20 સેક્સ સોલ્જર્સની સાથે મોજ કરી રહ્યાં છે થાઇલેન્ડના રાજા, બીજા નવાબી શોખ જાણીને ફાટી જશે આંખો

આપણે રાજાઓના અજીબ કિસ્સા ઘણા જોયા છે અને સાંભળ્યા છે. ઈતિહાસ પણ સબુતમાં છે કે ઘણા તાનાશાહ આવ્યા અને ઘણા સારા રાજાઓ પણ આવ્યા. ત્યારે આજે એક એવા રાજાની વાત કરવી છે કે જે હયાત છે. પરંતુ તેના નિયમો તમને પલ્લે નહીં પડે. કારણ કે એક તરફ જ્યાં પોતાના દેશની જનતા કોરોના વાયરસના માર અને લૉકડાઉન બાદ આર્થિક સંકટને સહન કરી રહી છે, ત્યાં બીજી તરફ મહા વાચિરાલોંગકોંન પોતાની 20 સેક્સ સોલ્જર્સ, ચાર પત્નીઓ અને તમામ નોકર-નોકરાણીઓ સાથે જર્મનીની એક હોટલમાં આનંદ માણી રહ્યા છે. તેમણે ત્યાં ફાઇવ સ્ટાર હોટલનો આખો ફ્લોર પોતાના માટે બુક કરાવી લીધો છે.

image source

આ વાત છે થાઈલેન્ડની. કે જ્યાં હાલમાં સરકારની નીતિઓ વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોમાં સરકાર ઉપરાંત થાઈલેન્ડના રાજા મહા વાચિરાલોંગકોંનની વિરુદ્ધ પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન પ્રયુત ચાન ઓચાના પદ છોડવા અને ઇમરજન્સી લાગુ કરવાની ઘોષણા બાદ ચારથી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ છે તેમ છતાંય છેલ્લા એક સપ્તાહથી પ્રદર્શનકર્તા એકત્ર થઈ રહ્યા છે અને રાજતંત્રની વિરુદ્ધ લોકતંત્ર જિંદાબાદ સંબંધી માંગ રજૂ કરી રહ્યા છે. જો કે રાજાશાહી વિરુદ્ધ થાઈલેન્ડના લોકોનો ગુસ્સો ગેરવ્યાજબી પણ નથી. કારણ કે હાલમાં પરિસ્થિતિ કાબુ બહાર છે અને તે મજ્જા કરી રહ્યો છે.

image source

68 વર્ષીય રાજા મહાના કિસ્સા પણ અજીબ છે અને આખી દુનિયામાં ચર્ચાતા રહે છે. તેને સુંદર સ્ત્રીઓને ખૂબ શોખ છે અને તેમના માટે 20 સેક્સ સોલ્જર્સ છે જેમને તેઓ પ્રાઇવેટ બોડીગાર્ડ પણ કહે છે. તેમની ત્રણ પત્નીઓ હતી અને એક સેક્સ સોલ્જર સાથે સંબંધ ગાઢ થતાં તેમણે ચોથા લગ્ન પણ કરી લીધા છે. તેમની પાસે એક ફૂફૂ નામનું કૂતરું છે જેને તેઓએ પૂરા રોયલ અંદાજમાં એરફોર્સ ચીફ બનાવી દીધું છે. તેની અલગ ગાદી છે અને તેના માટે પણ લાખો ડૉલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા, થાઈલેન્ડના રાજા મહા વાચિરાલોંગકોંનએ પોતાની પત્નીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખ્યા બાદ હવે તેમની સજા માફ કરી દીધી છે અને તેમને હરમમાં ફરીથી સામેલ થવાની મંજૂરી આપી દીધી છે.

image source

વાત કઈક એમ છે કે રાજાએ 35 વર્ષીય સિનનેત વોંગવાજીરાપાકડીની સાથે લગ્ન કર્યા હતા પરંતુ 3 મહિના બાદ જ તેમની પર બેવફાઈનો આરોપ લગાવીને જેલમાં ધકેલી દીધિ. હવે જ્યારે તેની જેલમુક્તિ થઈ એ બાદ તરત જ તેમની પત્નીને જર્મનીમાં રાજાના હરમમાં સામેલ થવા માટે મોકલી આપવામાં આવ્યા છે. મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમે દક્ષિણ જર્મનીના અલ્પાઇન હોટલમાં શરણ લીધી છે. રાજા મહાએ હોટલનો ચોથા માળ બુક કરાવી દીધો છે. આ હોટલમાં રાજાના આનંદ માટે એક ખાસ રૂમ કે હરમ તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂમમાં રાજા 20 સેક્સ સોલ્જર્સની સાથે મનોરંજન કરે છે.

image source

એક અહેવાલ પ્રમાણે રાજાએ આ હોટલનો સમગ્ર ચોથો માળ પોતાના અને પોતાની ગર્લફ્રેન્ડ માટે બુક કરાવી દીધો છે. જર્મનીની સરકારે થાઈલેન્ડના રાજા રોકાયા હોવાના કારણે હોટલ સ્ટાફને કામ ચાલુ રાખવા માટે સ્પેશલ પરમિશન આપી છે. રાજા મહા વાજિરાલોંગકોર્ને 35 વર્ષની સિનનેત વોંગવાજીરાપાકડીની સાથે લગ્ન કર્યા હતા.

image source

સિનનેત પહેલા નર્સ હતી જે બાદમાં થાઈ આર્મીમાં હેલિકોપ્ટરની પાયલટ બની ગઈ. પાયલટની નોકરીના ત્રણ મહિનાની અંદર જ રાજાએ સિનનેતની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો. જોકે, તેમના આ લગ્ન વધુ દિવસો સુધી ટક્યા નહીં અને ઝઘડા બાદ રાજાએ તેમને કેદ કરવાનો આદેશ આપી દીધો.

image source

આ પહેલાં પણ રાજા વાજિરાલોંગકાર્નના ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે, જેનાથી તેમને 7 સંતાનો છે. તેમના ત્રીજી પત્ની સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ, થાઈલેન્ડના રાજા પાસે 30 અબજ ડૉલરથી વધુની સંપત્તિ છે. રાજાના હરમને થાઈલેન્ડથી ખાસ રીતે મંગાવવામાં આવેલા સોના અને ચાંદીની બહુમૂલ્ય વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે.

image source

રાજાને ડિપ્લોમેટિક છૂટ છે તેથી તેમના કોઈ પણ કામમાં જર્મનીની સરકાર કોઈ હસ્તક્ષેપ નથી કરી રહી. હાલમાં આ રાજા કોરોનાથી દૂર જર્મનીમાં રાજા 20 સેક્સ સોલ્જરની સાથે આલીશાન જિંદગી પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત રાજા મહા પોતાની સાથે અનેક નોકર પણ લઈને ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.