શું તમે જાણો છો દિવાળીએ કઈ જગ્યાઓએ પ્રગટાવવા જોઈએ દીવા, જાણો અને મેળવી લો લાભ

દિવાળી પ્રકાશનું પર્વ છે.આ દિવસે ખાસ કરીને ઉંબરા પર દીવો કરવાની પરંપરા છે. આ સિવાય તે ખુશીનો તહેવાર હોવાથી આખા ઘરમાં દીવા કરવામાં આવે છે અને તેની રોશનીથી ઘરને સજાવવામાં આવે છે. આપણે દિવાળીમાં દીવા તો કરીએ છીએ. પણ આપણે જાણતા નથી કે ક્યાં અને કેવી રીતે કયા કારણ સર દીવો કરવામાં આવે છે. તો ચાલો આ દીવાળીએ જાણીએ કે કઈ 15 જગ્યાઓ છે જ્યાં દીવો કરવો જોઈએ. અને શા માટે. આ જગ્યાઓ કોનું સ્થાન ગણાય છે. જો તમે દિવાળીમાં આ જગ્યાઓએ દીવો કરો છો તો તમારી મુસીબતો ઘટે છે અને લાભની આશા રહે છે.

image source

આમ તો દિવાળીમાં દીવા કરવાની પ્રથા અગિયારસથી જ શરૂ કરવામાં આવે છે. પરંતુ ખાસ કરીને ધનતેરસના દિવસે અકાળનું મૃત્યુ ટાળવા માટે યમ નામનો દીવો પ્રગટાવવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 અને ઘરની અંદર 13 દીવા કરવા. આમ કરવાથી તમે અકાળ મૃત્યુથી રાહત મેળવી શકો છો. તો આ દિવાળીએ આ કામ અચૂક કરશો. જ્યારે તમે યમ દીવો પ્રગટાવો છો ત્યારે ખાસ કરીને જૂના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવો ઘરના દરેક સભ્યોએ અલગ અલગ પ્રગટાવવો. આ દીવો કરતી સમયે તેલ કે ઘી નહીં પણ ખાસ કરીને સરસિયાનું તેલ ઉપયોગમાં લેવાય છે. આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ અને કચરાના ગટર અથવા ડમ્પ નજીક મૂકવામાંઆ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ અને કચરાના ગટર અથવા ડમ્પ નજીક મૂકવામાં આવે છે. અને પછી તેને જળ ચઢાવવામાં આવે છે. અન્ય એક પરંપરા અનુસાર આ દિવસે રાતે ઘરનો સૌથી મોટો સભ્ય એક દીવો પ્રગટાવે છે અને તેને આખા ઘરમાં ફેરવે છે. જ્યારે તેઓ દીવાને ઘરની બહાર લઈ જાય છે ત્યારે ઘરના અન્ય તમામ સભ્યો ઘરમાંર રહે છે અને આ દીવો દેખાતો નથી. માનવામાં આવે છે કે બધી અનિષ્ટ અને કલ્પિત દુષ્ટ શક્તિઓ તેને ઘરની આસપાસ ખસેડીને ઘરની બહાર જાય છે.

જાણો આ એક દીવા સિવાય અન્ય દીવા ક્યાં અને કેવી રીતે કરવા

image source

1. દિવાળીના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવા માટે દીવો પ્રગટાવવામાં આવે છે. યાદ રાખો કે આ દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય તે જરૂરી છે.

2. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી જો તમારી કોઈ દેવું હોય તો તેમાંથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ ઝડપથી સમાપ્ત થાય છે.

image source

3. દિવાળીની રાત્રે તુલસી પાસે ત્રીજો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમારા ઘરમાં તુલસીજીનો છોડ નથી, તો તમે આ દીવો બીજા કોઈ છોડની પાસે રાખી શકો છો.

4. ચોથો દીવો દરવાજાની બહાર ઉંબરાની આસપાસ મૂકવામાં આવે છે અથવા રંગોળીની વચ્ચે મૂકવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી ઘરમાં વાસ કરવા ઝડપથી આવે છે.

image source

5. પાંચમો દીવો પીપળાના ઝાડની નીચે મૂકવાની પરંપરા છે.

6. આ સિવાય છઠ્ઠો દીવો કોઈ નજીકના મંદિરમાં રાખવો જોઈએ.

7. સાતમો દીવો કચરો નાંખવાની જગ્યાએ રાખવામાં આવે છે.

image source

8. બાથરૂમના કોઈ એક ખૂણામાં આઠમો દીવો કરો.

9. નવમો દીવો ત્યાં બારણા પાસે મુકવામાં આવે છે અથવા જો તમારા ઘરમાં ગેલેરી હોય તો તમે તેને ત્યાં મૂકો.

10. દસમા દીવાને તમે મકાનની દિવાલો પર અથવા બાઉન્ડ્રી દિવાલ પર મૂકી શકો છો. તેની રોશની તમને અને માતા લક્ષ્મીને આકર્ષે છે.

11. ઘરની બારીઓ પર 11મો દીવો કરવો.

image source

12. બારમો દીવો ઘરની અગાશી પર કરવો.

13. તેરમા દીવો કરીને તેને કોઈ પણ એક ચાર રસ્તા પર મૂકી આવવામાં આવે છે.

14. કુલ દેવી અથવા દેવ, યમ અને પિતરાઓ માટે દિવાળીના દિવસે ચૌદમો દીવો પ્રગટાવાય છે.

image source

15. પંદરમો દીવો ગૌશાળામાં કરવામાં આવે છે.