સોનુ સૂદે આ ગરીબ વિદ્યાર્થીને કરી જોરદાર મદદ, અને અભિનેતાએ કહેલું આ વાક્ય સાંભળીને તમે પણ બોલી ઉઠશો શું વાત છે બાખી…

મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો ઓછે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે.
એન્જિનિયરિંગ છોડી ફિલ્મોમાં આવ્યો

image soucre

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગા પંજાબમાં થયો હતો અને તે એક બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. જો કે તેની માતા પ્રોફેસર હતી અને તે ઈચ્છતી હતી કે સોનુ એન્જિનિયર બને. સોનીએ તેમની આ ઈચ્છા પૂરી પણ કરી અને આ માટે તે નાગપુરના યશવંતરાવ ચૌહાણ અભિયાંત્રિકી મહાવિદ્યાલયથી ઈલેસ્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી લઈને બહાર નીકળ્યો. પરંતુ આ દરમિયાન તેને મોડલિંગનો ચસ્કો લાગ્યો અને તે માતા પાસે એક વર્ષનો સમય માગીને મોડલિંગ અને ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો.

10 માં 88 ટકા અને 12 માં 76 ટકા લાવનાર વિદ્યાર્થીએ મદદ માટે પૂછ્યું, તો સોનુ સૂદે કહ્યું – તારી માતાને કહો કે તેમનો પુત્ર એન્જિનિયર બની રહ્યો છે.. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને સમગ્ર દેશમાં વર્ચસ્વ જમાવ્યું છે.

image soucre

તેમણે લોકડાઉનમાં સ્થળાંતર કરનારા મજૂરો માટે સહાયથી શરૂઆત કરી અને હજી પણ આ ચીલો જાળવી રાખ્યો છે. જેવો કોઈ સોનુ સૂદની મદદ માટે વિનંતી કરે છે, તેઓ તરત જ જવાબ આપે છે અને સહાયની ખાતરી આપે છે. સોનુ સૂદ ટ્વિટે ફરી એક વિદ્યાર્થીની મદદની તકેદારી હાથમાં લીધી છે. દેવરિયાના વિદ્યાર્થી સૂર્ય પ્રકાશ યાદવે એક ટ્વીટ દ્વારા સોનુ સૂદની આગામી અભ્યાસ માટે મદદ માંગી હતી.

image soucre

સોનુ સૂદને દેવરિયાના વિદ્યાર્થી સૂર્ય પ્રકાશ યાદવે ટેગિંગ કરતા લખ્યું: “સર મારા પિતા નથી. માતા ગામમાં આશા કાર્યકર્તા છે. અમારી આર્થિક સ્થિતિ સારી નથી. પરિવારની આવક વાર્ષિક 40 હજાર છે. યુપી બોર્ડની મારી પાસે 10 મા ધોરણની પરીક્ષામાં 88 ટકા અને 12 મા ધોરણમાં 76 ટકા હતા. મારે ભણવું છે. કૃપા કરીને મને મદદ કરો. ” સોનુ સૂદે પણ તરત જ વિદ્યાર્થીને જવાબ આપ્યો અને જવાબમાં લખ્યું: ” માતાને કહી દેજે કે , તમારો દીકરો એન્જિનિયર બની રહ્યો છે.” સોનુ સૂદના આ ટ્વીટ પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image soucre

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે સોનુ સૂદ મસીહા સાબિત થયા. તેમણે કોરોના વાયરસ જેવા રોગચાળા વચ્ચે લોકોને મદદ કરવા માટે હાથ લંબાવ્યો. રોગચાળા દરમિયાન શહેરોમાં ફસાયેલા દૈનિક મજુરી કામદારોને તેમના ઘરે સલામત રીતે પહોંચાડવા સોનુ સૂદે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી હતી. આ સાથે તેમણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનું વિમાન બુક કરાવ્યું હતું. આટલું જ નહીં, કોરોના વોરિયર્સ માટે સોનુ સૂદે જુહુ સ્થિત પોતાની હોટલનું પણ દાન આપ્યું હતું. આ સાથે તેમણે રોગચાળામાં લોકોને ખોરાકનું વિતરણ પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.