આ યુવતી સુશાંતને મળવા માટે પતિને 5 વખત છોડીને અમેરિકાથી આવી હતી ભારત, જાણો શું છે મામલો

સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી તેમનો પરિવાર સંપૂર્ણ રીતે તૂટી ગયો છે, સુશાંત સાથે શું થયું તે દરેક ફેન્સ અને બોલિવૂડના લોકો પણ જાણવા માગે છે. સુશાંત કેસમાં ઘણી વાર એવું પણ જોવા મળે છે કે અભિનેતા અને તેની બહેનોના સંબંધો પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ઘણી વાર એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સુશાંતનો પરિવાર તેના પૈસા પડાવવા માંગતો હતો. આ દરમિયાન સુશાંતના જીજાજીએ વિશાલ કીર્તિએ એક બ્લોગ શેર કરીને ભાઈ-બહેનના સંબંધ વિશે જણાવ્યું છે. જે જાણીને દરેક લોકો ચોંકી ગયા છે.

સુશાંતના જીજાજીએ બ્લોગ લખીને કર્યો ઘટસ્ફોટ

image source

સુશાંતના જીજુ વિશાલ કીર્તિએ તેના બ્લોગમાં લખ્યું છે કે તેની પત્ની શ્વેતા સિંહ કીર્તિ તેના ભાઈ સાથે રહેવા માટે પાંચ વખત મને છોડીને અમેરિકાથી ભારત આવી હતી. વિશાલ કીર્તિએ તેના બ્લોગમાં કહ્યું હતું કે મને આ વાતની કોઈ વખત ફરિયાદ નહોતી કે મારી પત્ની મને છોડીને જાય છે, પરંતુ આ દ્વારા તે રાજપૂત પરિવાર વચ્ચેનો બોન્ડ બતાવવા માંગે છે.

બ્લોગમાં 5 પ્રસંગોનો ઉલ્લેખ કરીને બધાને ચોંકાવ્યાં

image source

વિશાલએ પોતાના બ્લોગ દ્વારા વ્યથા વ્યક્ત કરી છે કે તેની પત્ની હવે આવી સફર કરી શકશે નહીં, કેમ કે સુશાંત તેના પરિવારનો સ્ટાર હતો, તે હવે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. વિશાલે તેમના બ્લોગમાં તે 5 પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે જ્યારે શ્વેતા સુશાંત સાથે રહેવા માટે તેને અમેરિકા એકલો છોડીને ભારત આવી ગઈ હતી.

image source

વિશાલ કીર્તિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્વેતાને વર્ષ 2014માં પરિવારના કોઈ પ્રસંગ વિશે જાણ થઈ હતી, સાથે જ જાણ થઈ હતી કે સુશાંત પણ ત્યાં આવવાનો છે. કંઇપણ વિચાર્યા વિના ટિકિટ બુક કરાવી અને ભારત પહોંચી હતી. પછીના મહિનામાં હું મારી પુત્રી સાથે જૂનમાં ભારત ગયો, અને અમે બધાએ સુશાંત સાથે થોડો સમય પસાર કર્યો.

આખા પરિવારે એમ એસ ધોની સાથે જોવાનો નિર્ણય લીધો

image source

વિશાલ કિર્તી અનુસાર 2015માં શ્વેતા સુશાંતને ફરીથી મળવા ગઈ હતી અને મે સંમતિ પણ આપી હતી, તે દરમિયાન તે એમએસ ધોનીની બાયોપિકમાં કામ કરતો હતો. પછી 2016માં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આખું કુટુંબ સુશાંતની ફિલ્મ એમએસ ધોની સાથે જોશે, જ્યારે શ્વેતા 3 દિવસ માટે ભારત ગઈ હતી. વિશાલ કીર્તિએ 5મી સફરનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ખૂબ જ અચાનક થયું હતું, પરંતુ આ વખતે મારી પત્ની તેના ભાઈને મળી શકી નહીં, અને મને ખૂબ જ દુખ છે કે આવી સફરો હવે ક્યારેય નહીં કરી શકે.

સુશાંત કેસમાં પરિવારના વકીલે કર્યો મોટો ખુલાસો

image source

વિકાસ સિંહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઘણા સમય પહેલા મેં એઈમ્સના એક ડૉક્ટરને સુશાંતના ફોટા મોકલ્યા હતાં, જે તેની બહેને નીતૂએ પોતે જ પાડેલા હતાં. આ ફોટાને જોઈને જ ડૉક્ટરે કહી દીધું હતું કે, આ આત્મહત્યા હોઈ જ ના શકે. માટે જ મને એ વાત નથી સમજાતી કે સીબીઆઈને આ કેસને આત્મહત્યામાંથી હત્યામાં ફેરવવામાં શું મુશ્કેલી છે. આમ કરવામાં આટલી વાર કેમ લગાડવામાં આવી રહી છે.

image source

આજે જ એઈમ્સની ટીમ બેઠેલી હતી. 5-6 દિવસથી સીબીઆઈ પણ આવેલી છે. પરંતુ આ મામલે હજી સુધી કોઈ મીટિંગ પણ નથી બોલાવવામાં આવી. જેથે આ મામલે વિલંબ થવાથી દિવંગત અભિનેતાના પરિવારજનોને લાગી રહ્યું છે કે, કેસની તપાસ યોગ્ય દિશામાં નથી. જો આ કેસની તપાસ યોગ્ય દિશામાં નહીં થાય તો તે અયોગ્ય ગણાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span