આ અભિનેત્રીએ ભડાશ કાઢતા કહ્યું, ‘લોકો કહેતા કે તું એક્ટ્રેસ નહીં બની શકે, તું ઐશ્વર્યા-દીપિકા જેવી નથી દેખાતી, શરીર સંબંધ બાંધવા..’

બોલિવૂડનો હાલમાં મુશ્કેલીનો સમય ચાલી રહ્યો હોય તેમ લાગે છે. પહેલા મીટૂ અને હવે નેપોટીઝમના આરોપ સતત થઈ રહ્યા છે. ઉપરાંત સુશાંતના મોત બાદ ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યું છે. તો આ કડીમાં ‘દંગલ’ ફૅમ એક્ટ્રેસ સના ફાતિમા શેખે ખુલાસો કર્યો છે કે ત્રણ વર્ષની ઉંમરમાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું. આ એવી લડાઈ છે, જે યુવતીઓ રોજ લડે છે.

image source

દરેક સ્ત્રી તથા દરેક લઘુમતી વ્યક્તિને આ લડાઈ લડવી પડે છે. તેમ છતાંય તેને લાગે છે કે ભવિષ્ય સારું છે. ફાતિમા સના શેખે દંગલ ફિલ્મથી દેશ-વિદેશમાં પ્રખ્યાતિ મેળવી છે. ફાતિમાં હવે મુખ્ય અભિનેત્રી તરીકે લુડો અને સૂરજ પે મંગલ ભારી જેવી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો તેને કરવો પડ્યો છે. ફિલ્મોમાં કામ મેળવવું પણ મુશ્કેલ હતું. હતું.

3 વર્ષની ઉમરે થયું હતું શોષણ

image source

અભિનેત્રીએ આ ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે તે જ્યારે 3 વર્ષની હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. આવી વાત સ્ત્રીઓ માટે કલંક જેવી હોય છે એટલે તે ક્યારેય તેના વિશે વાત કરતી નથી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. જાતીય સતામણી અંગે હવે દેશભર અને દુનિયાભરના લોકોમાં જાગૃતિ વધી છે.

તું ઐશ્વર્યા-દીપિકા જેવી દેખાતી નથી તો તું કેવી રીતે હીરોઈન બની શકે

image source

ફાતિમાએ વેબ પોર્ટલ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મને અનેકવાર કહેવામાં આવ્યું હતું કે તું ક્યારેય એક્ટ્રેસ બની શકીશ નહીં. તું તો ઐશ્વર્યા-દીપિકા જેવી દેખાતી નથી તો તું કેવી રીતે હીરોઈન બની શકે. ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણાં લોકો હોય છે, જે તમને હતોત્સાહ કરી દેતા હોય છે. જોકે, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે આ ઠીક જ હતું. સુંદરતાના આ જ માપદંડ હોય તો તે આમાં આવતી નથી. વધુમાં ફાતિમાએ કહ્યું હતું, ‘હું અલગ છું અને મારી પાસે તક છે. મારા જેવા લોકો માટે પણ ફિલ્મ બનાવવામાં આવે છે. એવરેજ તથા નોર્મલ દેખાતા લોકો માટે પણ ફિલ્મ બનતી હોય છે.

સેક્સિઝ્મ દરેક ઈન્ડસ્ટ્રીમાં છે

image source

કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. જીવનમાં એવો સમય પણ આવ્યો છે જ્યારે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તમે સેક્સ કરશો ત્યારે તમને કામ મળશે. તેના કારણે ઘણી વખત એવું બન્યું છે કે ફિલ્મોમાં કામ કરવાની ઘણી તક તેના હાથથી છૂટી ગઈ હોય. ઘણી વખત એવું પણ બન્યું છે કે તે કોઈ ફિલ્મનો ભાગ હોય અને પછી તેને તેમાંથી કાઢી મૂકવામાં આવી હોય. મને એટલી ખબર છે કે આ બધા જ લોકો સહન કરે છે. સેક્સિઝ્મ દરેક ઈન્ડસ્ટ્રીમાં છે અને આ સત્ય છે. ફાતિમા સના શેખ ઘણી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળી હતી. તેની આ ફિલ્મો ઇશ્ક, ચાચી 420, વન ટુ કા ફોર અને બડે દિલવાલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ફાતિમાની અપકિંગ ફિલ્મ

image source

ફાતિમા ‘લુડો’ તથા ‘સૂરજ પર મંગલ ભારી’માં જોવા મળશે. સનાએ કહ્યું હતું કે તે એક્સપરિમેન્ટલ ફિલ્મમાં કામ કરવા માગે છે. ‘લુડો’ અનુરાગ બાસુની ફિલ્મ છે અને ‘સૂરજ પર મંગલ ભારી’માં દિલજીત દોસાંજે, અનુ કપૂર તથા મનોજ વાજપેઈ જેવા કલાકારો હતો, એટલે કામ કરવું હતું.