શું તમારી પત્ની હંમેશા રહે છે બીમાર? તો આ વાસ્તુદોષ છે તેનું કારણ જાણો તમે પણ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક દોષ વિષે જણાવવામાં આવ્યું છે, જેના કારણે મહિલાઓના જીવન પર ખરાબ અસર
પડે છે. ઘણી વાર તો વંશવૃદ્ધિની સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે, મહિલાઓનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહેવા લાગે છે અને કેટલીક વાર તો
તેમના વૈવાહિક જીવનમાં પણ ઘણો તણાવ વધી જાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક વાસ્તુ દોષ વિષે જેથી આપ પોતાને અને પોતાની પત્નીને એનાથી બચાવી શકો.

image source

જો કે, ભારતીય સમાજમાં ઘરમાં રહેતી ગૃહિણીઓને કોઈ ખાસ મહત્વ આપવામાં નથી આવતું. પરંતુ આ જ ગૃહિણી જો બીમાર પડી જાય
છે કે પછી કોઈ કારણના લીધે તે ઘરના કામ નથી કરી શકવા સક્ષમ નથી તો ઘરમાં રહેતી નાની મોટી દરેક વ્યક્તિ માટે મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે.

image source

પરંતુ જો કોઈ ઘરની ગૃહિણી સતત લાંબા સમય સુધી એકાએક બીમાર રહેવા લાગે છે તો આવા ઘરની સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે. ઘરની ગૃહિણીનું આવી રીતે બીમાર રહેવું ક્યાંકને ક્યાંક વાસ્તુ દોષના કારણે પણ હોઈ શકે છે. આજે અમે આપને કેટલાક એવા જ વાસ્તુ દોષ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના લીધે ઘરની મહિલાઓની બીમાર રહેવાની સંભાવના બને છે.

આપના ઘરમાં છે આ વાસ્તુ દોષ:

image source

-જો આપના ઘરમાં પાણીના બોરિંગની વ્યવસ્થા દક્ષિણ દિશામાં કરવામાં આવી છે તો આ ઘણો જ મોટો વાસ્તુ દોષ છે. આ વાસ્તુ દોષથી
ઘરની મહિલાઓનું સ્વાસ્થ્ય કથળતું રહે છે અને અનિચ્છિત ખર્ચ પણ વધે છે.

image source

-જો આપના ઘરની ગૃહિણીઓ દક્ષિણ દિશા તરફ ચહેરો રાખીને ભોજન બનાવે છે તો આપની પત્નીને સર્વાઈકલ, હાડકાઓમાં દુઃખાવો,
કમરમાં દુઃખાવો જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

-ઘરમાં ગૃહિણી જયારે ભોજન બનાવે છે ત્યારે ગૃહિણીની પીઠ દરવાજા તરફ હોવાથી પણ તેમની કમરમાં દુઃખાવો થાય છે.

image source

-જો આપના ઘરમાં ઉત્તર- પૂર્વ દિશા તરફ શૌચાલય બનાવવામાં આવ્યું છે તો આ ઘણો મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. આવી રીતે
થવાથી ઘરની મહિલાઓ માટે વંશવૃદ્ધિમાં વિઘ્ન ઉત્પન્ન થઈ શકે છે.

image source

-જો આપના ઘરમાં રહેતા દંપત્તિનો બેડરૂમ ઉત્તર- પૂર્વ દિશામાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ વ્યવસ્થા યોગ્ય છે નહી. આવી રીતે દંપત્તિના બેડરૂમની વ્યવસ્થા હોવી પણ આ દંપત્તિને સંતાન પ્રાપ્તિ માટે વિઘ્ન આવી શકે છે. સારું રહેશે કે ઘરના માલિકનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.