હાડકાને તાકાત આપે છે આ વસ્તુઓ, રોજ ભૂલ્યા વગર કરો તેનું સેવન…

આપણા શરીરમાં સ્વસ્થ અને મજબૂત હાડકા બનાવવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. માત્ર એટલું જ નહિ, આપણી માંસપેશીઓ અને નર્વ સિસ્ટમ સારી રીતે કામ કરે તે માટે પણ કેલ્શિયમ બહુ જ જરૂરી હોય છે. તો આજે જાણી લો કે, કેલ્શિયમથી ભરપૂર એ ચીજો વિશે, જે તમારા શરીરના હાડકાને મજબૂત બનાવશે અને શરીર રહેશે સ્વસ્થ.

image source

દૂધ

જ્યારે આપણે કેલ્શિયમ વિશે વિચારીએ છીએ, તો આપણા દિમાગમાં સૌથી પહેલા જે ચીજ આવે છે, તે દૂધ છે. આસાનીથી પાચ્ય દૂધ કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. બાળપણથી લઈને મોટેરા સુધીનાઓને હાડકા મજબૂત કરવા માટે દૂધ બહુ જ જરૂરી છે. એક કપ દૂધમાં 280 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે.

Florida Navel Oranges - Hale Groves - Ship Florida Oranges
image source

સંતરા

એક સંતરામાં 60 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. સંતરા આપણા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ડીની સાથે કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના અવશોષણમાં બહુ જ જરૂરી છે.

image source

બદામ

1 કપ રોસ્ટેડ બદામમાં 457 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમની ઉચ્ચ માત્રાવાળી ચીજોમાં તે સૌથી ઉપર છે. તે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તેનાથી હાર્ટની બીમારીઓનો ખતરો પણ ઓછો થઈ જાય છે. સાથે જ બદામ તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

image source

અંજીર

1 કપ સૂકા અંજીરમાં 242 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર અંજીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. તે તમારા હાડકાને મજબૂત કરે છે. મેગ્નેશિયમની સાથે અંજીર હાર્ટ બીટને પણ સારી રાખે છે.

image source

યોગર્ટ

યોગર્ટને રોજ ખાવામાં સામેલ કરો, કેમ કે તે કેલ્શિયમથી ભરપૂર છે. જો તમને દૂધ પસંદ નથી, તો તમે પ્રોટીનથી ભરપૂર યોગર્ટ ખાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.