સુશાંતની પાડોશી મહિલાએ ખોલ્યા અનેક રાઝ, જે જાણીને તમને પણ મનમાં પ્રશ્ન થશે કે શું સુશાંતે સ્યુસાઇડ કર્યુ હશે ખરા?

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પહેલાં મુંબઈ પોલીસના હાથમાં હતી ત્યાર બાદ તેમાં બિહાર પોલીસે પણ જંપ લાવ્યું અને હવે બિહાર પોલીસ તેમજ સુશાંતના કુટુંબીજનો દ્વારા આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તે માટે સુપ્રિમ કોર્ટમાં અરજ કરવામાં આવી હતી જેમાં સુપ્રિમ કોર્ટ સુશાંતની તપાસ સીબીઆઈને સોંપી છે. જેનાથી સુશાંતના ફેન્સને રાહત મળી છે. સુશાંતના મૃત્યુની તપાસ સીબીઆઈ કરે તેવી ઘણા દિવસોથી માંગ ઉઠી હતી અને એક ચળવળ પણ તેના માટે ચાલી હતી.

image source

હાલ સીબીઆઈના હાથમાં આ આખોએ માંમલો આવી ગયો છે અને સીબીઆઈ દ્વારા આ આખાએ મામલાની તપાસ દરેક એંગલથી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટ પર પણ જોવા મળી હતી. હવે આ કેસમાં એક નવી વાત જાણવા મળી છે. સુશાંતની પાડોશી મહિલાએ સુશાંતના મૃત્યુને લઈએ એક નવો જ ખુલાસો કર્યો છે અને તેના કારણે તેના મૃત્યુનું રહસ્ય ઓર વધારે ઘેરાયું છે.

image source

સુશાંતની પાડોશમાં રહેતી આ મહિલાએ મિડિયાને જણાવ્યું કે તે સુશાંતની જ બિલ્ડિંગમાં રહે છે અને તેણે જણાવ્યું કે સુશાંતના રૂમની લાઇટ 13મી જૂનની રાત્રે બંધ થઈ ગઈ હતી. અને તે રાત્રે માત્ર કીચનની એક લાઇટ જ ચાલુ જોવા મળી હતી. તેણીના કહેવા પ્રમાણે આવું પહેલાં ક્યારેય નથી બન્યું.

image source

તેણીના કહેવા પ્રમાણે સામાન્ય રીતે સુશાંતના ઓરડામાં રાત્રે 4 વાગ્યા સુધી લાઇટ ચાલુ રહેતી હતી, પણ તે દિવસે લાઇટ 10.30 વાગ્યે જ બંધ થઈ ગઈ હતી. બીજી બાજુ તેણીએ એ પણ જણાવ્યું કે 13મી જૂનની રાત્રીએ સુશાંતના ઘરે કોઈ જ પાર્ટી નહોતી. તેણીએ આ દિવસે કંઈક અજૂકતું થવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

IMAGE SOURCE

આ મહિલાના સામે આવતા અને તેના આવા ચોંકાવનારા નિવેદન બાદ બની શકે કે સીબીઆઈ આ મહિલાની પણ પૂછપરછ કરે. એમ પણ સુશાંતના મૃત્યુને લઈને વિવિધ સાચી ખોટી વાતો મિડિયામાં સમયાંતરે આવતી જ રહે છે અને તેના કારણે મામલો ઓર વધારે ગુંચવાઈ રહ્યો છે. અને આ મહિલાના આવા નિવેદનના કારણે સુશાંતના રૂમનું રહસ્ય પણ ઘેરાયું છે. તો વળી સોશિયલ મિડિયા પર પણ આ વાતને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે, એમ પણ સુશાંતના ફેન્સ એ માનવા તૈયાર નથી કે તેણે આત્મ હત્યા કરી હોય, તેની હત્યા થઈ હોવાનો ઘણા લોકોનો દાવો છે અને માટે જ સીબીઆઈની તપાસનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

IMAGE SOURCE

સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને સુશાંતના કેસની તપાસ માટે મંજૂરી મળતાં જ સીબીઆઈની ટીમ મુંબઈ હાજર થઈ ગઈ હતી. બીજી બાજુ મુંબઈ પોલીસે પણ સીબીઆઈની ટીમને પૂર્ણ સહકાર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સીબીઆઈ ટીમે સુશાંતના ઘરની તપાસ તો કરી જ લીધી છે. અને હાલ પણ તેના ઘરે હાજર છે. 12 નિષ્ણાતોની ફોરેનસિક ટીમે ઘરની જીણવટથી તપાસ કરી છે, આ નિષ્ણાત દીલ્લીની એઇમ્સ હોસ્પિટલમાંથી બોલાવવામાં આવ્યા છે. તો 6થી 8 સીબીઆઈ અધિકારીઓ પણ મૃત્યુના દિવસને રિક્રેએટ કરી રહ્યા છે. આ બધી જ પ્રોસેસનો સીબીઆઈ ટીમ દ્વારા વિડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે.

IMAGE SOURCE

સીબીઆઈ ટીમ વોટરસ્ટોન રીઝોર્ટ કે જે અંધેરી પૂર્વમાં આવેલી છે ત્યાં પણ ગઈ હતી કે જ્યાં ગયા વર્ષે સુશાંત બે મહિના માટે રહ્યો હતો. દીલ્લીની એમ્સ હોસ્પિટલમાંથી બોલાવવામાં આવેલી ફોરેન્સિક ટીમ સુશાંતની કૂપર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રીપોર્ટની પણ તપાસ કરશે જે બાબતે પણ લોકોને ખૂબ શંકાઓ છે.

IMAGE SOURCE

મૃત્યુના દિવસે બનેલી ઘટનાઓને રી ક્રીએટ કરવા માટે સીબીઆઈની ટીમ સુશાંતના બાન્દ્રા ખાતેના ફ્લેટ પર ગઈ હતી અને તેમની સાથે સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને તેનો હાઉસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ ઉપરાંત સુશાંત જે મનોચિકિત્સકની સલાહ લેતો હતો તેનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરશે તો વળી ત્યાર બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રીઆ ચક્રવર્તી અને તેના કુટુંબની પૂછપરછ પણ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span