સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે બતાવ્યો હોટ અવતાર, પહેલી વખત ફેન્સને જોવા મળ્યો આવો લૂક

માલદીવમાં વેકેશન માત્ર બોલિવૂડ માટે જ નહીં, પણ ખેલાડીઓ માટે પણ પસંદગીનું સ્થળ છે. કારણ કે હાલમાં જ સાઇના નેહવાલ ત્યાં સમય પસાર કરીને આવી હતી અને જેના સુંદર ફોટા સોશીયલ મિડીયા પર શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પી.કશ્યપ જ્યારે લગ્નમાં બંધાયા ત્યારે ભારે ચર્ચામાં આવ્યા હતા. કારણ કે તે અચાનક જ લગ્ન સૂત્રમાં બંધાઇ ગયા. આ બંને મુંબઇમાં રજીસ્ટર લગ્ન કર્યા. સાઇનાએ પતિ કશ્યપ સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ પસંદગી..હમણા જ લગ્ન થયા.

image source

સાઇના અને કશ્યપ 10 વર્ષની રિલેશનશીપ બાદ જ પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો. આ પહેલા અહેવાલ હતા કે સાઇના અને કશ્યપ 16 ડિસેમ્બરે લગ્ન કરવાના છે પરંતુ બંનેએ પોતાના ફેન્સને બે દિવસ પહેલા લગ્ન કરીને સરપ્રાઇઝ આપી. ત્યારે બધા જ ફેન્સ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા.

image source

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ છેલ્લા કેટલાક દિવસથી તેના હોલીડેની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પરંતુ તાજેતરમાં સાઈનાએ હિન્દી સિનેમાના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘લક્ષ્મી’ના સમર્થનમાં એક તસવીર શેર કરી છે.

image source

સાઈનાના આ લેટેસ્ટ ફોટાને ફેન્સ અત્યંત પસંદ કરી રહ્યા છે. સાઇના નેહવાલના જીવન પર બાયોપિક પણ બનાવવામાં આવી રહી છે જેમાં બોલિવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા તેનું પાત્ર ભજવી રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે, સાઇના નેહવાલ એ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. સાઇનાનો જન્મ સત્તરમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાઇનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે.

image source

સાઇના ઑલમ્પિક રમતોત્સવમાં એકલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે, તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે. સાઇનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી. તેણીને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.