બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી થી લઈને આજના આ કલર LCD અને LED સુધીની રસપ્રદ વાતો…

કોઈપણ પોતાન વાત સરળતાથી બીજાને કહી શકે એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને લોકો સમક્ષ રજુ કરવામાં ટેલિવિઝનનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. ટેલિવિઝનના આ મહત્વને જીવંત રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1996 માં 21 નવેમ્બરના દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આજના સમયમાં જયારે ફ્લેટ ટીવીએ અને મોબાઇલે દરેક ઘરોમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે ત્યારે આપણે ટેલિવિઝનના એ શરૂઆતના ભારેખમ સ્વરૂપને ભૂલી ચુક્યા છીએ. લગભગ 95 વર્ષની ટેલિવિઝનની યાત્રામાં અનેક પ્રકારના બદલાવો આવ્યા છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે ટેલિવિઝનના જુના સમયને યાદ કરીએ..

image source

જૂની પેઢીના લોકો જાણતા હશે કે ટેલિવિઝનની શોધ પહેલા રેડિયોનો જમાનો હતો. એક સમય એવો પણ હતો કે ટેલિવિઝનની શોધનો ચારેબાજુએથી ખુબ વિરોધ પણ થયો. વર્ષ 1924 માં સૌ પ્રથમ ટેલિવિઝન બનાવવામાં આવ્યું હતું જેમાં એક બોક્સ, કાર્ડ અને પાંખની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કોટલેન્ડના જન્મેલા જોન લોગી બેયર્ડ આ ટેલિવિઝનના શોધક હતા.

image source

ટેલિવિઝનના કંટ્રોલ માટે વપરાતા રિમોટ કંટ્રોલની શોધ યુજીન પોલી નામના શોધકે કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1950 માં પ્રથમ રિમોટ કન્ટ્રોલ વાળું ટેલિવિઝન બજારમાં આવ્યું હતું જો કે તે ટેલિવિઝનના રિમોટને વાયર વડે ટીવી સાથે જોડીને વાપરી શકાતું હતું. અને વાયર વગરના એટલે કે વાયરલેસ ટેલિવિઝન રિમોટની શોધ વર્ષ 1955 માં થઇ હતી.

image source

ટેલિવિઝન પોતાના શરૂઆતના સમયમાં બહુ સાદું અને બ્લેક એન્ડ વ્હાઇટ હતું. વર્ષ 1954 માં વેસ્ટિંગ હાઉસ દ્વારા પહેલી વખત કલર ટેલિવિઝન બહાર પાડવામાં આવ્યું અને તે સમયે કલર ટીવીના ફક્ત 500 યુનિટ્સ જ બનાવવામાં આવ્યા હતા. વધુ કિંમતી અને ભાવમાં પણ ન પોસાય તેવું હોવાના કારણે ત્યારે કલર ટીવીએ સામાન્ય લોકોના ઘરે પહોંચતા બહુ સમય લીધો હતો. ભારતમાં પહેલું કલર ટીવી કોલકત્તાના એક પૈસાદાર નિયોગી પરિવારે ખરીદ્યું હતું.

image source

ભારતમાં ટેલિવિઝનનો વિકાસ દૂરદર્શનની સ્થાપના બાદ ખુબ વધ્યો. દૂરદર્શનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959 માં થઇ હતી. આજના સમયમાં ટીવી પર સેંકડોની સંખ્યામાં ટીવી ચેનલો છે પરંતુ તે સમયમાં ફક્ત દૂરદર્શન ચેનલ જ પ્રચલિત હતી અને તેના દર્શકગણ તથા લોકપ્રિયતાની સરખામણીએ આજની ચેનલો કઈં નથી. નોંધનીય છે કે પહેલા દૂરદર્શનનું નામ ટેલિવિઝન ઇન્ડિયા હતું અને બાદમાં વર્ષ 1975 માં તેનું નામ દૂરદર્શન રાખવામાં આવ્યું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.