ઇટાલીનાં પ્રેસેના ગ્લેશિયર પર આ કારણે ઢાંકવામાં આવી રહી છે ખાસ પ્રકારની તાડપત્રી, શું તમે જાણો છો આ વિશે?

ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરમાં તેની સાઈડ ઇફેક્ટની અસર થવા લાગી છે. અને તેમાંય સૌથી મોટો ખતરો હિમ ગ્લેશિયરો એટલે કે બરફના પહાડો છે જે ધીમે ધીમે ઓગળી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ તેને ઓગળતા અટકાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ઇટાલીએ આ માટે દેશી ઉપાય શોધી કાઢ્યો છે. ઇટાલીમાં આવેલા પ્રેસેના ગ્લેશિયરને ઓગળતો અટકાવવા માટે તેને જીયોટેક્સટાઇલ તારપોલીન શીટ જેને આપણે દેશી ભાષામાં તાડપત્રી કહીએ છીએ તેના વડે ઢાંકવામાં આવી રહ્યો છે જેથી તેના ઓગળવાની ઝડપ ઓછી થઈ શકે.

image source

ઉલ્લેખનીય છે કે ઈટાલીનો પ્રેસેના ગ્લેશિયર 2700 મીટર એટલે કે લગભગ 8858 ફૂટથી 9842 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવે છે. તથા વર્ષ 1993 થી અત્યાર સુધી ગ્લેશિયરનો ત્રીજા ભાગનો હિસ્સો ઓગળી ચુક્યો છે. જો કે ત્યાંની સરકાર તેને ઓગળતો અટકાવવા માટે વધુ જાગૃત થઇ છે અને તેને જીયોટેક્સટાઇલ તાડપત્રી વડે ઢાંકવાનું કામ શરૂ કર્યું છે. સરકારે આ કામ માટે કેરોસેલો ટોનાલે નામની કંપનીને કોન્ટ્રાકટ પણ આપ્યો છે. વર્ષ 2008 માં ગ્લેશિયર સંરક્ષણ પરિયોજનાની શરૂઆત પણ આ ઇટાલિયન ફર્મ કેરોસેલો ટોનાલે દ્વારા શરૂ કરાઈ હતી.

image source

મીડિયા અહેવાલો પ્રમાણે 2008 માં પ્રેસેના ગ્લેશિયરનો 30000 વર્ગ મીટરનો વિસ્તાર ઢાંકવામાં આવ્યો હતો અને હવે આ ગ્લેશિયરનો 1 લાખ વર્ગ મીટરનો વિસ્તાર ઢાંકવામાં આવી રહ્યો છે. કામ કરનારી કંપનીએ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર સ્થિત લોમ્બાર્ડી અને ટ્રેંટીનો અલ્ટો અદીગે વિસ્તારમાં તાડપત્રીની લાંબી સ્ટ્રીપ્સ પાથરવાનું શરૂ કરી દીધું છે.

image source

નોંધનીય છે કે આ વિસ્તારમાં ગરમીની સિઝન શરૂ થતાં જ લગભગ છ અઠવાડિયા સુધી ચાલતી આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે. અને આ તાડપત્રી સપ્ટેમ્બર સુધી પાથરેલી રાખવામાં આવે છે.

image source

તાડપત્રી વડે પ્રેસેના ગ્લેશિયરને ઢાંકવાનું કામ કરતી કંપનીના જણાવ્યા મુજબ આખા ગ્લેશિયરને કવર કરવા લગભગ છ અઠવાડિયાનો સમય લાગે છે અને બાદમાં આ કવરને હટાવવા માટે પણ છ અઠવાડિયા જેવો સમય લાગે છે. ગ્લેશિયરના ઢાળ વાળા વિસ્તારોમાં તાડપત્રી રહી શકે એ માટે તાડપત્રીના બન્ને છેડે રેતી ભરેલી થેલીઓ મુકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં પણ આ રીતે ગ્લેશિયરને ઢાંકવામાં આવ્યા હતા પરંતુ તેનો વિસ્તાર ટૂંકો અને નાનો હતો.

વળી, પ્રેસેના ગ્લેશિયર પર જે તાડપત્રી ઢાંકવામાં આવી છે તે સામાન્ય તાડપત્રીથી ક્યાંય અલગ છે. આ તાડપત્રી સૂરજના કિરણોને પરિવર્તન કરી શકે છે અને તાડપત્રીની નિચે સૂરજની ગરમી નથી પહોંચતી જેથી ગ્લેશિયરના બરફ ઓગળવાની ગતિ ધીમી પડી જાય છે. બનાવટની વાત કરીએ તો આ તાડપત્રી ઓસ્ટ્રીયામાં બનેલી છે અને તેની એક શીટ 5 મીટર પહોળી તેમજ 70 મીટર લાંબી હોય છે. તથા એક શીટની કિંમત 450 ડોલર એટલે કે અંદાજે 34000 રૂપિયા જેવી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.