તમે પણ લહેરાવો છો ભારતનો રાષ્ટ્રધ્વજ, તો જાણી લો આ નિયમ અને કાયદા નહીં તો થશે સજા

15 ઓગસ્ટના દિવસે ધ્વજારોપણ કરવામાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લામાં આ દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે.સરકારી, બિન સરકારી કાર્યાલય, શાળાઓ વગેરેમાં આ દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે. આજે અમે તમને રાષ્ટ્રિય ધ્વજ સાથે જોડાયેલા કાયદા અને નિયમને વિશે જણાવીશું. ભારતમાં સ્વતંત્રતા દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

image source

15 ઓગસ્ટ 1947એ ભારતને અંગ્રેજી હૂકુમતથી આઝાદી મળી હતી. તો જાણી લો શું છે ધ્વજ સાથે જોડાયેલા નિયમ. જો તમે આ કોઈ પણ નિયમનું અનુકરણ કરવામાં નહીં આવે તો તમને સજા થઈ શકે છે. આ સજામાં દંડ અને જેલ બંને પણ થઈ શકે છે અથવા બંનેમાંથી કોઈ એક થઈ શકે છે. આ સાથે જ આ ખાસ અવસરે જાણવું જરૂરી છે કે રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઈએ, તેનું માપ શું હોવું જોઈએ, તેનું કપડું કેવું હોવું જોઈએ. તો આજે અહીં જાણી લો આ તમામ માહિતી.

લહેરાવવા માટે આવો હોવો જોઈએ રાષ્ટ્રધ્વજ

image source

ભારતના રાષ્ટ્રિય ધ્વજ હાથથી કાંતેલા અને વણાટ કરેલા ઉન, સુતરાઉ, સિલ્ક કે ખાદી કપડાંથી બનેલા હોવા જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનું માપ 3:2નું હોવું જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન

રાષ્ટ્રીય ધ્વજનો પ્રયોગ વ્યવસાયિક પ્રયોગ માટે ન કરવામાં આવે તે જરૂરી છે.

image source

કોઈને સલામી આપવા માટે રાષ્ટ્રધ્વજને ઝુકાવવો નહીં.

ઝંડાને અડધો ઝુકાવીને લહેરાવવો નહીં. જ્યાં સુધી ઝંડો લહેરાવવાનો આદેશ ન હોય ત્યાં સુધી તેને અડધો લહેરાવવો નહીં.

કોઈ પણ ડ્રેસ સામગ્રીમાં ભારતીય રાષ્ટ્રધ્વજનો પ્રયોગ કરવો નહીં.

image source

ભારતીય રાષ્ટ્રધ્વજમાં કોઈ પણ ફોટો, પેન્ટિંગ કે ફોટોગ્રાફ હોવો જોઈએ નહીં. તિરંગાની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં. ઝંડાનો પ્રયોગ અન્ય કોઈ રૂપમાં કરવો નહીં. ફાટેલો અને ગંદો ધ્વજ પ્રદર્શિત કરવો નહીં.

તિરંગાનું અપમાન કરવા બાબતે થઈ શકે છે સજા

image source

કોઈ વ્યક્તિ કોઈ સાર્વજનિક સ્થાન પર રાષ્ટ્રિય ધ્વજ કે ભારતના સંવિધાન કે કોઈ ભાગને બાળે છે કે નુકસાન કરે છે, દૂષિત કરે છે કે કોઈ પણ રીતે અપમાન કરે છે તો તેને 3 વર્ષની જેલ કે સજા થઈ શકે છે. એવા વ્યક્તિઓને જેલ અને દંડ બંનેથી સજા આપવામાં આવે છે.

image source

રાષ્ટ્રિય ધ્વજને સૂર્યોદય કે સૂર્યાસ્ત સુધી લહેરાવવો જોઈએ. સૂર્યાસ્ત બાદ ધ્વજને ઉતારી દેવો જોઈએ. તેની સાથે ઝંડો એવી જગ્યા પર લહેરાવવો જોઈએ જ્યાંથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span