સુશાંતને આ વસ્તુનો બહુ લાગતો હતો ડર, શું તમે જોઇ વાયરલ થયેલી આ વિડીયો ક્લિપ?

સુશાંત સિંહ રાજપૂતે પોતે જ કહ્યું હતું કે જીવનમાં સૌથી વધારે ડર કઈ વસ્તુથી લાગે છે, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

સુશાંતના નિધનના સમાચાર પછી અવારનવાર સોશિયલ મીડિયા અને મીડિયામાં સુશાંતને લગતી ખબરો જોવા મળી રહી છે, ત્યારે હાલમાં સુશાંત સિંહના ઈન્ટરવ્યુંની એક કલીપ ઘણી વાયરલ થઇ રહી છે. આ ક્લીપમાં તેઓ પોતાના જીવનના સૌથી મોટા ડર વિષે વાત કરતા જોવા મળી રહ્યા છે.

કઈ વસ્તુથી સૌથી વધારે ડર લાગે છે

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચાર આવ્યાને અઠવાડિયાથી વધુ સમય થઇ ચુક્યો છે, પણ એમના ચાહકો હજી સુધી એમની યાદોમાથી બહાર આવી શક્યા નથી. જો કે કેટલાક લોકો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જૂની તસ્વીરો શોધી રહ્યા છે, તો કેટલાક લોકો એમની વિડીયો કલીપ શેર કરીને એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

image source

જો કે અવારનવાર સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ વિશે ચાલતું જોઇને એ માનવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે કે આવા હસમુખા સુશાંત સિંહ હવે આપણી વચ્ચે રહ્યા નથી. જો કે હાલમાં જ એમની એક નાનકડી વિડીયો કલીપ સામે આવી છે, આ દરમિયાન આપને જણાવી દઈએ કે એમને કઈ વસ્તુથી સૌથી વધારે ડર લાગે છે.

મને નથી ખબર હોતી, હું કોણ છુ

image source

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ક્લીપમાં તમે જોઈ શકો છો કે ફિલ્મ વિશ્લેષક કોમલ નાહાટા એમને પૂછી રહ્યા છે કે જીવનમાં સૌથી મોટો ડર કઈ વતનો છે. આ અંગે જવાબમાં સુશાંત સિંહ કહે છે કે કદાચ જીવનનો સૌથી મોટો ડર કઈ હોય તો એ છે મૃત્યુ. સુશાંત કહે છે કે, ‘કદાચ મૃત્યુ, એવું એટલા માટે પણ છે કારણ કે ત્રણ કલાક માટે જ્યારે હું સુઈ જાઉં છું, તો મને નથી ખબર હોતી કે હું કોણ છુ.

image source

આ બહુ જ ખતરનાક હોય છે કે તમને ખબર જ નથી કે તમે કોણ છો. કદાચ આવું જ ત્યારે પણ થતું હશે જ્યારે તમે મરી જાઓ છો.’ આવા સમયે સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું થાય છે કે સુશાંત જે મૃત્યુ શબ્દથી જ આટલા ડરતા હતા એને એમણે ગળે શા માટે લગાવ્યું. અત્યારે વાયરલ થયેલ સુશાંતની આ વિડીયો કલીપ પર એમના ફેન્સના ભાવનાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે.

વાસ્તવિક કારણ સામે આવી શક્યું નથી

 

View this post on Instagram

 

A post shared by Nona Yousef (@nonasushantrajput) on

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જુનના દિવસે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં જ ફાંસી લગાડીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે સુશાંતની પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ આ જ કારણ સામે આવ્યું છે. જો કે પોલીસ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા લોકોને આ બાબતે પુછતાછ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nona Yousef (@nonasushantrajput) on

જો કે હજી સુધી એમની મૃત્યુનું વાસ્તવિક કારણ સામે આવી શક્યું નથી. જો કે આ હાઈ પ્રોફાઈલ કેસને સોલ્વ કરવા માટે પોલીસ એમના અંગત જીવન અને પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલા દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.

Source: ABP Live

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.