભોંઠી પાડનારી ઘટના બિહારના કટેયા પોલિસ સ્ટેશનની હદમાં આવતા દેવરિયા ગામમાં બની છે. અહીં એક બાળકનો મૃતદેહ નહેરમાં મળી આવ્યો હતો. બાળકની ઓળખ થતાં તેનું નામ મનીષ જાણવા મળ્યું હતું. તેનું ગળુ કાપીને કરપિણ હત્યા કરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ જાણવા મળ્યું કે તે બાળકની કરપીણ હત્યા કરાવનાર બીજું કોઈ નહીં પણ તેને જન્મ આપનારી તેની માતા જ હતી. તેની માતાએ પોતાના આડા સંબંધોને છૂપાવી રાખવા માટે બાળકની હત્યા કરાવી નાખી હતી તે પણ અત્યંત ઘાતકી રીતે.

પ્રિમિ સાથેના આડા સંબંધો છૂપાવવા ભર્યું યા ઘાતકી પગલું

image source

પોલીસે જ્યારે આખાએ મામલાની તપાસ કરી ત્યારે તેમને આખીએ વાત જાણવા મળી હતી. મૃતક મનીષની જન્મદાત્રી માતા ધર્મશીલા દેવી નજીકના તિલક ડુમ ગામના ચંદેશ નામના પુરુષ સાથે છેલ્લા કેટલાક સમયથી આડાસંબંધ ધરાવતી હતી. જે દિવસે મનીષની હત્યા કરવામાં આવી હતી તેના બે દિવસ અગાઉ મનીષે પોતાની માતા અને ચંદેશને શરમજનક સ્થિતિમાં એક સાથે જોઈ લીધા હતા. અને તેમના આ અનૈતિક સંબંધ બીજા લોકો સમક્ષ છતા ન થઈ જાય તે માટે તેણે પોતાના સાથી દયાશંકર સિંહની મદદ લઈને મનીષનો કરુણ અંત આણ્યો હતો.

image source

પોલીસ તપાસમાં ચંદેશ દ્વારા મળેલા નિવેદનમાં જાણવા મળ્યું હતુંકે દયાશંકર અને તે 10મેના રોજ મનીષને મનાવી પટાવીને 8 વાગ્યાની આસપાસ ઘરની બહાર ગામની નહેર પાસે લઈ ગયા હતા અને ત્યાં તેનું ગળુ કાપીને હત્યા કરી નાખવામાં આવી. જો કે હત્યામાં વપરાયેલ ઘાતકી હથિયાર ચંદેશના સાથી દયા શંકરના ઘરનું હતું. તેને પણ પોલીસ દ્વારા કબ્જે કરી લેવામાં આવ્યું હતું.

image source

આરોપી ચંદેશ એક ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તે છેલ્લા ઘણા સમયથી પોલીસથી ભાગતો ફરી રહ્યો હતો. 23મી સપ્ટેમ્બર 2019ના રોજ ગામ તિલક ડુમર ખાતે થયેલા રામદેવ સિંહ હત્યાકાંડના મામલા ફરાર હતો. અને પોલીસથી છૂપાતો ફરતો તે પોતાના મામા સુકઈ ભગતને ત્યાં 6 મહિનાથી આશરો લઈને બેઠો હતો. તેણે પહેલાં પણ પ્રેમસંબંધમાં એક કિશોરનો જીવ લીધો હતો.