નશામાં ધૂત આ બોલિવૂડ સ્ટાર્સે અનેક વખત મચાવ્યા છે તોફાનો, જાણો કોણ છે આ લિસ્ટમાં

પીધેલી હાલમાં આ બોલીવૂડ સ્ટાર્સે મચાવી દીધી ધમાલ – બોલીવૂડના એ લીસ્ટર છે આ યાદીમાં

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જીવન જરૂરિયાતની સેવાઓએ સિવાય દરેક ધંધારોજગાર હાલ બંધ છે, પણ કેટલાક રાજ્યોમાં કેટલીક જગ્યાઓએ દારૂના વિતરણની છૂટ આપવામાં આવી છે. અને દારૂના શોખીન લોકો જાણે રાહ જ જોઈ રહ્યા હોય તેમ દારૂની દુકાન પર લાંબી લાઈનો લગાવીને દારૂ ખરીદતા જોવા મળી રહ્યા છે. અને હાલ સોશિયલ મિડિયા પર કેટલીક એવી વિડિયો પણ વાયરલ થઈ રહી છે જેમાં દારૂડિયાઓ દારૂ પીને રસ્તા પર ધમાલ મચાવી રહ્યા છે. કેટલાક તો મારપીટ પર ઉતરી આવ્યા છે તો કેટલાક તો દારૂ પીધેલી હાલતમાં વાહનો ચલાવીને અકસ્માત પણ કરી રહ્યા છે. દારૂની છૂટ શું આપવામાં આવી મુસિબતોને જ આમંત્રણ આપવામાં આવ્યું. પણ એવું નથી કે સામાન્ય લોકો જ આવી ધમાલ મચાવતા હોય પણ કેટલાક એવા બોલીવૂડ સ્ટાર્સ પણ છે જેમણે દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી છે. તેમણે પણ પીધેલી હાલતમાં મારપીટ કરેલી છે. આજે અમે તમને તેવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીશું જેમણે દારૂ પીને ધમાલ મચાવી હતી.

image source

સલમાન ખાન

સલમાન ખાન 2002માં દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો તેની પણ તે સમયે મિડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પણ અવારનવાર સલમાન ખાન ડ્રંક થઈને ઝઘડો કરતો પણ જોવા મળ્યો છે. એકવાર તે અને શાહરુખ પણ આવી જ એક પાર્ટીમાં ઝઘડી પડ્યા હતા અને ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી તેમના અબોલા રહ્યા હતા. જોકે તે વિષેની કોઈ નક્કર જાણકારી નથી મળી શકી.

image source

શાહરુખ ખાન

શાહરુખ ખાન સાથે જોડાયેલો એક કિસ્સો 2012માં બની ગયો છે. જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયનને હરાવીને આઈપીએલ ચેમ્પિયનનો કપ જીત્યો હતો. આ જીતને સેલિબ્રેટ કરી રહેલા કેકેઆરના માલિક શાહરુખ ખાન ત્યારે વિવાદમાં ફસાયો જ્યારે એમસીએના ઓફિશલ્યની સાથે તે ભીડાઈ ગયો. આ મામલે એવી જાણકારી મળી હતી કે મેચ પુરી થયા બાદ એમસીએના ઓફિશલ્સે ફ્લડ લાઇટ્સ બંધ કરાવી દીધી અને તેના કારણે શાહરુખ ગુસ્સે ભરાઈ ગયો. અને તે એમસીએ અને બીસીસીઆઈના અધિકારીઓ સાથે બાખડી પડ્યો. જેને લઈને મુંબઈના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસે તેની તપાસ પણ કરી અને તેમાં જાણવા મળ્યું કે શાહરુખ ખાન તે વખતે પીધેલી હાલતમાં હતો.

image source

મિકા સિંહ

મિકા સિંહ પોતાના ચિત્રવિચિત્ર વર્તન માટે આખાએ બોલીવૂડમાં પંકાયેલો છે. 2006માં તો તેણે બધી જ હદ વટાવી મુકી હતી. તેણે પોતાની બર્થડે પાર્ટીમાં રાખી સાવંતને કીસ કરી લીધી હતી. અને ત્યાર બાદ રાખીએ આરોપ લગાવ્યો હતો કે મિકાએ તેણી સાથે તેવું બળજબરીથી કર્યું હતું. અને એવો પણ આરોપ હતો કે તે દરમિયાન તે પીધેલી હાલતમાં હતો.

image source

કપીલ શર્મા

ટેલીવીઝનના સુપર સ્ટાર અને કોમેડિયન કપિલ શર્મા પર પણ નશામાં અભદ્રતા દાખવવાનો આરોપ લાગી ચૂક્યો છે. જે વખતે તેના સાથી કલાકાર સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે તેનો ઝઘડો થયો હતો ત્યારે પણ તે પીધેલી હાલતમાં હતો તેવા અહેવાલ પણ મળ્યા છે.

image source

સંજય દત્ત

તો વળી સંજય દત્તની દારૂની તેમજ ડ્રગની આદત વડે પણ લોકો તેના જીવન પર આધારિત ફિલ્મ સંજુ દ્વારા જાણી ચુક્યા છે. એક અહેવાલ પ્રમાણે તો તે ભૂતકાળમાં લગભગ દરેક પાર્ટીમાં ડ્રગ લીધેલી હાલતમાં જ જોવા મળતો.

આ ઉપરાંત પણ બોલીવૂડના ઘણા બધા સ્ટાર્સ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં બોલીવૂડના ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે પોતાના ઘરે પાર્ટી આપી હતી તે વખતે એક વિડિયો વાયરલ થઈ હતી જેમાં જાણીતા બોલીવૂડ સ્ટાર્સ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેમાં વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, મલાઇકા અરોડા, અર્જૂન કપૂર, ઝોયા અખ્તર, વરુણ ધવન જેવા સિતારાઓ હતા. તેમાં પણ વિકી કૌશલની હાલત તો એટલી ખરાબ હતી કે તેને કોઈ હોશ જ નહોતો રહ્યો. પણ તેણે પાછળથી ચોખવટ કરતાં જણાવ્યું હતું કે તે બધું જ ખોટું હતું. હવે સાચું શું છે તે તો તેઓ જ જાણે. પણ તેમની આ પાર્ટીની વિડિયો તેમજ તસ્વીરની સોશિયલ મિડિયા પર ભારે નીંદા થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.