રાત્રે આવતા વિચિત્ર અવાજોથી મહિલા હતી પરેશાન, CCTV ફુટેજમાં જોવા મળ્યું કંઇક એવું કે…કઠણ કાળજુ હોય તો જ જોજો આ વિડીયો

સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર લોકો અજબ-ગજબ ઘટનાઓના વીડિયો શૅર કરતા રહે છે. આવો જ એક વીડિયો રેડિટ પર પણ ઘણી ચર્ચામાં છે. આ વીડિયોને શૅર કરનારી એક મહિલા છે. આ મહિલાને થોડા દિવસો પહેલા પોતાના ઘરની પાછળના ગાર્ડનમાંથી કેટલાક અજબ ગજબ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. જ્યારે તેણે સીસીટીવી કેમેરાના ફુટેજ (CCTV Camera Footage) જોયા તો તેના હોશ જ ઊડી ગયા. આ અવાજના કારણે તે સતત ડરતી રહેતી અને સાથે જ ઘરનો દરવાજો પણ બંધ રાખતી હતી.

સીસીટીવીમાં જોવા મળ્યું તે ચોંકાવનારું હતુ

image source

એક રિપોર્ટ મુજબ, રેડિટ યૂઝર Crazyturtlemamaએ થોડા દિવસો પહેલા એક વીડિયો શૅર કર્યો છે અને તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વીડિયો યૂઝરના ઘરમાં લાગેલા સિક્યુરિટી કેમેરાના ફુટેજ (Security Camera Footage)નો છે. વીડિયોમાં ઘરની પાછળના ગાર્ડન (Garden)માં એક અજબ પ્રકારની આકૃતિ આંટા મારતી જોવા મળી રહી છે. અનેક રેડિટ યૂઝર્સ તેને ‘ઘોસ્ટ વીડિયો’ (Ghost Video) કહી રહ્યા છે જ્યારે અનેક તેને પ્રકાશના કારણે ઊભો થયેલો ભ્રમ કહી રહ્યા છે.

Can you see in the beginning, the ghost in the upper right corner? Even the horse in the middle left by the tree turns to look at it. from r/Ghosts

મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે તેણે ફુટેજ ચેક કર્યા તો તેણે અજબ પ્રકારની આકૃતિ આંટા મારતી જોવા મળી. તેણે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે અને સમજી નથી શકતી કે હવે શું કરવું જોઈએ. તેણે તેના ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને કોઈ માણસ ત્યાં હોવાની શક્યતા નથી. જોકે અનેક યૂઝર્સના જણાવ્યા મુજબ CCTV ફુટેજમાં અનેકવાર આ પ્રકારની આકૃતિઓ જોવા મળી રહે છે તેને ‘ટ્રાન્સલ્યૂસૈંટ ઇફેક્ટ’ કહે છે, તે માત્ર પ્રકાશના એંગલના કારણે થાય છે.

વીડિયોમાં જોવા મળી આકૃતિ

image source

મહિલા યૂઝરના જણાવ્યા મુજબ આ મહિલા વોશિંગ્ટનની પાસે એક કન્ટ્રી સાઇડ વિસ્તારમાં રહે છે, જ્યાં તેના ઘરની પાછળ જાનવરો માટે ઘાસચારો રાખવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઘાસચારા રાખવાની જગ્યાથી અનેક સપ્તાહોથી રાત્રે અજબ પ્રકારનો અવાજ આવી રહ્યા હતા. આ સિવાય તેની ઘોડી પણ ખૂબ ડરેલી જોવા મળી રહી હતી. એવામાં તેણે ચેક કરવા માટે ઘરના એ વિસ્તારમાં પણ એક સીસીટીવી કેમેરો (CCTV Camera) લગાવી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span