રવિવારની રજા આ વ્યક્તિએ કરાવી હતી જાહેર, આ ઇતિહાસ વાંચીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

એક સમય એવો હતો કે જયારે અઠવાડિયું રવિવારથી કે સોમવારથી શરુ નહોતું થતું. તમે એમ પણ મણિ શકો કે અઠવાડિયાની શરૂઆત ગમે ત્યાંથી શરુ થતી અને ગમે ત્યારથી પુરી થતી કારણ કે કામકાજ કરનાર લોકોને દરરોજ કામ કરવું પડતું. ત્યારે થવાડિયામાં કોઈ એક દિવસ રજાની જોગવાઈ જ નહોતી. જો કે આજના સમયમાં અઠવાડિયામાં દર રવિવારે રજા એ સામાન્ય વાત છે. વળી, ક્યાંક તો અઠવાડિયાના કામ કરવાના પાંચ જ દિવસો હોય છે અને શનિ રવિ રજાના દિવસો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં રવિવારની રજા ક્યારે અને કઈ રીતે શરુ થઇ ?

image source

તેના પાછળનો ઇતિહાસ જાણવો પણ જરૂરી છે. અનેક લોકોની લડત અને સંઘર્ષ બાદ આ સંભવ થઇ શક્યું છે. રવિવારના દિવસે મોટાભાગના લોકો પોતાના ઘરે આરામ ફરમાવે છે તેનો શ્રેય નારાયણ મેઘાજી લોખંડેને જાય છે. બ્રિટિશ શાસનકાળમાં લોકોને ભારે પરેશાન કરવામાં આવતા. ત્યારે કોઈપણ મજૂરને કોઈ રજા નહોતી આપવામાં આવતી અને તેને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું હતું.

image source

એ સમયે નારાયણ મેઘાજી લોખંડે મજૂરોના નેતા હતા. મજૂરોની હાલત જોતા તેઓએ બ્રિટિશ સરકારને આ મુદ્દે જાણ કરી અને સાથે જ મજૂરોને અઠવાડિયામાં એક દિવસ રજા આપવાની વાત કહી પરંતુ બ્રિટિશ સરકારે તેઓની આ માંગણીનો અસ્વીકાર કર્યો.

image source

નારાયણ મેઘાજી લોખંડેને બ્રિટિશ સરકારનું આ વલણ બિલકુલ ન ગમ્યું. તેઓએ બધા મજૂરોને પોતાની સાથે લીધા અને આ મુદ્દે સારો એવો વિરોધ દર્શાવ્યો અને બ્રિટિશ સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. તેઓએ મજૂરોને તેમના હક અપાવવા માટે ઘણી મહેનત કરી. ” બોમ્બે હેન્ડ્સ એસોસિએશન ” દ્વારા તેઓએ વર્ષ 1881 માં પહેલી વખત કારખાના સંબંધી અધિનિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી અને તે માંગણીઓ પુરી કરવા માટે આંદોલનની શરૂઆત પણ કરી.

image source

આ માટે મજૂરોની માંગણીઓ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો જેમાં મજૂરોને રવિવારની રજા મળે, કામના સમય દરમિયાન ભોજન કરવાનો રીસેસ મળે, કામ કરવાની શિફ્ટ માટે કામનો સમય નિશ્ચિત હોય, કામ દરમિયાન થનારા અકસ્માતની પરિસ્તિથીમાં મજૂરને પગાર સાથે રજા મળે, દુર્ઘટનામાં મજૂરના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને પેંશન મળે તેવી માંગણીઓ કરાઈ હતી.

image source

આંદોલન એવડું મોટું થઇ ગયું હતું કે લોખંડેજીની મજુર સભામાં બોમ્બેના રેસકોર્સ મેદાનમાં દેશભરમાંથી લગભગ 10 હજાર જેટલા મજૂરો જોડાયા અને કામબંધ કરવાનું એલાન કર્યું. આ આંદોલનથી બ્રિટિશ સરકાર હરકતમાં આવી અને 10 જૂન 1890 માં બ્રિટિશ સરકારે આદેશ કર્યો કે હવેથી મજૂરોને અઠવાડિયામાં એક દિવસ રજા મળશે. ત્યારબાદ રવિવારને રજાનો દિવસ નક્કી કરવાનો નિર્ણય કરાયો. આ સાથે જ મજૂરને દરરોજ બપોરે અડધો કલાક આરામનો નિર્ણય પણ કરાયો જેને આપણે લંચ બ્રેકના નામથી ઓળખીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span