સુશાંતની ફેવરિટ વાનગી હતી આ, તેમના સાથી કલાકારે વાગોળી યાદો…

મનોશ બાજપેયી યાદ કરતા કહ્યું કે આ સુશાંત સિંહ રાજપૂતની પ્રિય વાનગી હતી.

પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયીએ સોન ચીડિયામાં સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની ટીકાકારોએ ખૂબ પ્રશંસા કરી હતી. સુશાંતના મોતના સમાચારથી મનોજને ભારે આંચકો લાગ્યો છે. સુશાંતને સક્ષમ અભિનેતા ગણાવતા મનોજે તેની ખોટને બોલીવુડની મોટી ખોટ ગણાવી છે. પરંતુ આ સાથે તેણે સુશાંતની પ્રિય વાનગી શું છે તે પણ કહ્યું.

IMAGE SOURCE

મનોજ બાજપેયીએ કહ્યું હતું કે હવે તે સુશાંતને તેના ઘરે બનાવેલી મટન કઢી ખવડાવવા માટે કદી બોલાવી શકશે નહીં. તેણે કહ્યું, “સેટ પછી, મને હજી પણ યાદ છે કે તે મટન કઢીને કેટલું પસંદ કરતો હતો. તે હંમેશાં મારા ઘરે બપોરનું ભોજન અથવા રાત્રિભોજન લેવાનું પસંદ કરતો હતો. હવે તે મારા મકાનમાં તેની પ્રિય કઢી ક્યારેય ખાઈ શકશે નહીં તે વિચારીને મને દુઃખ થાય છે.

મનોજે કહ્યું કે સોનચિડિયામાં તેની સાથે વિતાવેલી ક્ષણો મારી નજર સામે આવી રહી છે. સુશાંત હવે આ દુનિયામાં નથી તેવું માનવું ખૂબ મુશ્કેલ છે.

image source

આપને જણાવી દઈએ કે રવિવારે બોલિવૂડ દુનિયા માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સવારે અહીંના બાંદ્રામાં તેમના ઘરે આત્મહત્યા કરી હતી. રાજપૂત (34) મૂળ બિહારના હતા. તેમણે મુંબઈ સ્થળાંતર કરતા પહેલા પટના અને નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. રાજપૂત નીરજ પાંડેની 2016 ની રજૂ થયેલ ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માં મુખ્ય ભૂમિકા માટે જાણીતા છે, જે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક છે.

image source

આ ફિલ્મ બાદ રાજપૂત ખૂબ જ ફેમસ થયા હતા. આ ફિલ્મ બાદ તેને સારા અલી સાથે બદ્રીનાથ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેની છેલ્લી ફિલ્મ શ્રદ્ધા કપૂર સાથે છિછોરે આવી હતી જે સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.

સુશાંતે ‘એમ એસ ધોની’ તથા ‘કેદારનાથ’ જેવી હિટ ફિલ્મ આપી હતી. ‘પીકે’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં સુશાંત પાંચથી સાત કરોડ રૂપિયા ફી લેતો હતો. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત તથા સ્ટેજ શોમાં કામ કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે સુશાંતે 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. આ પ્લોટ ‘સી ઓફ મસકોવી’માં છે. નવાઈની વાત એ છે કે તે પોતાના પ્લોટ પર નજર રાખવા માટે એક દૂરબીન ખરીદ્યું હતું. તેની પાસે એડવાન્સ ટેલિસ્કોપ 14LX00 હતું. સુશાંતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી.

image source

સુશાંતે 25 જૂન, 2018માં આ પ્રોપર્ટી પોતાના નામે કરી હતી. જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ પ્રમાણે, કાયદાકીય રીતે આના પર માલિકી હક મળી શકે નહીં, કારણ કે પૃથ્વીની બહારની દુનિયા માનવજાતિની છે અને તેમાં એક દેશ હકદાવો કરી શકે નહીં. સુશાંત પહેલો એવો એક્ટર હતો, જેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.