સિરિયલના શૂટિંગ શરૂ થતા PPE કીટ પહેરીને સેટ પર પહોંચ્યા ક્રુ મેમ્બર, શેર કરેલી તસવીરો જોઇ લો તમે પણ

કોરોના વાયરસના ત્રાસથી સમગ્ર વિશ્વ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. કોરોના વાયરસ જેવી મહામારીના સંક્રમણને ફેલાતા રોકવા માટે અન્ય દેશોની જેમ ભારતમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું.જેના પરિણામે છેલ્લા ત્રણ મહિનાથી લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા અને આમાં આપણા મોટા અને નાના પડદાના કલાકારો પણ બાકાત નથી. ફિલ્મો અને સીરિયલના શૂટિંગ બંધ હોવાને કારણે એ લોકોએ પણ પોતાનો સમય ઘરમાં જ રહીને પસાર કર્યો છે. પણ હવે ધીમે ધીમે જનજીવન પહેલા જેવું થઈ રહ્યું છે.

image source

મુંબઈની ફિલ્મ સિટીમાં હવે રોનક દેખાવા લાગી છે. સરકાર દ્વારા લોકડાઉનમાં મળેલી છૂટછાટના આધારે હવે ટીવી સિરિયલનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. એકતા કપૂરની સિરિયલ “કુંડલી ભાગ્ય”, “કુમકુમ ભાગ્ય”, “પવિત્ર બંધન” અને “નાગીન 4″નું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે.

image source

આ દરમિયાન જ્યાં એક તરફ સેટ ને સંપુર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવ્યો છે તો સેટ પર ક્રુ મેમ્બર પણ પીપીઈ કીટ પહેરેલા નજરે પડ્યા છે. એકતા કપૂરે જાતે જ સેટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

image source

એકતા કપૂરે શેર કર્યો ફોટાનો કોલાજ.એકતા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેટ પર શૂટિંગની તૈયારીઓના ફોટાનો કોલાજ શેર કર્યો છે. લગભગ ત્રણ મહિનાથી શોના શૂટિંગ બંધ હતા, એવામાં એક્ટર્સથી લઈને પ્રોડ્યુસર તેમજ ક્રુ મેમ્બર પણ કામ પર પરત ફરીને ખૂબ જ ઉત્સાહિત છે. શૂટિંગને લઈને મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેને બરાબર રીતે અનુસરવામાં આવી રહી છે.

image source

અને શરૂઆત થઈ ગઈ.

એકતા કપૂરે આ ફોટા શેર કરતા લખ્યું છે કે “અને શરૂઆત થઈ ગઈ #shootMode”

નિયા શર્માએ પણ શેર કર્યા કેટલાક ફોટા.

image source

નાગીન 4ના શૂટિંગ પર પહોંચેલી નિયા શર્માએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં એ સેટ પર ક્રુ મેમ્બરની વચ્ચે નજર આવી રહી છે. નિયા શર્માએ આ ફોટા શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે “ત્રણ મહિના પછી….જીવ હથેળી પર લઈને” જલ્દી જ ટીવી પર ટેલિકાસ્ટ થશે નવા એપિસોડ

image source

અત્રે નોંધનીય છે કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ત્રણ મહિના શૂટિંગ બંધ રહ્યું હતું. એવામાં ટીવી પર નવા એપિસોડ ટેલિકાસ્ટ નહોતા થઈ રહ્યા. હવે જ્યારે શૂટિંગ શરૂ થઈ ગયું છે તો આશા છે કે જલ્દી જ ટીવી સીરિયલના નવા એપિસોડ આપણને જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.