શું તમારી પાસે છે 786 નંબરની નોટ? તો આ દિવાળી પર તમે બની જશો માલામાલ, એક નોટના બદલામાં મળી શકે છે આટલા લાખ રૂપિયા

ઘણા લોકોને વિવિધ શોખ હોય છે કેટલાક લોકોને દુનિયાના વિવિધ દેશોની ચલણી નોટો ભેગી કરવાનો શોખ હોય છે તો વળી કોઈને અમુક ખાસ નંબરની નોટો કલેક્ટ કરવાનો શોખ હોય છે. શું તમે પણ આવો જ શોખ ધરાવો છો ? તો તમને એ જાણીને આનંદ થશે કે તમારો આ શોખ તમને રાતોરાત લખપતિ બનાવી શકે તેમ છે. દિવાળી હવે ગણતરીના દીવસો જેટલી જ દૂર છે અને આ દિવાળી પર
તમે ખાસ નંબરની નોટથી માલામાલ બની શકો છો.

image source

786 નંબરને ખૂબ જ લકી માનવામાં આવે છે. જો તમારી પાસે પણ કોઈ એવી ચલણી નોટ હોય જેની સીરીઝ 786 હોય તો તમારું નસીબ જાગી શકે તેમ છે. જો તમારી પાસે રહેલી ચલણી નોટોમાં કોઈ પણ નોટની સીરીઝ 786 હોય તો તમે ઘરે બેઠા જ લાખો રૂપિયા કમાવી શકો છો. અને આ અવસર તમને ઇ-બે વેબસાઇટ પર મળી શકે છે. ઇ બેની વેબસાઇટ પર તમે તમારી આ નોટનું બીડીંગ એટલે કે હરાજી બોલાવીને લાખો રૂપિયા કમાવી શકો છો.

image source

તો ચાલો આજે તમે અમારા દ્વારા એ જાણી લો કે ચલણી નોટથી પણ તમે કેવી રીતે કમાણી કરી શકો છો. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ઇ બેની વેબસાઇટ પર ભારતીય ચલણી નાણાની દુર્લભ નોટો કે જે ખાસ લક્ષણો ધરાવતી હોય કે ખાસ નંબર ધરાવતી હોય તેની અહીં હરાજી બોલાવવામાં આવે છે. ઇ બે નોટો માટે હરાજી બોલાવતું હોય છે. અને આ હરાજીની ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ સામાન્ય
વ્યક્તિ ભાગ લઈ શકે છે. અત્યાર સુધી તમારા હાથમાંથી લાખો નોટો પસાર થઈ ગઈ હશે પણ તમે ક્યારેય તેના પર નાખવામા આવેલી સીરિઝ પર કંઈ ખાસ ધ્યાન નહીં આપ્યું હોય પણ હવે ખાસ આપજો કારણ કે જો તમારી નોટની સીરીઝ 786ની હશે તો તમને 3 લાખ રૂપિયા સુધીની રકમ તેના બદલામાં મળી શકે છે. આમ તમે માત્ર એક જ નોટની મદદથી લાખોના માલિક બની જાઓ છો.

image source

તમારા ઘરમાં નાની-મોટી નોટોની થોકડી તો રહેતી જ હશે. અને હવે તો તહેવાર અને લગ્નની સિઝન આવી એટલે ઘરમાં થોડી ઘણી રોકડ રકમ તમે રાખતા જ હશો. તો તમારે એ જોવાનું છે કે તમારી પાસે રહેલી ચલણી નાણાની નોટોમાં 786 નંબર છે કે નહીં. અને જો હશે તો તમને આ એક નોટ લખપત બનાવી દેશે. તમને માન્યામાં ન આવતું હોય તો તાજેતરમાં ઘટેલી એક વાતનો અમે અહીં ઉલ્લેખ ટાંકી
રહ્યા છીએ.

image source

થોડા સમય પહેલાં દસ રૂપિયાની એક નોટ ધ્યાનમાં આવી હતી. જેમાં સિરિઝની સંખ્યા સરખી હતી. અને આ નોટ પર બોલી લગાવનાર ગ્રાહકને તેના બદલામાં 3300 રૂપિયા મળ્યા હતા. આમ માત્ર 10 રૂપિયાની કીંમત વધીને 3300 રૂપિયા થઈ ગઈ હતી. તો એકવાર 1 રૂપિયાની નોટ પણ 10,000માં વેચાઈ હતી. આ 1 રૂપિયાની નોટ 1917માં છપાયેલી હતી. અને હાલ આ ખાસ નોટની કીંમત 10,250 રૂપિયા છે. હવે જો તમારી પાસે પણ આવી કોઈ નોટ હોય પણ તમારું ધ્યાન તેના પર ન ગયું હોય તો હાલને હાલ બધી જ નોટોની સીરીઝ એકવાર ચકાસી જુઓ ક્યાંક દિવાળીમાં તમારું નસીબ ખુલી જાય.

image source

1951માં એક 10 રૂપિયાની નોટ પણ ઉંચી કીંમત પર વેચાઈ હતી. આ નોટની ખાસીયત એ હતી કે આ નોટની આગળની બાજુ સફેદ હતી જ્યારે પાછલી બાજુ વાદળી રંગની હતી. આ નોટ ઘણી જુની હોવાથી તે ખૂબ ઉંચા ભાવ પર વેચાઈ હતી. જો તમારી પાસે પણ એવી કોઈ દુર્લભ નોટ પડી હોય તો તમને તેના 1 લાખ સુધી મળી શકે છે.

image source

તમને જો ખ્યાલ હોય તો માતા વૈષ્ણૌદેવીના મંદિરમા પ્રશાદ રૂપે સિક્કા આપવામા આવે છે. જો તમારી પાસે પણ માતા વૈષ્ણદેવીના દરબારના 5 અને 10ના સિક્કા હોય તો તમે તેને વેચીને પણ કમાણી કરી શકો છો. 2002માં આ સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં માતાજીની તસ્વીર કોતરવામાં આવી છે અને લોકોમાં આ સિક્કાનું ખુબ આકર્ષણ છે જેની પાછળ માતાજી પરની અપાર શ્રદ્ધા જવાબદાર
છે. તો પછી હવે જરા પણ મોડું ન કરો જો તમારી પાસે હોય આવા સિક્કા કે નોટ તો ઇ બે પર મુકીને બોલાવો તેની હરાજી.