અહિંના લોકોને છે જબરો શોખ, જાણો તો ખરા આ ગરમ પ્રદેશમાં જઇને લોકો શું કરે છે થર્મોમીટર સાથે….

વિશ્વભરમાં હાલ હીટ ટુરીઝમનો એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ, યુરોપ, ચીન અને અમેરિકામાં આ ટ્રેન્ડ વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ માટે લોકો હજારો માઈલનું અંતર કાપી અમરિકામાં આવેલા નેવાડા સ્થિત ” ડેથ વેલી ” જઈને ત્યાંના થર્મોમીટર સાથે સેલ્ફી ફોટા પડી સોશ્યલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. નોંધનીય છે કે ગત મહિને સપ્ટેમ્બરમાં આ ડેથ વેલી ધરતી પરનું સૌથી ગરમ સ્થાન થવાને કારણે ચર્ચામાં હતું. આ સમાચાર વાયરલ થતા જ અહીંનું ટુરીઝમ અચાનક વધી ગયું છે.

image source

ડેથ વેલીની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીંનું તાપમાન સામાન્ય રીતે 130 ડિગ્રી ફેરનહીટ કે તેથી પણ વધુ ગરમ થઇ જાય છે. અહીં જેટલી ગરમી પડે છે એટલી ગરમીથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. વર્ષ 1913 માં અહીં 134.06 ડિગ્રી ફેરનહીટનું રેકોર્ડ તાપમાન માપવામાં આવ્યું હતું. અહીં પાણીનું નામોનિશાન નથી અને જો ક્યાંક પાણી મળી પણ જાય તો એ ખારું હોય છે. આ સ્થાનને વિશ્વના સૌથી ગરમ સ્થાનો પૈકી માનવામાં આવે છે જ્યાં કોઈનું વસવાટ કરીને રહેવું લગભગ અસંભવ છે.

image source

નોંધનીય છે કે ડેથ વેલી હંમેશાથી જ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ સ્થાન પર ચાલવાથી એવો અનુભવ થાય છે જાણે આપણે કોઈ માઇક્રોવેવ ઓવન પર ચાલી રહ્યા હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આટલો ગરમ પ્રદેશ હોવા છતાં અહીં વર્ષે 5 લાખ જેટલા પર્યટકો આવે છે અને હાલ તો ખાસ કરીને અહીંના તાપમાન દર્શાવતા થર્મોમીટર સાથે સેલ્ફી પડાવવા માટે અનેક પર્યટકો આવે છે. ડેથ વેલીમાં લગાવેલા આ એક્સ્ટ્રીમ થર્મોમીટર સાથેના પર્યટકોની તસ્વીર તેઓ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા હોવાથી અહીં વધુને વધુ પ્રવાસીઓ આવે છે.

image source

એનપીઆરની રિપોર્ટ અનુસાર ન્યુઝીલેન્ડ, યુરોપ અને ચીનથી ઘણા ખરા પર્યટકો ગરમ પ્રદેશનો અનુભવ લેવા ડેથ વેલી આવે છે. આ સ્થાને આવી પર્યટકો ગરમ વાતાવરણમાં રહેવાનો વિચિત્ર કહી શકાય તેવો શોખ પૂરો કરે છે અને થર્મોમીટર સાથે પોતે આ સ્થાને આવ્યા હતા તેની સાબિતી રૂપે થર્મોમીટર સાથે સેલ્ફી પણ લે છે. એટલું જ નહિ પણ આ સેલ્ફી માટે તેઓએ હજારો કિલોમીટરનું અંતર પણ કાપવું પડે છે.

image source

સૌથી વધુ વિચિત્ર વાત તો એ છે કે યુરોપના લોકો તો માત્ર અહીંના તાપમાનનો અનુભવ લેવા માટે જ અહીં આવે છે કારણ કે તેઓએ પોતાના દેશમાં ક્યારેય આટલા તાપમાન વિષે સાંભળ્યું પણ નથી હોતું. ડેથ વેલી પર આવનાર પર્યટકો પોતાની કારમાં એસી ચાલુ કરીને બેસી જાય છે અને જયારે અહીંનું તાપમાન વધી જાય છે તો કાર માંથી બહાર આવી થર્મોમીટર સાથે સેલ્ફી પડાવવા દોડી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span